અમદાવાદના રિટાયર્ડ RBI ઑફિસરે શરૂ કરી સેકન્ડ ઈનિંગ, તુલસીનો અર્ક બનાવી ઘરેથી વેચે છે 5-7 હજાર બોટલ્સ

દીકરાએ શરૂ કરેલો બિઝનેસ પિતાએ સેકન્ડ ઇનિંગ્સમાં ટેકઓવર કર્યો, અનેક રોગોમાં ગુણકારી તુલસીના અર્કની 5થી 7 હજાર બોટલ વેચે છે

Startup After Retirement

Startup After Retirement

આપણા દેશ ભારતમાં પૌરાણિકકાળથી આયુર્વેદનું મહત્ત્વ રહેલું છે. આજે પણ ભારતમાં ઘરે ઘરે અરડૂસી, તુલસી સહિતના આયુર્વેદિક છોડ જોવા મળે છે. આ છોડના પાનનું રોજ ચોક્કસ માત્રામાં સેવન કરવામાં આવે તો વાઇરલ ઇન્ફેક્શનની સાથે સાતે અનેક રોગથી પણ બચી શકાય છે. જોકે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન લોકો પણ આયુર્વેદ પર ફરી વિશ્વાસ કરતાં થયાં છે. ઘરે ઘરે તુલસી, લિંબુ, હળદર અને સ્વાદાનુસાર મીઠાંનો ઉકાળો બનાવીને કોરોના સામે મહદઅંશે રક્ષણ મેળવ્યું હતું. જોકે, હવે લોકો તેનો દૈનિક ઉપયોગ પણ કરવા લાગ્યા છે. આ ઉપરાંત તુલસીનો છોડ પવિત્ર હોવાની સાથે અનેક રોગ અને દર્દમાં ખૂબ જ અસરકાર ક છે.

તુલસીનો અર્ક કફ-શરદી, વાઇરલ ઇન્ફેક્શન અને શ્વાસના રોગ, ચામડીના રોગમાં ગુણકારી માનવામાં આવે છે. અમદાવાદમાં રહેતા પ્રદિપ કે. શાહ તુલસીનો આવો જ અર્ક બનાવડાવીને વેચી રહ્યા છે. નવાઈની વાત છે કે, તેઓ નિવૃત્ત આરબીઆઈ ઓફિસર છે અને હવે તે પોતાની સેકન્ડ ઇનિંગ્સમાં અનેક રોગમાં ગુણકારી એવો તુલસીનો અર્ક બનાવડાવીને વેચી રહ્યા છે. મહત્ત્વનું છે કે, આ બિઝનેસ તેમના દીકરાએ શરૂ કર્યો હતો અને પ્રદિપભાઈ નિવૃત્ત થયાં પછી તેમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા અને આજે તે ઘરે બેઠાં-બેઠાં આ બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

પ્રદિપભાઈએ તેમની સેકન્ડ ઇનિંગ્સની જર્ની વિશે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, '' હું રિટાયર્ડ આરબીઆઈ ઓફિસર છું. મારો દીકરો નિસર્ગ પહેલાં આ બિઝનેસ સંભાળતો હતો. નિવૃત્ત થયા પછી હું પણ આ બિઝનેસમાં જોડાઈ ગયો છું. શરૂઆતમાં પંજાબની ક્રિષ્ના નામની એક કંપની ડાયાબિટીસવાળા માટે સ્ટિવિયા નામના ડ્રોપ્સ, ટેબલેટ અને પાઉડર બનાવે છે, તેનું અમે ગુજરાતમાં માર્કેટિંગ કરતાં હતાં.''

Tulsi Drop

પ્રદીપભાઈના દીકરા નિસર્ગે તુલસીનો અર્ક બનાવડાવાનું નક્કી કર્યું હતું
'' મારો દીકરો ઑટોમોબાઇલ માર્કેટિંગમાં હતો. તેને નેચરલ પ્રોડક્ટ તરફ પહેલાંથી જુકાવ હતો. જોકે, આ પહેલાં તેના કઝિન બ્રધરે સ્ટિવિયાનું ફાર્મિંગ શરૂ કર્યું હતું. અમે તેની સાથે વધુ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તે લોકો પ્રોડક્ટ બનાવતા હતા અને માર્કેટિંગ મારો દીકરો નિસર્ગ સંભાળતો હતો. આગળ જતાં-જતાં એવું લાગ્યું કે, આમાં વધું ડેવલપ કરવા જેવું છે. પછી તેના ધ્યાનમાં તુલસીના અર્કનું ધ્યાનમાં આવ્યું. નિસર્ગે વધુમાં તપાસ કરી અને તુલસીનો અર્ક બનાવડવાનું નક્કી કર્યું.''

