કોઈપણ જાતના ફેન્સી ડાયટ વગર આદિત્ય અને ગાયત્રી શર્માએ કર્યું ગજબનું બૉડી ટ્રાન્સફોર્મેશન. આજે તેમની મહેનત અને ફિટનેસના કારણે તેઓ સ્વસ્થ તો બન્યાં જ છે, સાથે-સાથે ફેમસ પણ બની ગયાં.
આજકાલ માર્કેટમાં વધી રહેલ પ્લાસ્ટિકની અને ચાઈના રાખડીઓ પ્રદૂષણનું કારણ બને છે. આ પાંચ જગ્યાએથી તમે ગ્રામિણ મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ ખરીદી શકો છો.
વરસાદ તો પડી રહ્યો છે પરંતુ પાણી નદી-નાળાંમાં વહી જવાથી ચોમાસુ પૂરું થતાં જ પાણીની તંગી શરૂ થઈ જાય છે, આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર પણ સતત નીચું થઈ રહ્યું છે. આ બધાથી બચવા અહીં જણાવેલ રીતોથી બચાવો વરસાદના વહી જતા પાણીને.
સિંગલ યૂઝ પ્લાસ્ટિક આજ-કાલ આખી દુનિયા માટે માથાના દુખાવા સમાન બન્યું છે. તેનાથી પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જેનાથી બચવા આજકાલ ઈકો-બ્રિક્સ બહુ સારો ઉપાય બન્યો છે. અહીં જુઓ તમે ઘરે કેવી રીતે ઈકો બ્રિક્સ અને ઈકો બ્રિક્સની વસ્તુઓ બનાવી શકો છો, જેથી તમારા ઘરમાંથી નીકળતા કચરાને ઘટાડી શકાય.
શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડૉ.ગિરીશ અગ્રવાલ કહે છે કે શક્ય ત્રીજી લહર પર સૌથી અગત્યની બાબત સાવચેતી અને જાગૃતિ છે. નવું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે ચોક્કસપણે જીવલેણ છે, વાયરસમાં નિયમિત આનુવંશિક ફેરફારો થઈ રહ્યા છે, જેનાથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એકતરફ માર્કેટમાં પ્લાસ્ટિકની રાખડીઓ ઉભરાઈ રહી છે ત્યાં આ 'સીડ રાખડી' પર્યાવરણને બચાવવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. રક્ષાબંધન બાદ એ જ રાખડીમાંથી ફળ-ફૂલનો છોડ ખીલી ઊઠે એ કેટલી અદભુત વાત છે!
ગુજરાતના આ 'વનવાસી' ભાઈએ લુપ્ત થતી વનસ્પતિને બચાવવા શરૂ કરી બીજ બેન્ક, અત્યાર સુધીમાં 2500 કરતાં વધુ લોકોને સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે બીજ પહોંચાડી ચૂક્યા છે એ પણ એકદમ મફત. રજાના દિવસે જંગલમાં જાતે ફરીને ભેગાં કરે છે બીજ.
બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.
ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.