Search Icon
Nav Arrow
Coconut peeling machine
Coconut peeling machine

40 સેકન્ડમા જ નારિયેળને છોલી નાંખતું મશીન, ઈનોવેશનને મળી 25 લાખ રૂપિયાની ગ્રાંટ

કેરળમાં રહેતાં કેસી સિજોયે બનાવ્યુ છે અનોખુ મશીન, માત્ર 40 સેકન્ડમાં છોલી નાંખે છે નારિયેળ

કેરળના ત્રિશૂરમાં કંજની ગામના રહેવાસી કે.સી.સિજોયે ‘નેત્તૂર ટેક્નિકલ ટ્રેનિંગ ફાઉન્ડેશન‘ (NTTF) નો ‘ટૂલ એન્ડ ડાઇ મેકિંગ’ કોર્સ કર્યો હતો અને તે પછી તે આ કામ કરવા માટે સાઉદી અરેબિયા ગયો હતો. ઘણા વર્ષો સુધી, તેણે મોલ્ડ બનાવવા માટે ત્યાં એક મોટા ઉદ્યોગમાં કામ કર્યું. ત્યારબાદ, 2005માં, તે ભારત પાછો આવી ગયો. તેણે તેની આસપાસ જોયું કે ઘણા લોકો નાળિયેરની મદદથી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. કેટલાક નાળિયેર ઉગાડે છે, કેટલાક નાળિયેર વેચે છે.

આ સાથે, નાળિયેર પાણીનું પણ કામ સારું છે. તેઓ જણાવે છે, “મેં જોયું કે કાચા નાળિયેરનું વેચાણ કરનારા લોકોને તેને છોલવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ઉપરાંત, ઘણા લોકો તેને આકર્ષક રીતે કેવી રીતે રજૂ કરવું તે જાણતા નથી? મેં આ અંગે સંશોધન કર્યું અને જોયું કે નાળિયેર કાપવા અથવા છાલ કાઢવા માટે કોઈ મશીન ઉપલબ્ધ છે? ત્યાં કેટલાક મશીનો છે પરંતુ, તે ફક્ત કાચા નાળિયેર માટે જ છે. થોડા પાકા નાળિયેર પણ, જેમની બાહ્ય પડ સખત હોય છે, તેમને મશીનો છાલ કાઢી શકતા નથી. જ્યારે, નાળિયેર વેચનારાઓ મોટી માત્રામાં નાળિયેર ખરીદે છે ત્યારે કેટલાક પાકેલા નાળિયેર પણ મળી જાય છે.”

લગભગ 10 વર્ષ સંશોધન અને સખત મહેનત બાદ સિજોયે એક ખાસ નાળિયેરના છોલવાનું મશીન બનાવ્યુ. આ મશીન માત્ર 40 સેકંડમાં એક નાળિયેર છોલી દે છે, પરંતુ તેની કડક છાલને મિલીમીટરના આકારમાં કાપે છે, જે પ્રાણીઓને ચારા તરીકે ખવડાવી શકાય છે.

શોધ કરી:

આ મશીનની શોધ માટે, સિજોયે તેના ઘરની પાસે એક જૂની વર્કશોપ (વર્કશોપ) ભાડે રાખી હતી. અહીં તેણે કેટલાક ભારે મશીનરી ભાડે લીધા હતા. તેણે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ના સ્થાનિક કેન્દ્રમાંથી વેલ્ડીંગ મશીન ભાડે લીધા છે.

તેણે પોતાના ટ્રેનિંગ કોર્સનાં જ્ઞાન અને સાઉદી અરબમાં પોતાના કામનાં અનુભવોનો ઉપયોગ કરીને મશીનને પ્રોટોટાઈપ તૈયાર કર્યા.

તેઓએ મશીનમાં 500 વોટની મોટર લગાવી છે. તેમાં એક છેડે લિવર લગાવેલું છે, જે નાળિયેર પકડે છે અને છોડે છે. બીજા છેડે નાળિયેરને ફેરવવા માટે, રોટિંગ મશીન લગાવેલું છે. ઉપરાંત, નાળિયેરની નીચે એક તીક્ષ્ણ ધારવાળી છરી મૂકવામાં આવી છે, જે ‘ગરગડીની સિસ્ટમ’ સાથે કામ કરે છે અને ડાબેથી જમણે ખસે છે. સાથોસાથ, એક અન્ય લિવર ફીટ કરવામાં આવ્યું છે જે બે બાજુથી વધુ તીક્ષ્ણ છરીઓને, નારિયેળને બંને બાજુએથી છોલવા માટે ઉપર-નીચે કરે છે.

