Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

કોરોનાકાળની આર્થિક કટોકટોટીમાં વધેલી વાનગીઓમાંથી આ સ્વાદિષ્ટ વ્યંજનો

By Nisha Jansari

કોરોનાકાળના કારણે આપણે બધાંએ બે વાર લૉકડાઉનનો સામનો કર્યો છે. જેના કારણે ઘણા પરિવારોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો છે ત્યાં આ રેસિપિઝ વાંચ્યા બાદ તમારે વધેલ વાનગીઓ નહીં ફેંકવી પડે ડસ્ટબીનમાં. બચાવ થશે અનાજ અને પૈસા બંનેનો.

પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર

By Nisha Jansari

2 એકરમાં ફેલાયેલ આ ઘર અનુભૂતિ કરાવે છે સ્વર્ગ સમાન. સુવિધાઓ આધુનિક પણ સ્વિમિંગ પૂલનું એક ટીંપુ પાણી પણ નથી થતું વેસ્ટ, તેમાંથી ઊગે છે, ફળ, શાકભાજી અને અનાજ. વિજળી સોલાર પેનલથી તો વરસાદના પાણીનો જ ઉપયોગ થાય છે વર્ષ દરમિયાન. ચારેય બાજુ હવાઉજાસ અને ઝરણાં જેવી વ્યવસ્થાથી રહે છે ઠંડક.

સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર

By Nisha Jansari

માનસા રેડ્ડી, એક સિવિલ એન્જિનિયર છે. તાજેતરમાં જ તેણે મોટી સીવેજ પાઈપનો ઉપયોગ કરી, ઓછી કિંમતમાં એક નાનકડું 1 BHK ઘર તૈયાર કર્યું છે. હવે તે આમાં જ સાથે 2 BHK અને 3 BHK ડિઝાઇન પર પણ કામ કરી રહી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને મજૂરવર્ગ માટે બની શકે છે બહુ સારો વિકલ્પ.

શાકની ખરીદીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અમદાવાદી લેડીનો ટ્રેન્ડી ઓપ્શન, રોજગારી મળી એડ્સ પીડિત મહિલાઓને

By Nisha Jansari

8 વર્ષના વિદેશના અનુભવોના આધારે સુરભીબેને ડિઝાઇન કરી ખાસ બેગ, જે દેખાવમાં તો ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે જ, સાથે-સાથે તેમાં અલગ-અલગ શાકભાજી પણ સરસ ગોઠવાઈ જાય છે. તેમના આ અભિયાનથી રોજગારી મળી જરૂરિયાતમંદ એડ્સ પીડિત મહિલાઓને.

માત્ર 300 વર્ગ ફૂટના ધાબામાં ઉગાડ્યા 2500+ છોડ, ફેસબુક પર લોકોને આપે છે ફ્રી ગાર્ડનિંગ ટિપ્સ

By Nisha Jansari

CA સંતોષ મોહતાએ પોતાના ધાબામાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે શહેરોમાં હરિયાળી ફેલાવવાના હેતુથી ‘Concern For Earth’ નામની સંસ્થા પણ બનાવી છે, જ્યાં તે free gardening tips આપે છે. ઉપરાંત ભેટમાં આપવા લોકોને છોડ પણ સજાવીને આપે છે.

નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું

By Nisha Jansari

મુશ્કેલીમાં રસ્તો કાઢ્યો આ મહિલા ખેડૂતે, વાવાઝોડામાં કેરીઓ પડી ગઈ તો શરૂ કર્યાં અથાણાં, મુરબ્બો અને આમચૂર પાવડર બનાવવાનું. નવસારીનાં ભવનિતાબેને વાવાઝોડામાં પડી ગયેલ કેરીઓને મફતના ભાવે વેચવાની જગ્યાએ શોધ્યો નવો જ રસ્તો

વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે

By Nisha Jansari

રાજકોટની એક એવી હોટેલ જ્યાંથી વરસાદનું ટીંપુ પણ નથી જતું વેસ્ટ, તો રસોડા અને રૂમ માટે વપરાય છે સોલર વૉટર હીટર. હોટેલમાં વપરાયેલા પાણીને પણ રિસાયકલ કરીને વાપરવામાં આવે છે સફાઈકામ માટે અને હરિયાળી માટે વાવવામાં આવ્યા છે શક્ય એટલા વધારે છોડ. પાણીનો બગાડ અટકાવવા મહેમાનોને આપે છે અડધો ગ્લાસ પાણી, આવી અનેક પહેલ છે, જેનાથી બચાવી શકાય છે પર્યાવરણને.

1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ 'ઝીરો'

By Nisha Jansari

એક લીમડો કાપવો પડ્યો ત્યાં પક્ષીઓના વસવાટ અને ખોરાક માટે વાવી સંખ્યાબંધ જામફળી, ચીકુડી અને ઉમરા, ઘરમાં બધી સુખ-સુવિધાઓ હોવા છતાં નથી ભરવું પડતું લાઈટબિલ, આંગળમાં છાંયડા માટે પણ છે દ્રાક્ષ અને મધુમાલતીનો માંડવો.

મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયા

By Nisha Jansari

મોટાભાગે મકાઈ વેચ્યા બાદ ખેડૂતો છોતરાંને બાળી દે છે, જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ જોઈ રાજૂએ આ જ છોતરાંથી બનાવી Eco-Friendly પેન, જેનાથી પ્રદૂષણ પણ અટકે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે છે.