Powered by

Home પૌષ્ટિક વાનગીઓ ઉપવાસમાં પૂરતું પોષણ આપશે સાબુદાણા અને તુલસીની ખીર, બનાવો આજે જ

ઉપવાસમાં પૂરતું પોષણ આપશે સાબુદાણા અને તુલસીની ખીર, બનાવો આજે જ

શેફ શિવાની જણાવી રહ્યાં છે, ઉપવાસમાં કેવી રીતે જાળવી રાખવી એનર્જી ખાસ રેસિપિ સાથે

By Nisha Jansari
New Update
Sago Tulasi Kheer for Vrat

Sago Tulasi Kheer for Vrat

નવરાત્રીના ઉપવાસ હજી ચાલુ જ છે. આખા દિવસના ઉપવાસના કારણે ઘણા લોકોને અશક્તિ આવી જતી હોય છે. એટલે આજે અમે લાવ્યા છીએ અશક્તિ ન આવે અને શરીરને પોષણ પણ પૂરું પાડે. તો પછી રાહ કોની જુઓ છો, આજે જ બનાવો સેલિબ્રિટી શેફ શિવાની મહેતાની ખાસ રેસિપિ સાબુદાણા તુલસીની ખીર.

ટીવી પર રસોઇ શોમાં ઘણી અવનવી વાનગીઓ બનાવી લાખો દર્શકોને ખુશ કરનાર શેફ શિવાની મહેતા તમને જણાવી રહ્યાં છે  સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી સાબુદાણા અને તુલસીની ખીરની રેસિપિ.

Chef Shivani Mehta
શેફ શિવાની મેહતા

સાબુદાણા અને તુલસી ખીર

સામગ્રી:

1/2 કપ સાબુદાણા, પાણીમાં પલાળી કોરા કરી લેવા

2 કપ દૂધ

સ્વાદ અનુસાર ખાંડ

લીલી પેસ્ટ માટે

1/2 કપ તુલસીનાં તાજાં પાન

2 ચમચી સાકર

2 ટેબલસ્પૂન દૂધ

સજાવટ માટે

કતરેલા પિસ્તા

કતરેલ બદામ

રીત:

તુલસી અને સાકરમાંથી લીલી પેસ્ટ બનાવો,

ત્યારબાદ દૂધને ઉકાળો. દૂધ ઉકળવા લાગે એટલે અંદર સાબુદાણા કતરણ ઉમેરો.

ત્યારબાદ અંદર તુલસીની પેસ્ટ અને જરૂર મુજબ ખાંડ ઉમેરો.

છેલ્લે ખીરને પિસ્તા અને બદામની કતરણની સજાવો.

આ પણ વાંચો:શેફ શિવાની મેહતાની આલુ મેવા ટિક્કીની રેસિપિ ખાસ નવરાત્રીના ઉપવાસ માટે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.