ખેતરમાં રહીને ગામડાનું જીવન માણી શકો છો અહીં, પાલઘર જીલ્લાનાં નાના ગામ એનશેતમાં ખેતરની વચ્ચે બનાવ્યુ છે ફાર્મસ્ટે. જ્યાં આજે પણ તમે મજા લઈ શકો છો ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના સાનિધ્યનો.
પર્યાવરણ પ્રેમી આર્કિટેક્ટ દંપતીએ પ્રાકૃતિક અને સ્થાનિક વસ્તુઓથી ચાર મહિનામાં તૈયાર કર્યુ છે આ ઘર. આજે ગામમાં જેના પણ ઘરે મહેમાન આવે, તેમને ખાસ બતાવવા લાવે છે આ ઘર.
પ્રદીપ અને તેમના પરિવાર એ ફક્ત ‘Eco Friendly Home’ જ નથી બનાવ્યું પણ તેઓ ટકાઉ પદ્ધતિ થી જીવન પણ જીવી રહ્યા છે. રસોઈ માટે જાતે જ ઘરમાં બને છે બાયોગેસ તો તેમાંથી બનેલ ખાતરથી ધાબામાં ઊગે છે બધાં જ ફળ-શાકભાજી. નહાવા-ધોવાના અને રસોઈના પાણીને પણ રિસાયકલ કરી વાપરે છે બગીચા માટે.
ધ્રુવંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર વ્યવસાયે આર્કિટેક્ટ છે, પરંતુ આ બંને સામાન્ય આર્કિટેક્ટથી થોડા અલગ છે. ધ્રુવંગ અને પ્રિયંકા માત્ર ઘરની ડિઝાઇન જ કરતા નથી પરંતુ તેને ઘર પણ બનાવે છે. તે એવા આર્કિટેક્ચર પર કામ કરે છે જે ઇમારતો તૈયાર કરવા માટે પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને આ કામથી સ્થાનિક મજૂરોને રોજગારી પણ મળી શકે.