Nikunj Vasoya doing cooking show from farm
રસોઈનો શોખ મહિલાઓને જ હોય તેવું નથી, પુરૂષોને પણ હોય છે. આવું જ એક ઉદાહરણ અમે લાવ્યા છીએ તમારા માટે. ગુજરાતના જામનગર જિલ્લા નાનકડા ગામ ખિજડિયાના નિકુંજ વસોયાને નાની ઉંમરથી જ રસોઇ બનાવવાનો શોખ હતો. તેઓ રસોઇમાં હંમેશાં તેમની મમ્મીની મદદ કરતા.
નિકુંજ મૂળ ખેડૂત પરિવારના છે અને તેઓ મુખ્યત્વે કપાસની ખેતી કરે છે. ગત દિવસોને યાદ કરતાં નિકુંજ જણાવે છે, "તે બહુ સંઘર્ષનો સમય હતો. આખા દિવસની મહેનત બાદ પણ આઠ સભ્યોના પરિવાર માટે ગરમ રસોઇ જોઇએ."
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નિકુંજ જણાવે છે કે, "ગરીબ પરિવારમાં મોટા થયા, બધી જ સ્થિતિ જોતાં મને એ તો સમજાઈ જ ગયું હતું કે, ગરીબ હોય કે અમીર, એક વસ્તુ બધાંને ખુશ કરી શકે છે અને તે છે સારું ભોજન."
તેમનો રસોઇનો શોખ બહુ જલદી જુસ્સામાં બદલાઇ ગયો. નિકુંજ 15 વર્ષના થયા ત્યાં તો, પરિવાર માટે ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. તેમને પ્રિયજનો માટે ભોજન બનાવવામાં બહુ ખુશી મળતી, સૌથી વધારે ખુશ ત્યારે થતા જ્યારે, તેમના ભોજનનાં લોકો વખાણ કરતા.
/gujarati-betterindia/media/post_attachments/2020/09/Aloo-Palak-Recipe.jpg)
અત્યારે નિકુંજ એક અલગ જ રસ્તે ચાલી રહ્યા છે. પોતાના રસોઇના શોખને આગળ વધારતાં તેમણે એક યૂટ્યૂબ ચેનલ 'ફૂડઑન' ટીવી શરૂ કરી છે, જેમાં ઑથેન્ટિક ગુજરાતી વાનગીઓ બનાવવામાં આવે છે.
આ સિવાય નિકુંજે Street Food & Travel TV યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી, જેના અત્યારે લગભગ 3.4 લાખ સબ્સક્રાઇબર્સ છે અને દુનિયાભરમાં લાખો લોકો તેમનાં સરળ અને સ્વાદિષ્ટ વ્યંજનોના દિવાના છે. નિકુંજ જણાવે છે કે, બાળપણથી જ તેમને રસોઇ શો ચલાવવાનો સપનું હતું. પરંતુ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું તેની ખબર નહોંતી. વધુમાં જણાવે છે કે, "એક દિવસ વિચાર આવ્યો કે, એક યૂટ્યૂબ ચેનલ શરૂ કરીએ અને પછી 2013 માં જ્યારે હું કંપની સેક્રેટરીશિપ કોર્સના અંતિમ વર્ષમાં હતો, ત્યારે જ આખુ જીવન રસોઇ કળા પાછળ સમર્પિત કરવાનું નક્કી કર્યું."
ધીરે-ધીરે બેઝિક કેમેરાના મદદથી વિડીયો બનાવવાના શરૂ કર્યા. નિકુંજ જણાવે છે કે, બસ અહીંથી જ સફર શરૂ થઈ ગઈ. અત્યારે ફૂડઑન ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામની તેમની કંપની છે, જેના અંતર્ગત આઠ મોટાં મીડિયા સાહસો અને સાથે-સાથે musically and Facebook જેવાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મો સાથે પણ કામ કર્યું છે.
/gujarati-betterindia/media/post_attachments/2020/09/Best-Ever-Cooking-Show-with-Nikunj-Vasoya-Copy-1152x648-1-2.jpg)
હા જોકે, 50 હજાર કરતાં વધારે સબ્સક્રાઇબર અને લાખો વ્યૂ મેળવવાની સફર એક રાતમાં પૂરી નથી થઈ.
આ અંગે નિકુંજ જણાવે છે, "મેં બહુ મોટાં સપનાં તો નહોંતાં જોયાં અને અહીં સુધી પહોંચવામાં મને લગભગ દોઢ વર્ષ થઈ ગયાં. શરૂઆત બહુ નાનાથી કરી હતી, પરંતુ હિંમત રાખી અને કામ કરવાનું ચાલું જ રાખ્યું."
પોતાની ખુશી વ્યક્ત કરતાં નિકુંજ જણાવે છે કે, "લોકોએ મારી કળાનાં વખાણ કર્યાં અને તેને ગમાડી. હું આજે જે મુકામે છું તેનાથી બહુ ખુશ છું. મારા જીવનનું ધ્યેય રસોઇ બનાવી લોકોને ખુશ કરવાનું હતું, અને તેનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે દુનિયાભરમાંથી સારી પ્રતિક્રિયાઓ મળવાની શરૂ થઈ."
/gujarati-betterindia/media/post_attachments/2020/09/Beans-Curry-Salad-and-Roti-Recipe.jpg)
રસપ્રદ વાત એ છે કે, નિકુંજે એમ પણ જણાવ્યું કે, કદાચ તેઓ ગુજરાતના પહેલા પુરૂષ શેફ છે, જેમણે ઈન્ટરનેટ પર એક રસોઇ ચેનલ શરૂ કરી હોય. તેઓ જણાવે છે, "જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કોઇ પુરૂષ આ કામ કરતા નહોંતા, જોકે એક ગુજરાતી મહિલા તેની રસોઇ કળાની ચેનલથી પહેલાંથી જ ફેમસ હતી, પરંતુ તે અમેરિકામાં રહેતી હતી." શરૂઆતમાં નિકુંજને વિડીયોની ટેક્નિક્સ શીખવી પડી અને ચેનલને એકલા હાથે સંભાળવી પડી.
તેઓ જણાવે છે, "મારે બહુ જાત મહેનતે કરવું પડ્યું, કારણકે મારા ઘરમાં કોઇ ભણેલું નહોંતું અને તેઓ તકનીક સંબંધીત બાબતો સમજી શકતા નહોંતા. પરંતુ તેઓ હંમેશાં તેમનાથી શક્ય એટલી મદદ કરતા. વિડીયોમાં દેખાય છે એમજ, હું મારી રસોઇને મારી માંને ચાખવા આપું છું અને પૂછું છું કે, કેવું બન્યું છે."
રસોઇ બનાવવાના આ જુસ્સાનો શ્રેય નુકુંજ તેમની માતાને આપે છે. તેમણે તેમનું જીવન પાક કળાને સમર્પિત કરી દીધું છે. અમે ઇચ્છીએ છીએ કે, નિકુંજ હજી વધારે સફળતાનાં શિખર પાર કરતા રહે અને આશા રાખીએ છીએ કે, તેમની આ વાતથી ઘણા લોકોને પ્રેરણા મળશે.
મૂળ લેખ : લક્ષ્મી પ્રિયા એસ.
આ પણ વાંચો: ગુજરાતી ખેડૂતના દીકરાએ પોતાના જ ખેતરમાં શરૂ કર્યો રસોઇ શો, બની ગયો ફેમસ
Follow Us