રસ્તામાં ક્યાંય પણ કોથળી મળે એટલે વીણી લાવે, તેને સાફ કરી તેમાં રોપા બનાવે. તેના માટે બીજ પણ જંગલમાં જઈને જાતે જ વણી આવે. આ શિક્ષકને લાગ્યું છે પર્યાવરણ બચાવવાનું ઘેલું. મફતમાં વહેંચે છે રોપા અને બીજ.
ગ્લોબલ વૉર્મિંગની વધતી જતી અસરને જોતાં ઘણા લોકોએ પર્યાવરણને બચાવવા મોટાપાયે કામ શરૂ કર્યું છે. આમાંના જ છે આ 5 ગુજરાતીઓ પણ, જેમના કારણે આજે ગુજરાતમાં લાખો ઝાડ તો ઊગ્યાં જ છે, સાથે-સાથે પક્ષીઓને સુરક્ષિત આશરો પણ મળ્યો છે.
છેલ્લાં 14 વર્ષથી પર્યાવરણ સાથે સુમેળ સાથે જીવન જીવી રહેલ આ દંપતિએ ઘર માટે વિજળીનું કનેક્શન જ નથી લીધું. વરસાદના પાણીનું ટીંપુ પણ નથી જતું બહાર. ફળ-શાકભાજી અને અનાજ બધુ જ ખાય છે ઘરે વાવેલ, એ પણ ઊગે છે રસોડામાં વપરાયેલ પાણીથી.
નિત્યાનંદ અને તેમની પત્ની રમ્યાએ તેમની બે એકર જમીન પક્ષીઓને સમર્પિત કરી દીધી. જ્યાં તેમણે પક્ષીઓ માળો બાંધી શકે તેવાં ઝાડ અને તેમને ખોરાક મળી રહે તેવાં ફળાઉ વૃક્ષો વાવ્યાં. પક્ષીઓને નહાવા અને પાણી પીવાની માળા માટે પણ ખાસ વ્યવસ્થા કરી. હવે લોકોને કરે છે જાગૃત.
પ્રવેશતાં જ નંદનવન જેવો અનુભવ થાય તેવી છે ગુજરાતની આ સરકારી શાળા, બાળકો કરતાં વધારે છે અહીં વૃક્ષો. આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી અહીં છે 2000 વૃક્ષોની સાથે ઔષધીવન, બાળકોના ભોજન માટે કિચન ગાર્ડન, શબરીની ઝૂંપડી અને પંપા સરોવર. ગામમાં ભંગાર તરીકે ફેંકાતી વસ્તુઓ લઈ આવે છે અને સજાવીને શાળાને બનાવી દીધી ખૂબજ સુંદર. અત્યારે ગણાય છે ગુજરાતની ટોપ 5 શાળામાંની એક.
મહિલા આંત્રપ્રિન્યોર સમીક્ષા ગનેરીવાલે એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે. તે 100% કમ્પોસ્ટેબલ કાગળમાંથી બોટલ્સ બનાવી રહી છે. આજે જ પ્લાસ્ટિકને ના કહો અને ઇકો-ફ્રેન્ડલી બોટલનો ઉપયોગ શરૂ કરો...