''આ પછી વર્ષ 2015 અમે દરરોજ સવારે અમદાવાદના દરેક ગાર્ડન પર જતાં હતાં. ત્યાં જોગિંગ અને વોકિંગ માટે આવતાં લોકોને તુલસીનો અર્ક ફ્રીમાં ટેસ્ટ કરાવીને તેના ફાયદા સમજાવતા હતાં. આ ઉપરાંત ઓર્ગેનિક પ્રોડક્ટના મેળામાં અમે પહોંચીને ત્યાં આવતાં લોકોને પણ અમારી પ્રોડક્ટ તુલસીના અર્ક વિશે જણાવતાં હતાં. આ પછી અમને લોકોના સારા પ્રતિભાવ મળ્યા. આમ વર્ષ 2016માં અમે અમારી પોતાની નવી બ્રાન્ડ મારા દીકરાના નિસર્ગના નામે જ શરૂ કરવા પહેલાં તો નામ રજિસ્ટર્ડ કરાવ્યું અને પછી અમારી પ્રોડક્ટનું નામ 'નિસર્ગ તુલસી' રાખ્યું હતું.''

કઈ કઈ તુલસીનો અર્ક બનાવો છો?
પ્રદીપભાઈએ જણાવ્યું કે, ''આપણાં દેશમાં પાંચ પ્રકારની તુલસી જેવી કે, રામ, શ્યામ, નીંબુ, વન અને શુક્લના છોડ ઉગે છે, પણ ગુજરાતમાં માત્ર રામ અને શ્યામ તુલસી જ થાય છે. બાકીની ત્રણ તુલસી ઠંડા વાતાવરણમાં જ થાય છે. જેને લીધે અમે તુલસીનો અર્ક બહાર બનાવડાવીએ છીએ. આ તુલસી એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાઇરલ એન્ટી ફ્લુ અને એન્ટી બાયેટિક છે. અમે તુલસીનો અર્ક વધુમાં વધુ 30 mlની બોટલમાં આપતાં હતાં. આ પછી ગામડાંના લોકો માટે અમે 15 mlની બોટલમાં પણ તુલસીનો અર્ક આપવાનું શરૂ કર્યું છે. તુલસીના અર્કની 15 mlની બોટલ 120 રૂપિયાની છે અને 30 mlની બોટલની કિંમત 200 રૂપિયા છે. અમે આ તુલસીના અર્કની 5થી 7 હજાર બોટલ એક વર્ષે વેચીએ છીએ. અમે ઘરેથી જ તુલસીના અર્ક વેચીએ છીએ.''

Herbal Products Startup

મેકિંગ પ્રોસેસ શું હોય છે.
આ અંગે પ્રદીપભાઈએ જણાવ્યું કે, ''અર્ક બનાવવા માટે રામ તુલસી, શ્યામ તુલસી, નીંબુ તુલસી, વન તુલસી અને શુક્લ તુલસીનો ઉપયોગ થાય છે. અર્ક બનાવવા માટે તેને એકદમ રૉ ફોર્મેટમાં રહેતું હોય છે. એટલે આ તુલસીના પત્તાનું એક સાથે મિશ્રણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને હાઇ ટેમ્પરેચરે ઉકાળવામાં આવે છે. આ પછી તેની જે વરાળ હોય તેમાંથી આ અર્ક બને છે. આમ ચાર-પાંચ કલાકની પ્રોસેસ પછી અંતે તુલસીનો અર્ક બનીને તૈયાર થઈ જાય છે. આ પછી તેને બોટલમાં પેક કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે.''

તુલસીના અર્કથી કયાં-કયાં રોગમાં ફાયદા થાય છે.
તુલસીનો અર્ક અનેક રોગમાં રામબાણ છે. તુલસીના અર્કના સેવનથી પેટના રોગ, શરદી, કફ, શ્વાસના રોગ, ફેફસાના રોગ, હેરફોલ, સ્કીનની એલર્જી, આંખના રોગ, બ્લડ સુગર લેવક કરવામાં, કોલેસ્ટોલ લેવલ યોગ્ય રાખવામાં, ચામડીના રોગમાં ફાયદાકારક ગણાય છે.

જો તમે આ અંગે વધુ જાણવા ઇચ્છતા હોવ કે તુલસીનો અર્ક ખરીદવા ઈચ્છતા હોવ તો તેમને 9978982635 નંબર પર કૉલ કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ખેતરમાં વાડ તરીકે ઉગતા થોરના ફળમાંથી જસદણના યુવાને શોધ્યો ધંધો, શનિ-રવિ ફિંડલાનો રસ વેચી કમાય છે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe