Powered by

Home જાણવા જેવું છત ઉપર કેળાં ઉગાડવા છે સરળ, બસ ધ્યાનમાં રાખો આ રીત

છત ઉપર કેળાં ઉગાડવા છે સરળ, બસ ધ્યાનમાં રાખો આ રીત

જમીન ઉપર ઉગતા કેળા આ સરળ રીતથી છત ઉપર કુંડામાં પણ ઉગી શકે છે

By Nisha Jansari
New Update
Grow Banana

Grow Banana

કેળામાં ગ્લુકોઝ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે, જેના કારણે તે આપણા શરીરમાં લોહી બનાવવામાં અને તેને શુદ્ધ રાખવામાં પણ ખૂબ ફાયદાકારક છે. કેળા હૃદય રોગ, સંધિવા, હાઈ બ્લડ પ્રેશર, અલ્સર, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ અને કિડનીની સમસ્યાઓમાં પણ કારગર છે.

પોતાના સ્વાદ અને ઔષધીય ગુણધર્મોને કારણે કેળાની ખેતી ભારતના દરેક ભાગમાં વર્ષ દરમિયાન કરવામાં આવે છે. કેળાનાં અનેક પ્રકારના ઉત્પાદનો જેવાકે, કેળાની ચિપ્સ, જામ, જેલી, જ્યૂસ વગેરે બનાવવામાં આવે છે. કેળાએ મૂળરૂપે જમીન પર ઉગાડવામાં આવેલો પાક છે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે કેવી રીતે પોટ્સ વગેરેમાં કેળા ઉગાડી શકો છો.

કર્ણાટકના બેંગલુરુમાં ટેરેસ ગાર્ડનિંગ કરનારા 63 વર્ષીય રાજા રાજેશ્વરી જણાવે છે કે આપણે કેવી રીતે ટેરેસ પર કેળાની ખેતી કરી શકીએ.

Rajeshwari
Rajeshwari

રાજેશ્વરીએ બેટર ઈન્ડિયાને કહ્યું, “કેળા ઘણા ગુણોથી સંપન્ન છે અને તેનો ઉપયોગ શાક બનાવવાથી લઈને તેમજ ફળ તરીકે થાય છે. આપણે તેના ફૂલોમાંથી ચટણી પણ બનાવીએ છીએ. તો, તેના પાંદડાનો ઉપયોગ ભોજન પીરસવામાં થાય છે. આ રીતે, કેળાનો છોડ તમારા ઘણા કામમાં આવે છે.”

છત પર કેવી રીતે કરશો કેળાની બાગાયતી

રાજેશ્વરી સમજાવે છે, "કેળાની ખેતી વર્ષો સુધી કરી શકાય છે, પરંતુ વરસાદની મોસમ તેના માટે સૌથી સારી છે. કારણ કે, તેમાં ઘણું પાણીની જરૂર પડે છે.”

"તેણી આગળ જણાવે છે,"કેળાને બીજમાંથી તૈયાર કરવા સૌથી કઠિન છે અને મૂળથી તૈયાર કરવા બહુજ સરળ હોય છે. બીજમાંથી તૈયાર કરવું કેળવું સૌથી મુશ્કેલ છે અને મૂળમાંથી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. કેળાના નાના છોડ બજારમાં સરળતાથી મળી રહે છે. તેને ખરીદીને લાવો અને તેને મોટા ડ્રમ અથવા ગ્રોઈંગ બેગમાં લગાવી દો."

છોડને લગાવતી વખતે કંઈ વાતનું ધ્યાન રાખશો

રાજેશ્વરી જણાવે છે કે, કેળાના છોડનું વાવેતર કરતી વખતે તેની મૂળને જમીનમાં ઓછામાં ઓછું એક ફૂટ અંદર રાખો. તેનાંથી મૂળને ઉગવામાં મદદ મળશે.

તે કહે છે, "તમારી છત પર કેળા ઉગાડવા માટે 70 ટકા માટીની સાથે,30 ટકા વર્મી કંપોસ્ટ અથવા ગાયના છાણનો ઉપયોગ કરો. ખાતર બનાવતી વખતે લીમડાનું તેલ અથવા પાવડરનો ઉપયોગ કરવો વધુ સારું છે. તેનાંથી છોડને સરળતાથી વિકસવામાં મદદ મળે છે."

કેવી રીતે જાળવશો

રાજેશ્વરી જણાવે છે કે, છત પર કેળા ઉગાડવા માટે વધારે સંભાળ લેવાની જરૂર નથી. બસ ધ્યાનમાં રાખો કે તેની માટી ક્યારેય સુકાય નહી. તેનાં પાંદડાને જીવાતોથી બચાવવા માટે જરૂર પડે તો દર મહિને લીમડાનું તેલ અથવા હળદરનો સ્પ્રે કરી શકો છો. તેનાંથી છોડ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

આ ઉપરાંત, છોડ થોડો મોટો થાય, તો તેને કોઈપણ લાકડી અથવા ડંડાનો સપોર્ટ પણ આપો. જેથી છોડ તીવ્ર પવનમાં પણ સલામત રહે.

Grow Banana
Grow Banana

કેટલા સમયમાં તૈયાર થાય છે છોડ

રાજેશ્વરી જણાવે છે, "છોડ લગાવ્યાના એક મહિના બાદ તે પોતાને સસ્ટેન કરવાને લાયક થઈ જાય છે અને તેમાં નવા પાંદડાઓ આવવાનું શરૂ થાય છે. આ રીતે, કેળાના છોડમાં આઠથી નવ મહિનામાં ફળો આવવાનું શરૂ થાય છે. આ સમય દરમિયાન, ધ્યાનમાં રાખો કે ડ્રમમાં છોડના મૂળમાંથી કોઈ અન્ય છોડ તૈયાર થઈ રહ્યો ન હોય. તેનાંથી તમારા મૂળ છોડમાં ફળ આવવામાં મુશ્કેલ થાય છે."

કંઈ-કંઈ વસ્તુઓની જરૂર હોય છે

· મોટું ડ્રમ અથવા ગ્રોઈંગ બેગ

· સપોર્ટ માટે લાકડી અથવા વાંસ

· લોમ માટી

· વર્મી કંપોસ્ટ અથવા ગોબર ખાતર

શું કરવું

· માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ સુનિશ્ચિત કરો.

· દર મહિને લીમડાનું તેલ અને હળદરનો સ્પ્રે કરો. તે જંતુનાશકોથી બચાવશે.

· નિયમિતરૂપે માટીનું ખોદકામ કરતા રહો

શું ન કરવું

· ડ્રમમાં પાણી એકઠું થવા ન દો. છોડને ઓછા હવાની અવરજવરવાળી જગ્યાએ ન રાખો.

· રેતાળ અને ખૂબ જ ચીકણી માટીનો ઉપયોગ કરશો નહીં

· ડ્રમમાં બીજા છોડને વધવા ન દેશો.

તો તમે કંઈ વાતની રાહ જુઓ છો, તમારા ટેરેસ પર કેળાના છોડ રોપવાનું શરૂ કરો અને તમારા ટેરેસ ગાર્ડનને આ સુંદર ફળદાર છોડને સુંદર બનાવો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો:તળાવમાં ઉગતા શિંગોડાને તમે ઘરના ધાબામાં પણ રીતે ઉગાડી શકો છો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.