ગામ અને આંગણને દુર્ગંધ અને કચરામુક્ત રાખતો ગોબરગેસ પ્લાન્ટ હોય છે બહુ ફાયદાકારક. લાકડાંના ધૂમાડા અને રાંધણ ગેસના ખર્ચથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે ખેતર કે ગાર્ડન માટે ખાતર પણ મળે છે. ઉપરાંત તેમાંથી નીકળતા આઉટકમમાંથી ગોબર સ્ટિક બનાવી તેમાંથી પણ કમાણી કરી શકાય છે.