તળાવ ઉપર બાંધવામાં આવ્યો ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે, શિક્ષકે ઘર બનાવવા જાતે ઉગાડ્યા વાંસ

વ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજે 2007માં પ્રકૃતિની નજીક રહેવા માટે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાની યોજના બનાવી હતી. તેમણે તળાવની ઉપર ત્રણ માળનો વાંસનો વિલા બનાવ્યો છે જેના માટે તેમણે 90 ટકા વાંસ પોતે જાતે જ ઉગાડ્યા છે.

Bamboo Villa

Bamboo Villa

લગભગ 13 વર્ષ પહેલા કેરળના વાયનાડ જિલ્લાના બાબુરાજે પોતાના માટે વાંસનું ઘર બનાવવાનું સપનું જોયું હતું. હકીકતમાં, તે ઇકો-ફ્રેન્ડલી જીવન જીવવા માટે ઇકો-ફ્રેન્ડલી ઘરમાં રહેવા માંગતા હતા પરંતુ તે દરમિયાન તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક એવો સમય આવશે જ્યારે તેમના ઘરની ચર્ચા દરેક જગ્યાએ થશે કારણ કે તેમનું વાંસનું બનેલું ઘર તળાવની ઉપર હશે.

કુદરત પ્રત્યેના તેમના પ્રેમને કારણે જ વ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજને સમજાયું કે કોંક્રીટના મકાનો જરા પણ ટકાઉ નથી. તેમણે ટકાઉ જીવનશૈલી અપનાવવાનું નક્કી કર્યું. તેઓ બેંગલુરુ ઉરાવુ નામની સંસ્થા સાથે પણ જોડાયેલા હતા. ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે, આ સંસ્થા વાંસમાંથી બનેલા ઘરો અને ઉત્પાદનો પર પણ કામ કરે છે.

2007 માં, તેમના એક ડિઝાઇનર મિત્ર, અનીશની મદદથી, બાબુરાજે વાંસનું ઘર બનાવવાનું શરૂ કર્યું.

લગભગ ત્રણ વર્ષ પછી, તેમણે વાયનાડના થ્રીકાઈપટ્ટા ગામમાં 3000 ચોરસ ફૂટનું ઘર બનાવ્યું. કેરળના આ ગામને રાજ્ય સરકાર દ્વારા 'બામ્બૂ હેરિટેજ વિલેજ' નામ પણ આપવામાં આવ્યું છે.

kerala home stays

આ પણ વાંચો: પાટણના સિદ્ધપુરમાં આવેલ દાઉદી વોરાનાં 200 વર્ષ ઘરોનું આર્કિટેક્ચર આજે પણ છે આકર્ષણરૂપ

બાબુરાજે આ ઘર વાંસની મજબૂતીકરણની તકનીકનો ઉપયોગ કરીને બનાવ્યું છે. ખાસ વાત એ છે કે ઘર બનાવવા માટે તેઓએ લગભગ 90 ટકા વાંસ જાતે જ ઉગાડ્યા છે.

જ્યારે બાબુરાજે ઘર બનાવવા માટે જમીન ખરીદી ત્યારે તેમને ખબર પડી કે તે ખેતી માટે ફળદ્રુપ જમીન છે. તેથી તેમણે પહેલા ત્યાં તળાવ બનાવવાનું વિચાર્યું, ત્યારબાદ તળાવની ઉપર ઘર બનાવ્યું.

જોકે, શરૂઆતમાં ઘણા લોકોને લાગતું હતું કે તળાવની ઉપર બનેલું આ પિરામિડ આકારનું ઘર લાંબું નહીં ચાલે, પરંતુ આજે લોકો આ ઘરની સુંદરતા જોવા આવે છે. બાબુરાજને પણ માછલી ઉછેરનો શોખ છે, તેથી તેમણે તળાવમાં વિવિધ પ્રકારની માછલીઓ પણ રાખી છે.

માત્ર 29 લાખમાં બનેલો બાબુરાજનો આ બામ્બૂ વિલા ગામનો સૌથી સુંદર હોમસ્ટે છે. બામ્બૂ વિલા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: નશીલા છોડ ભાંગમાંથી બનેલું દેશનું પહેલું ઘર, આર્કિટેક્ટ કપલે બનાવ્યુ છે ઈકો-ફ્રેન્ડલી હોમસ્ટે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe