ગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.
ઓનલાઈન ક્લાસ બાદ મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતાં બાળકોને ખેતીમાં એવો તો રસ પડ્યો કે, થોડા જ સમયમાં મળ્યો અઢી લાખનો નફો. ખેતરમાંથી શાકભાજીને પાણી પાવા, શાકભાજી તોડવાથી લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનાં કામ બાળકો કરવા લાગ્યાં હોંશે-હોંશે અને પિતાને જતી ખોટને ફેરવી નાખી નફામાં