લોકોને યોગ્ય પોષણ મળે તે માટે ઈન્દોરના ડૉ. પૂજા વિવિધ પ્રકારનાં ઑર્ગેનિક મશરૂમ્સ પરાલીમાં ઉગાડે છે અને બજારમાં લોકો સુધી પહોંચાડે છે, જેથી ખેડૂતોને પરાલી બાળવી ન પડે અને વધેલા સ્ટબલમાંથી જ ઈકો-ફ્રેન્ડલી વાસણો પણ બનાવે છે આ મહિલા.
ઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 62 વર્ષીય રામચંદ્ર દુબે પહેલા રિક્ષા ચલાવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદીને ખાવાની આઇટમ્સ બનાવી રહ્યા છે અને લાખોનો નફો રળી રહ્યા છે, સાથે-સાથે ખેડૂતોની આવકમાં પણ થયો નોંધપાત્ર વધારો.