Powered by

Latest Stories

Homeઆધુનિક ખેતી

આધુનિક ખેતી

Farmers Success Stories. New invention in agriculture and new ways of farming that can start new era for farmers in India. Organic farming is growing very fast in India and can be new positive start.

વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત

By Nisha Jansari

રાજેશભાઈનો કેરીનો બગીચો 65 એકરમાં ફેલાયેલ છે, જેમાં મોટાભાગે હાપુસ અને કેસર કેરીના આંબા છે. શરૂઆતમાં તેમના દાદા મગનલાલ શાહે એક બગીચામાં સેંકડો ઝાડ વાવ્યાં હતાં. આ ઝાડમાં 100 ઝાડ એવાં છે, જે અત્યારે 125 વર્ષનાં અને 500 ઝાડ એવાં છે જે 80 વર્ષનાં થઈ ગયાં છે.

ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારી

By Nisha Jansari

ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.

સતત આર્થિક સંકડામણમાં જીવતા ગુજરાતના આ ખેડૂતે 1.5 કિલોનાં જંબો જામફળ ઉગાડી કમાણી કરી 10 ઘણી

By Bijal Harsora Rathod

ગુજરાતના મોરબીના સામાન્ય ખેડૂત મગન કામારિયા કુંટુંબના ભરણપોષણ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં અચાનક જંબો જામફળે તેમનું નસીબ બદલ્યું. એક જામફળનું વજન લગભગ 1.5 કિલો હોવાથી એકજ વર્ષમાં તેમની કમાણી લગભગ 20 લાખ રૂપિયા થઈ ગઈ.

ગુજરાતના આ CA યુવાને અજમા અને વરિયાળી ફ્લેવરનું મધ બનાવવા છોડી હાઈ-ફાઈ નોકરી, કમાય છે 6 લાખ

By Kaushik Rathod

અમદાવાદના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રતિક ઘોડાએ પોતાની બી બેઝ પ્રાઈવેટ લિમિટેડ ખોલવા ખોલી 14 વર્ષ જૂની નોકરી, જે મધમાખીના સંરક્ષણ પર પણ કામ કરે છે.

પંજાબના 60 વર્ષના સુરેન્દ્રપાલ ઓર્ગેનિક કપાસની ખેતી કરી, જૈવિક કપડા બનાવીને કરે છે લાખોની કમાણી

By Mansi Patel

આજે દેશમાં ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતીના ખરાબ પરિણામોને સમજીને જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને યુવાનો જૈવિક ખેતીને લઈને ઘણા સકારાત્મક છે. તેની સાથે જ લોકોમાં પણ સ્વાસ્થ્ય ખાન-પાનને લઈને ઘણી જાગૃતતા આવી છે. હવે લોકો માત્ર પોષણથી ભરપુર ભોજન જ કરવા નથી માંગતા પરંતુ સાથે પહેરવા માટે જૈવિક સુતરાઉ કપડાની માંગમાં પણ ઘણો વધારો થયો છે. બજારમાં તમને ઘણી એવી બ્રાંડ મળશે, જે જૈવિક સુતરાઉ કપડાનું જ વેચાણ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવાં ખેડૂતની સાથે મુલાકાત કરાવીશુ, જેઓ જૈવિક રીતે કપાસની ખેતી (Organic Cotton Farming) કરવાની સાથે સાથે જૈવિક કપડાઓ પણ બનાવી રહ્યા છે.

MBA બાદ નોકરી છોડી ગુણવત્તાયુક્ત મધ જાતે બનાવી દેશ-વિદેશના ગ્રાહકોને પહોંચાડે છે સૌરાષ્ટ્રનો આ યુવાન, કમાણી લાખોમાં

By Nisha Jansari

સૌરાષ્ટ્રના આ યુવાનને ગ્રાહકો સુધી પહોંચાડવાં છે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, એટલે જ 6 વર્ષથી ગ્રાહકોમાં થઈ રહ્યો છે સતત વધારો

જગ્યા બહુ ઓછી છે? આ રીતે સૂકાં પાંદડાંની મદદથી પણ ઉગાડી શકાય છે ડગલાબંધ શાકભાજી

By Mansi Patel

કેરળનાં વાયનાડનાં આ સફળ ખેડૂતે વર્ટીકલ મેશ રીતથી સૂકાં પાંદડાની મદદથી ઓછી જગ્યામાં સરળતાથી ઉગાડ્યા છે શાકભાજી, જાણો કેવી રીતે?