જો તમે ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય, તો આ રહ્યો દેશી જુગાડ

જો તમે ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય, તો આ રહ્યો દેશી જુગાડ

Farmer

Farmer

હરિયાણાના ભિવાનીમાં ઢાણી માહુના રહેવાસી, સુમેર સિંઘ એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લાં છ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહેલા સુમેર સિંઘ સારું ખાઈ રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ બીજા ખેડૂતોને પ્રેરણા પણ આપી રહ્યા છે. દરેક વખતે પોતાના ખેતરોમાં નવા-નવા પ્રયોગ કરનારા સુમેર સિંહ પોતાને 'બાવલા જાટ' કહે છે અને તેમનો એકમાત્ર ઉદ્દેશ વધુને વધુ લોકોને સજીવ ખેતી અને ખોરાક સાથે જોડવાનો છે.

સુમેરસિંહે 1999થી ખેતી શરૂ કરી હતી. અન્ય ખેડૂતોની જેમ સુમેરસિંહે અગાઉ પણ ખેતરોમાં રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, “મેં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પહેલાં, જ્યારે અમે કપાસની ખેતી કરતા હતા, ત્યારે દવાઓનો ખેતરોમાં છંટકાવ કરવો પડતો હતો. દવાને લીધે ખેતરને તો નુકસાન થતુ જ હતી, પરંતુ અમને પણ મુશ્કેલી પડતી હતી. પાછળથી મને જૈવિક ખેતી કરતા કેટલાક ખેડૂતોનું માર્ગદર્શન અને ટેકો મળ્યો. આપણા વિસ્તારની જમીન ખૂબ સારી નથી અને પાણીની સમસ્યા પણ રહે છે. પરંતુ તેમ છતા મે સજીવ ખેતીની શરૂઆત કરી."

સુમેર સિંહ જ્યારે પોતાની14 એકર જમીનમાં સજીવ રીતે ઘઉં,ચણા,તેલીબિયા અને સરસવની ખેતી કરી રહ્યા છે. આ વખતે તેમણે સજીવ મલ્ચિંગથી પોતાની એક એકર જમીન પર ડુંગળીની ખેતીની શરૂઆત કરી છે.

Farmer

સજીવ રીતે ડુંગળીની ખેતી કેવી રીતે કરવી
સુમેરસિંહે જણાવ્યું હતું કે તેમણે પહેલા ડુંગળીની ખેતી માટે તેની એક એકર જમીન પર બેડ તૈયાર કર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં ડુંગળીનું વાવેતર થયું હતું. વાવણી પછી ચાર-પાંચ દિવસ પછી, તેણે મલ્ચિંગ કર્યુ. પરંતુ મલ્ચિંગ માટે તેમણે એક અલગ રીત અપનાવી. આ અંગે તેમણે કહ્યું કે, “સામાન્ય રીતે લોકો મલ્ચિંગ માટે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરે છે. પરંતુ મે કુદરતી રીત અપનાવી. મેં આ માટે પરાલી ખરીદી અને તેને નાના નાના ટુકડાઓમાં કાપી. આ ટુકડાઓથી, મેં ડુંગળીનું મલ્ચિંગ કર્યુ."

પરાલીની મલ્ચિંગના કારણે, માટીમાં સારો ભેજ જળવાઈ રહે છે અને આ માટે તેમણે પાક માટે કરેલા 'ગૌઅમૃતમ બેક્ટેરિયા કલ્ચર' નાંખ્યુ હતુ, તેણે પણ સારી રીતે કામ કર્યુ. તે કહે છેકે પરાલીનાં મલ્ચિંગથી ખેતરોમાં ભેજ લાંબા સમય સુધી રહ્યો અને આ કારણે, તેમણે સિંચાઈ પણ ઓછી કરવી પડી હતી. તેમણે લગભગ બે-ત્રણ અઠવાડિયા પહેલા પોતાના ડુંગળીના પાકની લણણી શરૂ કરી દીધી છે.

એક એકરમાંથી તેમને લગભગ 80 ક્વિન્ટલ ડુંગળીનું ઉત્પાદન મળ્યું છે. તે કહે છે, “એક એકરમાં મલ્ચિંગ કરવા માટે, લગભગ પાંચ એકરની પરાલી પુરતી છે. એટલા માટે જ ખેડુતોએ પરાલીને બાળવી જોઈએ નહી પરંતુ તેનો પોતાના ખેતરોમાં જ પ્રયોગ કરવો જોઈએ."

