Powered by

Home સસ્ટેનેબલ ઉજવો પર્યાવરણ પ્રિય દિવાળી, મિત્રોને પ્લાસ્ટિકમાં નહીં, કેળના પાનમાં આપો ભેટ, લાગશે આકર્ષક

ઉજવો પર્યાવરણ પ્રિય દિવાળી, મિત્રોને પ્લાસ્ટિકમાં નહીં, કેળના પાનમાં આપો ભેટ, લાગશે આકર્ષક

જો દર વખતની જેમ જ તમે દિવાળી ઉજવાતા હોય તો આ દિવાળી પ્રકૃતિ સાથે કેમ ન ઉજવાય. જો તમે પહેલેથી જ ગિફ્ટ રેપિંગની ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી રીતો શોધી રહ્યાં છો, તો અમારી પાસે તમારા માટે એક સરસ ઉપાય છે.

By Kishan Dave
New Update
Eco Friendly Gift Wrapping

Eco Friendly Gift Wrapping

દેશભરમાં લોકોએ દિવાળીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પછી ભલે તે સફાઈનું કામ હોય, પેઈન્ટિંગનું કામ હોય કે ગિફ્ટ ખરીદવાનું. કોને કઈ ભેટ આપવી, કેટલી મીઠાઈઓ બનાવવી, મોટાભાગના ઘરોમાં આ બધી વસ્તુઓ અગાઉથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે ભેટની આપ-લે થઈ રહી છે ત્યારે ભેટને વીંટાળવા માટે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને કાગળના રેપરનો જ ઉપયોગ થશે.

આપણે બધા પ્લાસ્ટિકના નુકસાન વિશે જાણીએ જ છીએ અને કાગળ માટે વૃક્ષો કાપવામાં આવે છે તે પણ, તો આ વખતે કંઈક અલગ કેમ ન કરીએ. આ દિવાળી પ્રકૃતિ સાથે કેમ ન ઉજવાય! પહેલા કહ્યું તેમજ જો ખરેખર તમે પહેલેથી જ ગિફ્ટ રેપિંગની કોઈ ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી રીતો શોધી રહ્યાં છો, તો અમારી પાસે તમારા માટે એક શ્રેષ્ઠ ઉકેલ છે જે છે કેળાના પાન.

કેળાના પાંદડા 100% પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ હોય છે. ઉપરાંત, જો તેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે તો પણ તે જમીનમાં સરળતાથી કોહવાઈ પણ જાય છે. કેળાના પાન સરળતાથી ઉપલબ્ધ છે અને સસ્તા પણ છે. આનો ઉપયોગ કરીને, તમે જે ભેટ પેક કરશો તે પણ એકદમ અલગ દેખાશે અને તમારા આ પ્રકારની પહેલની ચોક્કસપણે અન્ય લોકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવશે.

આમ આ રીતે સરળ પગલાંઓ અનુસરીને તમે આ દિવાળી પ્રકૃતિમય રીતે ઉજવો:

તમે જે ભેટ પેક કરવા માંગો છો તેના કદના આધારે કેળાનું પાન પસંદ કરો.

ભેટને કેળાના પાનની મધ્યમાં મૂકો.

કેળાના પાનનો ઉપયોગ કરીને ભેટને પેક કરો.

તમે તેને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરી શકો છો. જો જરૂરી હોય તો, કેળાના પાનની બાજુઓને ફોલ્ડ કરી શકાય છે અથવા તમે તેને જેમ છે તેમ છોડી શકો છો.

જો તમે પેકેજની સજાવટ કરવા માંગો છો, તો તમે તમારી આસપાસની કોઈપણ સુશોભન માટે યોગ્ય તેવી કુદરતી વસ્તુઓ શોધી તેનો ઉપયોગ કરી શકો છો. તમે પેકેજને સુશોભિત કરવા માટે ફૂલો અથવા બેરીનો પણ ઉપયોગ કરી શકો છો.

જો તમે તમારી ભેટોને પેક કરવાની અન્ય આ પ્રકારની જ જૈવિક તેમજ ટકાઉ રીતો વિશે જાણો છો, તો અમને ચોક્કસ લખો.

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:કલમખુશ: 80 વર્ષોથી કપડાંની કતરણમાંથી બનાવે છે હેંડમેડ પેપર, ગાંધીજીનો હતો વિચાર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.