આજે ગાંધી જયંતિ નિમિત્તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ આપણી પાંચ સ્વદેશી કંપનીઓ વિશે, જેઓ માત્ર ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ આખા દેશમાં જાણીતી છે અને વિદેશો સુધી તેમનાં મૂળ વિસ્તર્યાં છે.
અમૂલ બટરનાં અસ્તિત્વમાં આવતા પહેલાં દેશભરમાં ફક્ત ‘ પોલસન બટર’ની બોલબાલા હતી, જેને બોમ્બેમાં પોલસન કંપનીનાં માલિક, પેસ્તોનજી ઈડુલજી દલાલે શરૂ કર્યુ હતુ.
વારાળશી સુબ્રયા ભટના નેતૃત્વમાં સોપારીના ખેડૂતોને 1973 માં કર્ણાટકના મેંગલુરૂમાં Campco કંપનીનું ગઠન કર્યું હતું, જે આગળ ચાલીને ભારતની ત્રીજી સૌથી મોટી ચૉકલેટ કંપની બની