પોતાની ફેશન બ્રાન્ડ, 'Lady Ben' ચલાવવા વાળી બેનોરીટા દાશ શહેરના દરજી, બુટિક હાઉસ અને કાપડની ફેક્ટરીમાં વધેલા વેસ્ટ કાપડ ભેગા કરી નવી-નવી વસ્તુઓ બનાવે છે. તેમની બનાવેલા 'સસ્ટેનેબલ' પ્રોડક્ટ જેમકે બેગ જ્વેલરી, ડ્રેસ, કુશન કવર વગેરેની બહુ માંગ છે. લૉકડાઉન દરમિયાન તેમનાં ઉત્પાદનોને ઓનલાઈન પણ નામના મળી. અત્યારે બેનોરીટા અન્ય 16 લોકોને પણ રોજગારી આપે છે અને એક વર્ષમાં ટર્ન ઓવર 10 લાખ સુધી પહોંચ્યું.