સિજોય કહે છે કે મશીનમાં 100-મીલીમીટરની બ્લેડ લગાવવાાં આવી છે, જે નાળિયેરના બાહ્ય પડને ફક્ત 40 સેકન્ડમાં છોલે છે. છોલેલાં નારિયેળને મશનની સાથે જોડાયેલાં એક કટિંગ બોર્ડ પર લાવવામાં આવે છે. જ્યાં તેનાં માથા અને તળિયાને કાપવામાં આવે છે. હવે નાળિયેરને નળાકાર/ગોળાકાર આકારમાં ઢાળવામાં આવે છે અને તેના બંને છેડા અને ફ્લોર સપાટ થઈ જાય છે. હવે તેને સરળતાથી ક્યાંય પણ મૂકી શકાય છે અને તેને લાવવા અને લઈ જવામાં કોઈ સમસ્યા થતી નથી. તે કહે છે, “આ આખી પ્રક્રિયામાં નાળિયેરની અંદર ક્રીમ અને પાણીને કોઈ નુકસાન થતું નથી.” ગ્રાહકોએ હવે તેને એક બાજુ તીક્ષ્ણ ધારવાળી છરીથી ખોલવું પડશે અને તેની અંદરથી પાણી અને મલાઈ કાઢી નાંખવા પડશે.”

Innovator
K.C. Sijoy, Kerala Innovator

2015માં,પોતાના પ્રોટોટાઈપ માટે સિજોયે પેટન્ટ ફાઇલ કરાવ્યું હતું અને 2017માં તેને તેના મશીન માટેનું પેટન્ટ મળ્યું હતું. તેણે ‘કુક્કોસ ઇન્ડસ્ટ્રીઝ’ ના નામથી આ બિઝનેસ રજિસ્ટર કરાવ્યો છે. છોલેલાં નાળિયેર વેચવા માટે તેણે ઘણી સુપરમાર્કેટ્સ સાથે ભાગીદારી પણ કરી હતી. તે સ્થાનિક લોકો પાસેથી નાળિયેર ખરીદતો હતો અને છોલેલાં નાળિયેર 30 રૂપિયાના દરે સુપરમાર્કેટને આપતો હતો.

તેઓ કહે છે, “આ મશીન સારું કામ કરી રહ્યું હતું.” હું એક કલાકમાં સરળતાથી 40 થી 50 નાળિયેર છોલી શકું છું. પરંતુ, થોડા મહિના પછી, મેં તેને બંધ કરી દીધુ, જેથી હું આ મશીનથી વધુ કમાણી કરી શકું, જેથી તેને બજાર માટે તૈયાર કરી શકું.”

ટેકનોલોજી પર કરી રહ્યા છે કામ:

આ મશીન કોઈપણ કદના નાળિયેર માટે સારું કામ કરે છે, તેથી, સિજોયે મશીનમાં કેટલાક ફેરફાર કર્યા છે. તેઓએ હવે 750 વોટની મોટર લગાવી છે જેથી તે એક કલાકમાં 60 થી 80 નાળિયેર છોલી શકે. તે કહે છે, “વ્યવસાયિક મોડેલ હમણાં બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ જ્યારે હું બધા ફેરફારો કરીશ, ત્યારે હું ત્રિશૂર જિલ્લામાં કેટલાક મશીનો ઉપલબ્ધ કરાવીશ. એક વર્ષ સુધી, હું એક વર્ષ સુધી મશીનનાં કામને જોઈશ, જો કોઈ પરેશાની થશે તો તેને ઠીક કરીને છેલ્લે એક મોડલ તૈયાર કરીશ, જેને દેશભરમાં વેચી શકાય.”

Coconut peeling machine
Tender coconut peeled using Koocos Industries machine.

તેમના વ્યવસાયને કેરળ કૃષિ યુનિવર્સિટી ના ‘એગ્રિ-પ્રિન્યોરશીપ ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ હેઠળ ઈન્કયૂબેશન દ્વારા મદદ કરવામાં આવી છે અને ફેબ્રુઆરી 2021ની શરૂઆતમાં, તેમનું સ્ટાર્ટઅપ ટોચના ત્રણ સ્ટાર્ટઅપ્સમાં પસંદગી પામ્યુ હતું. તેમની શોધ માટે વધારે કામ કરવા માટે તેમને કેન્દ્ર સરકાર તરફથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મળી છે.

કેરળ કૃષિ યુનિવર્સિટીના એગ્રિકલ્ચરલ એન્જિનિયરિંગ વિભાગના એગ્રી-બિઝનેસ ઈનક્યુબેટર ફોર સ્પીડ (RAFTAAR) ના વડા કેપી સુધીર કહે છે, “માર્કેટમાં ઘણા વધુ નાળિયેર છાલવાના ઉપકરણો છે.પરંતુ, સિજોયનું મશીન હાઇ ટેક છે અને તે સખત નાળિયેરની છાલને પણ કાઢી શકે છે.”

મૂળ લેખ: રોશની મુથુકુમાર

આ પણ વાંચો: ન વીજળી જોઈએ ન ગેસ: ‘રૉકેટ સ્ટવ’માં ચૂલો, ઓવન અને હિટર એમ ત્રણ સુવિધા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon