વડોદરામાં 2019ના વર્ષમાં આવેલ મૂસળધાર વરસાદ પછી, શહેરની શાળાઓમાં પાણીની તીવ્ર તંગી સર્જાવા લાગી હતી. તે જોઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ઝડપથી સમગ્ર વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઉભી કરી છે, જેથી શાળાઓ આગામી ચાર વર્ષો સુધી પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરી શકે.
જુલાઈ, 2019માં, ગુજરાતના વડોદરામાં છ કલાકની અંદર 242 મીમી વરસાદ પડતા જીવન સ્થગિત થઈ ગયું હતું.
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તબાહીની અસરો ઘટાડવા માટે મેદાનમાં આવ્યા અને તબાહી પછી સર્જાયેલ સ્થિતિનો તાગ મેળવ્યો. આખરે, વરસાદ ઓછો થયો અને શહેર ધીરે-ધીરે સામાન્ય સ્થિતિમાં પરત ફર્યું. ઘણી શાળાઓમાં પીવાના પાણી અને રોજિંદી જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનો અભાવ સર્જાયો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં લઈને અધિકારીએ કડક પગલા ભરવાનું નક્કી કર્યું. “કરોડો લિટર પાણીનો બગાડ જોઈ હું મનોમન પરેશાન થઈ જ્યારે બીજી બાજુ પાણીની કટોકટીથી લોકો પીડિત હતા. આના ઉકેલ તરીકે મને પાણીનો સંગ્રહ કરવો જોઈએ તેવો અહેસાસ થયો. તેથી, અધિકારીઓ સાથેની ચર્ચામાં નક્કી કર્યું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ આનો ઉપાય હોઈ શકે છે, ”તેણીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું.
શાલિની કહે છે કે સેંકડો સરકારી શાળાઓ અને સરકારી ઈમારતો પર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ફીટ કરવાની બહોળી તક છે. “આશરે 8% વરસાદી પાણીનો જ સંગ્રહ થાય છે. આ ટકાવારી ખૂબ જ ઓછી છે અને તેમાં વધારો થવાની ખૂબ જ સંભાવના છે. સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણીનો સંગ્રહ કરી શકે છે અને ભૂગર્ભજળના સ્તરને રિચાર્જ કરી શકે છે. પછી તેનો બાકીના વર્ષ માટે તેનો ઉપયોગ કરી શકાય છે”.
જિલ્લા વહીવટીતંત્રે 1,071 શાળાઓની ઓળખ કરી હતી, જેમાંથી 37 શાળાઓએ વોટર રિચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરી દીધું છે. શાલિનીએ આગામી વર્ષે કોઈપણ શાળામાં પાણીની અછત ન થાય તેવું વચન આપ્યું હતું અને એક વર્ષમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવી હતી. આમ, વર્ષ 2020 માં વર્ષા કલ નિધિ પ્રોજેક્ટનો આરંભ કરતા વહીવટીતંત્ર દ્વારા પાણી બચાવવા 963 શાળાઓને પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે, જેનાથી 1.8 લાખ વિદ્યાર્થીઓ માટે દર વર્ષે 10 કરોડ લિટર પાણીની બચત થતા ફાયદો થશે. આ માટે તમામ સ્કૂલોએ નોંધપાત્ર રીતે નવ મહિનામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કર્યું હતું.
ઓછો ખર્ચો, છતાં અસરકારક
જો કે આ કાર્યમાં સફળતા હાંસલ કરવા માટે પુષ્કળ નાણાકીય સહાય અને માનવ સંસાધનની જરૂર પડી. શાલિનીએ રાજ્ય સરકાર, જિલ્લા પરિષદ, સીએસઆર અને અન્ય સ્રોતોમાંથી સંસાધનો લાવવાની શરૂઆત કરી હતી. વહીવટીતંત્રએ કુલ 5.84 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. શાલિની કહે છે કે “દરેક રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કિંમત આશરે 3-5 લાખ રૂપિયા હોય છે. દરેક પ્રોજેક્ટ પર આટલી રકમ ખર્ચ કરવી શક્ય નહોતી. તેથી, ઓછું-ખર્ચાળ તથા નવીન ઉપાય જ ખર્ચને ઘટાડી શકે છે”.
