/gujarati-betterindia/media/post_attachments/2021/11/Track-Your-Bus-1.jpg)
Rapid Go Bus
અત્યારે ઘણા લોકો બસ મોડી પડવી કે બસ ના મેળવી તે બધી બાબતોથી મૂંઝાયેલા હોય છે અને તે માટે તેઓ ફક્ત જે તે બસ સ્ટેશન પરની પૂછપરછની બારી પર આધાર રાખી બેઠા હોય છે જેમાં ઘણી વાર આપણે બસ ચુકી જઈએ છીએ અથવા આપણા ઘણા કલાકો વેડફાઈ જાય છે.
આજે ધ બેટર ઇન્ડિયા તમને આ બાબતે એક વ્યવસ્થિત અને સચોટ ઉકેલ આપી રહ્યો છે કે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા પહેલા કઈ બસ કેટલે પહોંચી તે ઓનલાઇન કંઈ રીતે જાણવું.
આ માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે રેપિડ ગો (RapidGo). આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર મળી રહેશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને તેમાં બે વિકલ્પ દેખાશે તેમાંથી એક નજીકનું કોઈ બસ સ્ટેશન શોધવા માટેનો વિકલ્પ હશે અને બીજો વિકલ્પ જે તે બસ શોધવા માટેનો હશે અને તમારે આ બસ શોધવા માટેના વિકલ્પ પર જ ટીક કરવાનું રહેશે.
/gujarati-betterindia/media/post_attachments/2021/11/Track-Your-Bus-2-1024x580.jpg)
એક વખત સર્ચ બસ પર ટીક કર્યા પછી તમારી સામે એક દ્રશ્ય આવશે કે જેમાં થોડી માહિતી માંગી હશે જેમકે તમારે ક્યાંથી ક્યાં મુસાફરી કરવી છે. તે માહિતી ઉમેર્યા પછી આગળ તમારા માટે ઉપલબ્ધ વિવિધ બસોનું ટાઈમ ટેબલ ખુલી જશે.
આ ટાઈમ ટેબલ પ્રમાણે જે બસો હવે મુકવાની હશે તેની નીચે SCHEDULE લખેલું હશે અને જે બસો પહેલાથી જ ઉપાડી ગઈ હશે તો તેના નીચે RUNNING લખેલું બતાવશે. આ RUNNING લખેલ બસ પર ટીક કરતા તમને તાત્કાલિક ખબર પડી જશે કે તમારે જે બસમાં જવું છે તે અત્યારે કેટલે પહોંચી છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/11/Track-Your-Bus-3-1024x580.jpg)
આમ હવે આડેધડ મુસાફરી ના કરતા ટેક્નોલોજીના વિધિવત ઉપયોગ દ્વારા તમે જાણી શકશો કે તમારી બસ આખરે પહોંચી ક્યાં છે અને તમારા સ્ટેશન સુધી પહોંચતાં તેને કેટલી વાર લાગશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:નવા વર્ષની રજાઓમાં સસ્તામાં ફરો ગુજરાત, IRCTC આપે છે ખાસ પેકેજ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.