અમદાવાદ IIM માં એડમિશન ન મળતાં શરૂ કરી ચાની કિટલી, આજે કરોડોનો વ્યવસાય કરી આપે છે 20 લોકોને રોજગારી

ચાર વર્ષ પહેલાં 20 વર્ષના પ્રફુલ બિલોરેએ અમદાવાદમાં એમબીએનું ભણતર અધવચ્ચેથી છોડ્યું અને ચા વેચવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું

MBA Chai Wala

MBA Chai Wala

ચા એ ભારતનું લોકપ્રિય પીણું છે. આ રિપોર્ટ અનુસાર, એક કપ કૉફીની સામે ભારતમાં 30 કપ ચાનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, ચા માત્ર એક પીણું નથી, પરંતુ સવારની શરૂઆત છે - જીવનનો એક ભાગ છે. આ શબ્દો છે મધ્ય પ્રદેશના પ્રફુલ બિલ્લોરેના. જે દેશના હજારો-લાખો ચાની કિટલીવાળાઓમાંનો એક છે, તો સવાલ એ છે કે, તેનામાં એવું શું છે, જે તેને બધાથી અલગ તારવે છે? તમે જાતે જ જોઈ લો તેની કહાની અહીં…

ચાર વર્ષ પહેલાં 20 વર્ષના પ્રફુલ બિલોરેએ અમદાવાદમાં એમબીએનું ભણતર અધવચ્ચેથી છોડ્યું અને ચા વેચવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું

પોતાના પિતાજી પાસેથી 8000 રૂપિયા લાવીને તેણે આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ), અમદાવાદની બહાર જ 'ચાઈ વાલા' નામની કિટલી શરૂ કરી.

MBA Chaiwala

ચાની આ કિટલી શરૂ કરી તેના પહેલા જ દિવસે તેણે 150 રૂપિયાનો વકરો કર્યો. બસ એ દિવસથી ક્યારેય પાછા વળીને નથી જોયું પ્રફુલે. લોકોને આ કડકડાટ અંગ્રેજી બોલતા ચા વાળાને જોઇને આશ્ચર્ય પણ થાય છે.

આજે પ્રફુલની 300 સ્ક્વેર ફીટની રેસ્ટોરેસ્ટ છે, જેનું નામ છે 'એમબીએ ચાઇ વાલા', જ્યાં તે 20 લોકોને રોજગારી પણ આપે છે. 2019-20 આર્થિક વર્ષ દરમિયાન તેના આ વ્યવસાયનું ટર્નઓવર 3 કરોડ હતું. પ્રફુલ તેની આ રેસ્ટોરેન્ટમાં ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાય અને નોકરી અંગે જાહેરાત કરવાની તક પણ આપે છે. આજે પ્રફુલને આઈઆઈએમ અને બીજી જગ્યાઓએથી લેક્ચર આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવે છે.

આ અંગે જણાવતાં પ્રફુલે કહ્યું, "આખા દેશમાં ચા વેચવાનું સપનું છે મારું, જેથી દરેક ભારતીય મારી ચા પી શકે."

વિડીયોમાં જુઓ પ્રફુલની અદભુત કહાની:

https://www.facebook.com/thebetterindia/videos/4564726200264037/

મૂળ લેખ: રોશિનિ મુથુકુમાર

આ પણ વાંચો: મધ ઉછેરને મુખ્ય વ્યવસાય બનાવનાર ઉત્તર ગુજરાતના આ ખેડૂત બન્યા પ્રેરણા, 100 ખેડૂતો કરે છે તેમની સાથે કામ

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe