માતાએ બનાવેલ હજારો રોટલીઓએ તેમના પુત્રના UPSC ના સપનાને આપ્યો વેગ!

રોજની સેંકડો રોટલીઓ બનાવી પુત્રને UPSC ની તૈયારી કરાવી પાલનપુરની માતાએ. આજે ભાવનગરમાં ફરજ નિભાવે છે ASP તરીકે.

Safin Hasan

Safin Hasan

હિતેચ્છુઓની મદદ અને માતાની સખત મહેનતે ગુજરાતના સફીન હસનની સફળતાને આપ્યો વેગ, જેમણે 2018 માં ફક્ત 22 વર્ષની ઉંમરે 570 માં રેન્ક સાથે UPSC ની પરીક્ષા પાસ કરી.

26 વર્ષીય સફીન હસને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2018 માં 570 રેન્ક સાથે ક્રેક કરી હતી તેમાં તેમની માતાનો પ્રેમ અને પરસેવો હતો જેણે સફળતાનો માર્ગ મોકળો કર્યો.

ગુજરાતના પાલનપુર જિલ્લાના કાણોદર ગામના વતની સફીન ઓછી આવક ધરાવતા પરિવારમાંથી આવતા હતા. તેમના માતા-પિતા, મુસ્તુફા અને નસીમબાનુ, હીરાના નાના એકમમાં કામ કરતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જ્યારે સફીનને તેમના શિક્ષણ માટે વધારાના પૈસાની જરૂર હતી, ત્યારે તેમની માતા નસીમબાનુએ સ્થાનિક રેસ્ટોરન્ટ્સ અને મેરેજ હોલ માટે સેંકડો રોટલી બનાવવાનું શરૂ કર્યું.

ઉનાળામાં તે પ્રદેશમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. જો કે, નસીમબાનુ દરરોજ સવારે 3:00 વાગ્યે ઉઠતા અને 20 થી 200 કિલો મધ્યમ કદની રોટલી (એક કિલો આશરે 40-43 રોટલી) બનાવતા, જેમાંથી દર મહિને 5,000-8,000 રૂપિયાની કમાણી થતી. તે બધા જ પૈસા તેમના પુત્રના શિક્ષણમાં ગયા.

"મેં અભ્યાસ કરતી વખતે રસોડામાં  ઠંડી સવારોમાં પણ મારી માંને પરસેવાથી લથબથ જોયાં છે," લાગણીશીલ સફીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આ વાક્ય કહ્યું હતું. પોતાના માતા-પિતાએ શિક્ષણમાં કરેલી તમામ મહેનત ઉપરાંત, સફિનને સ્થાનિક ઉદ્યોગપતિ હુસૈન પોલરા અને તેમની પત્ની, રૈના પોલરા સહિતના હિતેચ્છુઓ તરફથી સમયસર સહાય પણ મળી. તેમના પોતાના ખિસ્સામાંથી રૂ. 3.5 લાખ ખર્ચીને, પોલરા પરિવારે દેશની રાજધાનીમાં સફિનના બે વર્ષના રહેવા-ભણવા માટે ભંડોળ પૂરું પાડ્યું, જેમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી, તેની મુસાફરી અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

Safin Hasan IPS

આ પણ વાંચો: ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

સફીનના શાળાના પ્રિન્સિપાલે પણ જ્યારે તે હાઈસ્કૂલમાં હતો ત્યારે એમ કહીને કે સફીન એક “ખૂબ તેજસ્વી” વિદ્યાર્થી છે અને શાળાની ફીમાં રૂ. 80,000 માફ કરવાની ઉદારતા દર્શાવી હતી.

“લોકોએ મારો હાથ પકડીને મારા સપના પૂરા કરવા માટે દરવાજા ખોલ્યા છે. જો મોટા પાયે સમાજની દયા ન હોત તો મારી પાસે જે છે તે હું ક્યારેય ન બની શક્યો હોત,” સફીન કહે છે.

સફીન, જે પોતાના ફાજલ સમયમાં કાણોદર ગામમાં ગરીબ બાળકોને ભણાવે છે, તેનું અંતિમ સ્વપ્ન એક અત્યાધુનિક નિવાસી શાળા શરૂ કરવાનું છે.

તેમની માતા નસીમબાનુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે,“સફીને અમને જણાવ્યું કે તેની કમાણીમાંથી તે ગરીબ બાળકો માટે અત્યાધુનિક રેસિડેન્શિયલ સ્કૂલ ખોલવા ઈચ્છે છે અને તે સમાજને વળતર આપવા માંગે છે.”

આકસ્મિક રીતે, સફીનનું સિવિલ સર્વન્ટ બનવાનું સપનું બાળપણમાં કલેક્ટરની તેના ગામની મુલાકાતથી પ્રેરિત થયું હતું.

સફીન કહે છે, "સશસ્ત્ર અંગરક્ષકો દ્વારા એસ્કોર્ટ કરીને, કલેક્ટરે સમગ્ર ગામને સંબોધિત કર્યું, તેમને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે." “મેં એક વડીલને પૂછ્યું કે કોઈ કલેક્ટર કેવી રીતે બની શકે અને મને કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ બની શકે છે-એન્ટ્રન્સ ટેસ્ટમાં પ્રવેશ મેળવવા માટે માત્ર સખત મહેનતની જરૂર હતી. તે ક્ષણથી, મને મારા જીવનનું મિશન મળ્યું.

આજે સફિન હસન ભાવનગર જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે. આમ તેઓ ખુબ મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાના પ્રયત્નો અને માતા પિતાના સંઘર્ષ થકી આ મુકામ સુધી પહોંચી દેશની સેવા કરી રહ્યા છે તે મારા તમારા જેવા દરેક નવયુવાનો માટે ખરેખર પ્રેરણા સમાન છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગરીબ બાળકોને ભણાવતાં-ભણાવતાં આવ્યો સિવિલ સર્વિસનો વિચાર, બીજા પ્રયત્ને મળી સફળતા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe