હેન્ડમેડ પેપર વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ગાયના છાણમાંથી બનેલ પેપર વિશે સાંભળ્યું છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ જયપુરના ભીમ રાજ શર્મા અને તેમની દીકરી જાગૃતિ વિશે, જેઓ આજે છાણ અને કૉટન વેસ્ટના ઉપયોગથી ઘણી વસ્તુઓ બનાવે છે અને સારી કમાણી પણ કરે છે.