ડુંગળી સ્ટોર કરવાની અનોખી રીત
ડુંગળી સ્ટોર કરવાની સુમેર સિંઘ એક અનોખી અને અફોર્ડેબલ રીત કાઢી છે. તેમણે ખેતરમાં બનેલાં શેડમાં ડુંગળીને કેળાની જેમ કપડાના દોરડાથી બાંધીને લટકાવી દીધી છે. તેઓ કહે છેકે,“જ્યારે ડુંગળીને કોથળામાં ભરીને રાખવામાં આવે છે, ત્યારે ઘણી ડુંગળીઓ નીચે દબાવા અને ગરમીને કારણે બગડી જાય છે. જો એક ડુંગળી પણ કોથળીમાં બગડે છે, તો અન્ય ડુંગળી પણ બગડે છે. પરંતુ અમે જે પદ્ધતિ અપનાવી છે, તેમાં ડુંગળી બગડવાની શક્યતા નહિવત છે. જો ડુંગળી ખરાબ થઈ જાય તો પણ તમે તમને ખબર પડી જશે અને તમે તેને આરામથી બહાર કાઢી શકશો."

Jugaad

સુમેરસિંહે પ્રથમ ડુંગળી લણ્યા પછી કેટલીક ડુંગળીને સાથે બાંધી અને પછી તેને શેડમાં દોરડા વડે લટકાવી દીધી. તે કહે છે, “તમારે તેને એવી રીતે જ લટકાવાની છે, જેવી રીતે દુકાનદાર કેળાને દુકાનમાં લટકાવે છે. આનાથી તે હવામાં રહેશે અને ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત રહેશે.” જો કે, આ વખતે તેણે પ્રયોગ તરીકે થોડા ક્વિન્ટલ ડુંગળી લટકાવી દીધી છે જેથી તે જોઈ શકે કે શું આ રીતે ડુંગળીને વર્ષ-દોઢ વર્ષ સુધી સાચવી શકાય કે નહીં?."

પંજાબના જૈવિક ખેડૂત અમૃત પાલ ધારીવાલ કહે છે, “સુમેર સિંહે જે રીતે ડુંગળીનો સંગ્રહ કર્યો છે, તેમાં ડુંગળી ત્રણ-ચાર મહિનાથી વધુ સમય સુધી સાચવી શકાય છે. પછી જેમ-જેમ ડુંગળી સૂકવવા લાગે, તમે તેની બહારની છાલ દૂર કરો અને પછી તેને લટકાવી દો. આ રીતે તમે તેને આખા વર્ષ દરમિયાન પણ રાખી શકો છો. સારી વાત એ છે કે તેઓએ તેમાં કોઈ રસાયણોનો ઉપયોગ કર્યો નથી."

જો આપણે માર્કેટિંગની વાત કરીએ, તો તેઓ કહે છે કે અત્યાર સુધીમાં તેણે લગભગ 25 ક્વિન્ટલ ડુંગળી વેચી છે, જે તે અગાઉ રૂ.25/કિલો પર વેચાઇ હતી હવે તે રૂ.35/કિલોના ભાવે વેચાઇ રહી છે. તેમનું કહેવું છે કે તેમની ડુંગળી વાવવાનો ખર્ચ 50-55 હજાર રૂપિયા હતો. અત્યાર સુધી ડુંગળીના વેચાણથી, તેમણે તેમનો ખર્ચ વસૂલ કર્યો છે અને હવે તે બહુ સારી કમાણી કરી રહ્યા છે.

તેમના ખેતરમાંથી નિયમિત ડુંગળી ખરીદનાર સુખ દર્શન કહે છે, “અમે છેલ્લા ઘણા સમયથી સુમેરજી પાસેથી શાકભાજી ખરીદી રહ્યા છીએ. આ વખતે તેમણે ડુંગળી વાવી, તેથી અમે તે પણ તેમની પાસેથી લઈએ. તેમની જૈવિક ડુંગળી અને બજારમાંથી ખરીદેલા ભાવમાં મોટો તફાવત છે. ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત, અમે તેને ખરીદી કર્યા પછી લાંબા સમય સુધી રાખવા માટે સક્ષમ છીએ."

સુમેર સિંઘ કહે છે, “ખેતીની તમામ પ્રવૃત્તિઓમાં જોખમ રહેલું છે, પછી તે સજીવ હોય કે કેમિકલ. પરંતુ આનો અર્થ એ નથી કે ખેડૂત ભાઈઓ, કોઈ નવો પ્રયોગ ન કરો અથવા આગળ વધશો નહીં. હું તમામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા અપીલ કરું છું.”

જો કોઈપણ ખેડૂત ભાઈ ઓર્ગેનિક રીતે ડુંગળી અને અન્ય પાકની વાવણી વિશે વધુ જાણવા માંગે છે, તો સુમેરસિંહનો 99916 34300 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe