સરકારી યોજનામાં મોટો ફેરફાર: આયુષ્માનમાં હવે ડેન્ગ્યુ, કેન્સર, બ્લેક ફંગસની સાથે સેક્સ ચેન્જનો પણ સમાવેશ

કેન્દ્ર સરકારની અત્યંતમહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારતમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 નવેમ્બરથી લાગુ થશે.

Ayushman Bharat Card

Ayushman Bharat Card

કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી એવી આયુષ્માન ભારત યોજનામાં તાજેતરમાં જ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ યોજનામાં લાભાર્થીઓને મળતા ફાયદાના પેકજના રેટમાં 20% થી લઈને 400% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત હવેથી કેન્સર, ડેન્ગ્યુ, બ્લેક ફંગસ સહિત બીજી ઘણી બીમારીઓના દર્દીઓ પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકશે. આ સાથે-સાથે સેક્સ ચેન્જ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ડિજિટલ હેલ્થ મિશન
ઇલેકટ્રોનિક માધ્યમથી દરેક  હોસ્પિટલ, દર્દીઓ, લેબ વેગેરેની માહિતી એક જ જંગ્યાએ સંચય કરાશે. હાલ ભારતમાં ટેલી મીડીસીનથી પણ સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવડાવવામાં આવે  છે અને તેમાં ઈ સંજીવની અંતર્ગત ઘણા દવાખાનાને એક જ છત નીચે લાવવામાં આવેલા છે. સાથે સાથે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દ્વારા પણ સ્વાસ્થ્ય માટે કામ કરવામાં આવે છે. જેમાં આરોગ્ય સેતુ, કોવીન પ્લેટફોર્મ, આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના વગેરેનો સમાવેશ થાય છે.

Ayushman Bharat Card

આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન
હેલ્થ આઈડી, હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી દ્વારા દેશના લોકોના સ્વાસ્થ્ય માટે લીધેલ એક પગલું જેનો ઉદ્દેશ એકીકૃત સ્વાસ્થ્ય સુવિધા એની વ્યવસ્થા તરફ જે ભારતના દરેક નાગરિક માટે લાગુ થશે ના કે ફક્ત વિશેષ ધર્મ, વર્ગ કે સમુદાય માટે.

વ્યવસ્થા નેશનલ હેલ્થ ઓથોરિટી કે જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નીચે કામ કરે છે તેના દ્વારા અમલમાં મુકાશે અને તેના દ્વારા જ દેખરેખ રાખવામાં આવશે. ‘SMILE’ યોજના દ્વારા આયુષ્માન ભારત અંતર્ગત હવે ટ્રાન્સજેન્ડર્સને પણ મેડિકલ કવર મળશે અને સેક્સ ચેન્જ જેવા ઓપરેશન માટે પણ આ વીમાનો ઉપયોગ કરી શકાશે. આ બધા જ ફેરફાર 1 નવેમ્બર,2021થી લાગુ થયેલ છે.

Ayushman-Bharat-Digital-Mission

આ યોજના અંતર્ગત એક પરિવાર એક વર્ષમાં 5 લાખ સુધીનો જ ઈલાજ કરાવી શકે છે. હોસ્પિટલમાં દાખલ થવાથી 3 દિવસ પહેલા અને 15 દિવસ પછીની સારવાર અને દવાઓ સામેલ છે. યોજના અંતર્ગત દેશની પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં સારવારની સુવિધાઓ મળે છે, જે આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલી છે.હાલ આયુષ્માન ભારતમાં 1669 પ્રકારનાં મેડિકલ પેકેજ સામેલ છે. જેમાં 1080 સર્જિકલ, 588 મેડિકલ અને 1 અન્ય પેકેજ છે.

આયુષ્માન ભારતનું લક્ષ્ય તમામને હેલ્થ કવરેજ ઉપલબ્ધ કરાવવાનું અને અંતરિયાળ વિસ્તારમાં નાગરિકોને મફત તથા સસ્તી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનું છે.

સંપાદન: નિશા જનસારી

સંદર્ભ: અધિકારીક વેબસાઈટ અને Drishti IAS

તસવીર સૌજન્ય: Ayushman Bharat - Health and Wellness Centre

આ પણ વાંચો: છોટાઉદેપુરની આ દુકાનને નથી દરવાજા, 24 કલાક રહે છે ખુલ્લી, ગ્રાહકો જાતે જ વસ્તુ લઈ ગલ્લામાં મૂકે છે પૈસા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe