Powered by

Home શોધ મશરૂ કાપડ અને તેનો ઇતિહાસ, જાણો કેવી રીતે આ કળા સાચવી રાખી છે પાટણના ખત્રી સમુદાયે

મશરૂ કાપડ અને તેનો ઇતિહાસ, જાણો કેવી રીતે આ કળા સાચવી રાખી છે પાટણના ખત્રી સમુદાયે

મશરૂ એક શાહી હસ્તકલા હતી, જેનું ઉત્પાદન 1900 ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. આજકાલ, ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે.

By Kishan Dave
New Update
Mashru Fabric

Mashru Fabric

મશરૂ શબ્દ મિશ્રિત કાપડનો સંદર્ભ આપે છે જે રેશમના તાણા અને સુતરાઉ કાપડ વડે વણાયેલ છે અને તેનો ઉપયોગ મુસ્લિમ પુરુષો દ્વારા કરવામાં આવતો હતો જેમને શુદ્ધ રેશમી કાપડ પહેરવા માટે હદીસ નિયમ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

કાપડમાં રેશમના યાર્ન બહારની બાજુએ હતા જ્યારે સુતરાઉ યાર્ન શરીરની નજીક પહેરવામાં આવતા હતા, આ કાપડને "કાયદેસર અને પવિત્ર કાયદા દ્વારા માન્ય" અથવા મશરૂ માનવામાં આવતું હતું અને તેથી જ આ અરબી શબ 'મશરૂ' પરથી કાપડનું નામ પણ તે જ પડ્યું.

મશરૂ ફેબ્રિક એ સિલ્ક અને કોટન ટેક્સટાઇલનું હાથથી વણેલું મિશ્રણ છે. અરબીમાં 'મશરૂ' શબ્દનો અર્થ થાય છે 'પરવાનગી' અને તેનો સંસ્કૃત 'મિસરુ' નો અર્થ 'મિશ્રિત' થાય છે.

મશરૂ કાપડ મુસ્લિમ સમુદાયો માટે વણવામાં આવ્યું હતું જેથી રેશમ વ્યક્તિની ચામડીને સ્પર્શે નહીં. વણકરોએ રેશમ અને સુતરાઉ દોરાને મિશ્રિત કરીને એક કાપડ બનાવ્યું જે એક તરફ સરળ સુતરાઉ અને બીજી તરફ સમૃદ્ધ રેશમનું બનેલું હતું.

મશરૂ ફેબ્રિકનું વણાટ સમગ્ર દેશમાં વિવિધ સ્વરૂપોમાં પ્રચલિત હતું જેમ કે દક્ષિણથી લઈને લખનૌ અને બંગાળ સુધી. આજકાલ, ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે.

ધ બેટર ઇન્ડિયા દ્વારા આ કાપડ વિશેના વણાટકામ બાબતે પાટણમાં વર્ષોથી મશરૂ કાપડના વણાટકામનું કામ કરતા જગદીશભાઈ ખત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા આ કાપડના ભૂતકાળ તેમ જ વર્તમાન વિશે વધારે જાણકારી મેળવવામાં આવી હતી. અહીંયા વાચકોને જણાવી દઈએ કે જગદીશભાઈનો પરિવાર ઘણી પેઢીઓથી મશરૂ કાપડના વણાટનું કામ કરી રહ્યો છે અને પાટણમાં 'હરિલાલ કુબેરદાસ મશરૂવાલાના' નામથી તેમની દુકાન પણ આવેલી છે.

જગદીશભાઈના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ કાપડનો પ્રવેશ આરબમાંથી થયો હતો. અને ધીમે ધીમે આ વણાટકામ સમગ્રમાં દેશમાં ફેલાયું. ભૂતકાળમાં પાટણમાં ઘણા કારીગરો આ કાપડનું વણાટકામ કરતા હતા અને જગદીશભાઈના જણાવ્યા પ્રમાણે આશરે 35 વર્ષ પહેલા પાટણમાં આ કાપડના વણાટ માટે અંદાજિત 250 શાળ કાર્યરત હતી જે અત્યારે ઘટીને ફક્ત 30 ની સંખ્યામાં છે.

આર્ટિકલમાં આપેલ વિડીયો પર ક્લિક કરી જગદીશભાઈ તેમજ તેમના ભત્રીજા ચેતનભાઈ કે જેઓ વર્તમાન સમયમાં આ કલાને આગળ ધપાવી રહ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવેલ મશરૂ કાપડ વિશેની વધારાની માહિતી વિધિવત જાણી શકશો. સાથે સાથે તમારે આ કાપડ સીધું જ તેમની પાસેથી ખરીદવું હોય તો તે માટે તમે વિડીયો પર ક્લિક કરીને અંતમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ગુજરાતનો યુવાન 20 વર્ષ સુધી લુપ્ત રહેલ પ્રાચીન કળાને આજે પ્રચલિત કરે છે દેશ-વિદેશમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.