બાલમંદિરથી લઈને બારમાં ધોરણ સુધીના તમામ બાળકોને આવશ્યક અને સમાન શિક્ષણ માટે સરકાર દ્વારા ચાલતી સર્વ શિક્ષા અભિયાન યોજનાના તકનીકી સમિતિ જેમાં ઇજનેરો નિષ્ણાતોનો સમાવેશ થાય છે અને અન્ય વ્યાવસાયિકોની બનેલી તકનીકી સમિતિ, ઓછી કિંમતના મોડેલ અંગે સંમત થયા. આ ટીમ દ્વારા બે મોડેલો પસંદ કરવામાં આવ્યા હતા જેમાં 25,000 થી 90,000 રૂપિયા સુધીની કિંમત ઓછી હતી.
શાલિની ખર્ચ વિશે જણાવતાં કહે છે, “શાળાઓ માટે બનાવવામાં આવેલા એક મોડેલમાં ટ્યુબવેલ અથવા હેન્ડપંપ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. તેની કિંમત 25,000 થી 40,000 રૂપિયા છે. બીજું મોડેલ રિચાર્જ કરવા માટેના કુવાઓ અથવા પર્ક્યુલેશન ટેન્ક વિનાની શાળાઓ માટે બનાવવામાં આવ્યું હતું, જેમાં ખોદવાની જરૂર હતી તેથી તેની કિંમત 45,000-90,000 રૂપિયા છે”.
શાલિની કહે છે કે “વરસાદી પાણી ટેરેસમાંથી એકત્રિત કરવામાં આવે છે અને પાઈપો દ્વારા ચેમ્બર મારફતે જમીનમાં વહી જાય છે. તે પછી ચેમ્બરમાં ફિલ્ટર થઈ બોરવેલમાંથી જમીનમાં ઉતરે છે અને સીધુ ભૂગર્ભજળનું રિચાર્જ થવાનું સુનિશ્ચિત કરે છે”.
બંને કિસ્સાઓમાં, 75 મીમી પાઇપ છતમાંથી ચેમ્બરમાં પાણી જમા કરે છે. એકવાર પાણી તળિયે પહોંચી જાય, પછી 110 મીમીની પાઇપમાંથી પાણીને ચેમ્બરમાંથી પર્ક્યુલેશન ટેંક સુધી ધકેલે છે.
દરેક સિસ્ટમ 1 લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકે છે અને એકંદરે કરોડો લિટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
જો કે, ફક્ત નાણાં ભંડોળ મેળવવું અને નવીનીકરણ કરવાથી સમસ્યા હલ થશે નહીં. તે કહે છે “લોકોને પાણીના સંકટ તથા તેનાથી સર્જાતી પરિસ્થિતિ અંગે વાકેફ કરવાની જરૂર છે. અમે ઇચ્છતા ન હતા કે આ કામ સરકારી પહેલ બને તેથી અમે ભાગીદારોમાં માલિકીની ભાવના લાવવાનું નક્કી કર્યું. અમે શાળા સંચાલન સમિતિઓ, શાળાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ક્ષમતા નિર્માણ કરવાનું અને તાલીમ આપવા તરફ આગળ વધ્યા”.
શાલિની વધુમાં જણાવે છે કે તેણીએ વડોદરામાં વિવિધ વર્કશોપ, સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજ્યા હતા. “બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા અને લોકોને પાણીના સંરક્ષણના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી તથા બધા ભાગ લેનારાઓનેને ઘરેલું અને પીવાના હેતુ માટે તેમની પાણીની આવશ્યકતાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.”
શાલિની કહે છે કે “એકવાર દરેક લોકોને પાણીની આવશ્યકતા અને ઉપયોગ અને બેદરકારીભર્યા વર્તનને કારણે સર્જાતી તંગીનું કારણ સમજાઈ જાય છે, પછી તેવા લોકોને પાણીના સંરક્ષણનું મહત્વ સમજવું સરળ બને છે. એક વિદ્યાર્થી શાળામાં સરેરાશ 300 મીલી પાણીનો વપરાશ કરે છે. તે સિવાય, પાણીનો ઉપયોગ શૌચાલય અને આવા અન્ય કાર્યાત્મક ઉપયોગ માટે થાય છે. પરંતુ જો દરેક શાળા એક સીઝન માટે પાણીનો સંગ્રહ કરે છે, તો તે આગામી ચાર વર્ષ માટે પૂરતું પાણી મેળવી શકે છે”.
‘રેન વોટર હાર્વેસ્ટિંગ એ કોઈ રોકેટ સાયન્સ નથી’
પાદરા તાલુકાની ધોરીવાગા પ્રાથમિક શાળાના આઠમા ધોરણની વિદ્યાર્થીની જાનુ પરમાર કહે છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા એક લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આગળ તે કહે છે “આ સિસ્ટમ ઑક્ટોબરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આ પ્રયાસો દ્વારા અમારું લક્ષ્ય છે કે વરસાદી પાણી કે જે નદીઓ અને આખરે સમુદ્રમાં પાણી વહી જાય તેને અટકાવવું. બદલામાં, તેનાથી આપણે પીવાના અને વાપરવાના પાણીની જે જરૂરિયાત છે તે પૂરી કરવામાં મદદ મળશે”.
જાનુએ ઉમેર્યું કે ભૂગર્ભજળના સ્તરમાં વધારો થવાનો અંદાજ છે, અને રિચાર્જ કર્યા પછી પાણી 70 ફૂટ પર ઉપલબ્ધ થશે. હાલમાં, પાણી 100 ફૂટ સુધી ઉંડું જોવા મળી રહ્યું છે. પાણીના સ્તરમાં વધારાથી આસપાસના લોકોને ફાયદો થશે.
સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.) ના સભ્ય બળવંતસિંહ ચાવડા કહે છે, “અમે વર્કશોપમાં ભાગ લીધો અને સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની તાલીમ લીધી. અમે તેને બે મહિનામાં સ્થાપિત કર્યું છે અને ભૂગર્ભજળના રિચાર્જથી શાળાની સાથે ગામની ખેતી આધારિત વસ્તીને ફાયદો થશે.”
તેઓ વધુમાં કહે છે, “વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ફાયદાને સમજીને, અમને આશા છે કે ગ્રામજનો તેને અનુસરસે અને જળ સંરક્ષણ માટે કામ કરશે. આવા પગલાંથી પાણીના ભાવિ સંકટને ટાળવામાં મદદ મળશે.”
શાલિની કહે છે કે આ કવાયતનાં પરિણામે ભૂગર્ભજળનું સ્તર વધશે. “આટલા લોકોને એકત્રીત કરવું, જાગૃતિ લાવવી અને માનસિકતા બદલવી એ એક પડકારજનક કાર્ય હતું. તદુપરાંત, COVID-19 રોગચાળાને લીધે કામ કરવું પણ મુશ્કેલ બન્યું હતું”.
વહીવટીતંત્રની યોજના અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ઇમારતોમાં આનો અમલ કરવાની છે. ઘણી ખાનગી સંસ્થાઓએ પ્રેરણા લીધી છે અને તેમના પોતાની ઈમારતમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
શાલિની કહે છે “આવી પહેલ અમને પાણીનું મહત્ત્વ સમજવામાં અને બીજાઓને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. દરેક જણ પાણીનો વપરાશ કરે છે અને તેનો પેઢીઓથી ઉપયોગ કરવામાં આવે છે અને તે એક આવશ્યક તત્વ છે. આપણે તેનું સંરક્ષણ કરવું જોઇએ અને તેને આવનારી પેઢી માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.”
તેણીએ ઉમેર્યું છે કે છત પરથી પાઈપોનો સમૂહ ગોઠવવો અને તેને જમીનની દિશા તરફ વાળવાથી પર્યાવરણીય રીતે મદદ મળી શકે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. પાણી સંરક્ષણના કામ કરવા માટે વ્યક્તિઓએ સરળ છતાં અસરકારક પદ્ધતિ અપનાવવી જોઈએ”.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167