Powered by

Home નોકરી IOCL Recruitment 2020: ઈન્ડિયન ઑઇલમાં 56 પદ માટે ભરતી, મહિને 1,05,000 સુધીનો પગાર

IOCL Recruitment 2020: ઈન્ડિયન ઑઇલમાં 56 પદ માટે ભરતી, મહિને 1,05,000 સુધીનો પગાર

ઈન્ડિયન ઑઇલ કંપનીની પાનીપત રિફાઇનરીઝ ડિવીઝનમાં થવાની છે ભરતી!

By Nisha Jansari
New Update
IOCL Job recruitment

IOCL Job recruitment

ઈન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) એ પાનીપત રિફાઇનરીઝ ડિવીઝનમાં જૂનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (JEA) / જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જૂનિયર ક્વૉલિટી કંટ્રોલ એનાલિસ્ટોનાં પદ માટે જાહેરાત બહાર પાડી છે.

અરજીની પ્રક્રિયા 12 ઓક્ટોબર 2020 થી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને પાત્ર ઉમેદવારો ઑફિશિયલ વેબસાઇટ, પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર, 2020 છે. આ ભરતીમાં કુલ 56 પદ માટે જગ્યા છે અને ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ પદો માટે કરી શકો છો અરજી

  1. જૂનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ - IV (પ્રોડક્શન): 49 પદ
    શૈક્ષણિક યોગ્યતા:
    પેટ્રોરિફાઈનરી અને કેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કે પછી મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં બીએસસી અને સંબંધિત ક્ષેત્રમાં લગભગ એક વર્ષ સુધી કામનો અનુભવ.

વય મર્યાદા: 18 થી 26 વર્ષ

  1. જૂનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV મેક-ફિટર-કમ-રિગર / જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ-IV : 3 પદ
    શૈક્ષણિક યોગ્યતા:
    મિકેનિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અને સંબંધિત ક્ષેત્રમાં લગભગ 1 વર્ષ સુધી કામ કર્યાનો અનુભવ

વય મર્યાદા: 18 થી 26 વર્ષ

Apply for jobs in Indian Oil
ઈન્ડિયન ઑઇલ કંપનીમાં નોકરી માટે અરજી કરો

  1. જૂનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV ઈંસ્ટ્રૂમેન્ટેશન / જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ-IV : 3 પદ
    શૈક્ષણિક યોગ્યતા:
    ઈંસ્ટ્રૂમેન્ટેશન/ઈંસ્ટ્રૂમેન્ટેશન અને ઈલેક્ટ્રોનિક્સ/ઈન્સ્ટ્રૂમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અને સંબંધિત ક્ષેત્રમાં લગભગ એક વર્ષ કામ કરવાનો અનુભવ

વય મર્યાદા: 18 થી 26 વર્ષ

  1. જૂનિયર ક્વૉલિટી કંટ્રોલ-IV એનાલિસ્ટ : 1 પદ
    શૈક્ષણિક યોગ્યતા:
    મેથ્સ, ફિજિક્સ, કેમેસ્ટ્રી/ઈન્ડસ્ટ્રિયલ કેમેસ્ટ્રીમાં બીએસસી અને સંબંધિત ક્ષેત્રમાં લગભગ એક વર્ષ કામનો અનુભવ

વય મર્યાદા: 18 થી 26 વર્ષ

આ પદો પર પસંદ થનાર ઉમેદવારો માટે પગાર 25,000 રૂપિયાથી 1,05,000 રૂપિયા પ્રતિ મહિના સુધીનો રહેશે.

આ તારીખો રાખો ધ્યાનમાં:

  • ઑનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 12 ઓક્ટોબર, 2020
  • ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 7 નવેમ્બર, 2020 (સાંજે 5 વાગ્યા સુધી)
  • ડોક્યૂમેન્ટ્સ સાથે અરજીની હાર્ડ કૉપી જમા કરવાની છેલ્લી તારીખ: 28 નવેમ્બર, 2020
  • લેખિત પરીક્ષાની તારીખ: 29 નવેમ્બર, 2020
  • લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થવાની તારીખ: 18 ડિસેમ્બર, 2020
Jobs in IOCL Panipat
ઈન્ડિયન ઑઇલ કંપનીની પાનીપત રિફાઇનરીઝમાં ભરતી

ઑનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો! https://www.iocrefrecruit.in/iocrefrecruit/regis_guid.aspx?adv=82

ઑનલાઇન અરજી પૂર્ણ કર્યા બાદ ઉમેદવારે ફોર્મની પ્રીન્ટ કાઢી, બધાં જ જરૂરી ડૉક્યૂમેન્ટ્સની સેલ્ફ-અટેસ્ટ કૉપી સ્કેન કરી [email protected] પર ઈમેલ કરવાનો રહેશે, આ પ્રિન્ટ અને બધા જ ડૉક્યૂમેન્ટ્સ પોસ્ટમાં મોકલવાના પણ રહેશે.

28 નવેમ્બર, 2020 સુધી આ અરજી પહોંચી જવી જોઇએ. આ સરનામા પર પોસ્ટ મોકલવી:

Post Box No. 128, Panipat Head Post Office, Panipat, Haryana - 132103

ઉમેદવારોને ખાસ વિનંતિ છે કે, આ અરજી કરતાં પહેલાં આ આખી જાહેરાત ચોક્કસથી વાંચી લે:
https://static-cdn.publive.online/gujarati-betterindia/media/pdf_files/downloadIOC_Panipat_Refineries_Division_Emplyment_News_English_Final.pdf

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: પાર્કિંગ શેડમાં મશરુમ ઉગાડીને બે લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતની આ એન્જિનિયર!