Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

ભાઈ માટે અહીંથી મળશે 'સીડ રાખડી', રક્ષાબંધ બાદ ફેંકવી નહીં પડે, ખીલી ઉઠશે સુંદર છોડ

By Nisha Jansari

એકતરફ માર્કેટમાં પ્લાસ્ટિકની રાખડીઓ ઉભરાઈ રહી છે ત્યાં આ 'સીડ રાખડી' પર્યાવરણને બચાવવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. રક્ષાબંધન બાદ એ જ રાખડીમાંથી ફળ-ફૂલનો છોડ ખીલી ઊઠે એ કેટલી અદભુત વાત છે!

રાજકોટના પ્રકૃતિપ્રેમીએ શરૂ કરી ગુજરાતની પ્રથમ બીજ બેન્ક, 2500 લોકો સુધી પહોંચાડ્યાં 3.5 લાખ બીજ

By Nisha Jansari

ગુજરાતના આ 'વનવાસી' ભાઈએ લુપ્ત થતી વનસ્પતિને બચાવવા શરૂ કરી બીજ બેન્ક, અત્યાર સુધીમાં 2500 કરતાં વધુ લોકોને સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે બીજ પહોંચાડી ચૂક્યા છે એ પણ એકદમ મફત. રજાના દિવસે જંગલમાં જાતે ફરીને ભેગાં કરે છે બીજ.

છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ

By Nisha Jansari

બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.

અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ '0', 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી

By Nisha Jansari

અમદાવાદના થલતેજમાં રહેતા સોશિયલ વર્કર અમરીષ પટેલના ઘરમાં 8 એસી, 20 પંખા અને 3 ફ્રિજ સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો', તો આંગણ અને ધાબામાં કરી એટલી સરસ હરિયાળી કે, સવારે પ્રેમથી જગાડે છે પક્ષીઓ.

ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી 'સ્ટ્રીટ સ્કૂલ'

By Nisha Jansari

ઝૂંપડપટ્ટીનાં બાળકોને નિયમિત પૌષ્ટિક ભોજન આપવા જતા ત્યારે અહીં શિક્ષણની અછત જણાતાં શરૂ કરી સ્ટ્રીટ સ્કૂલ. આજે અહીં 85 બાળકો આવે છે. જેમને યોગ્ય શિક્ષણની સાથે-સાથે પૌષ્ટિક ભોજન અને દૂધ પણ આપવામાં આવે છે.

દર ચોમાસામાં 3-4 લાખ લિટર પાણી જમીનમાં ઉતારે છે ડેડિયાપાડાનો આ યુવાન, અને વાવે છે 2 લાખ ઝાડ

By Nisha Jansari

ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.

કેન્સર સર્વાઈવર પતિ-પત્નીનો લૉકડાઉનમાં કૂરિયર બિઝનેસ પડી ભાંગતાં ખાખરા બનાવી બન્યાં આત્મનિર્ભર

By Nisha Jansari

કૉલેજકાળમાં જ કેન્સર થયું, લગ્ન બાદ પતિ-પત્નીએ ઊભો કરેલ કૂરિયર બિઝનેસ લૉકડાઉનમાં પડી ભાગ્યો તો ખાખરા બનાવી બન્યાં આત્મનિર્ભર

લોટના થેલા અને ચાનાં પેકેટમાં વાવે છે છોડ, દર મહિને લાખો લોકોને યૂટ્યૂબ પર આપે છે ટ્રેનિંગ!

By Nisha Jansari

"એક સમયે મારા ઘરની સામે એક તળાવ હતું, જેમાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારબાદ મારા પિતાએ તેમાં માટી ભરી ત્યાં ફળવાળાં ઝાડ વાવ્યાં, ધીરે-ધીરે આ સીલસીલો વધતો ગયો. આજે અમે કેરી, જામફળ, દાડમ જેવાં ફળવાળાં ઝાડની સાથે-સાથે ગળો, કાલાબાંસા, થોર જેવા ઘણા ઔષધીય છોડની ખેતી પણ કરીએ છીએ." - અપ્રતી સોલંકી

ભારતીય મહિલાએ કતારમાં એકલાહાથે સાફ કર્યા 16 બીચ, દર શુક્રવારે નીકળી પડે છે માસ્ક અને ગ્લવ્સ પહેરી

By Nisha Jansari

શ્રેયાબેન દર શુક્રવારે માસ્ક અને ગ્લવ્સ પહેરી કતારમાં બીચની સફાઈ માટે નીકળી પડે છે. છેલ્લા 4 વર્ષથી 150 કરતાં વધારે બીચ ક્લિનિંગ અભિયાનમાં ભાગ લીધો છે, કોરોનાકાળમાં એકલાહાથે 16 કરતાં વધુ બીચ સાફ કર્યા. કચરામાંથી કરી બતાવે છે નવસર્જન

વરસાદ પહેલાં ઘરે જ સીડબૉલ બનાવી નાખો ખુલ્લી જગ્યાઓમાં, ખીલી ઊઠશે વનરાજી

By Nisha Jansari

અલગ-અલગ પ્રકારનાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજ ભેગાં કરી તમે ઘરે જ સરળતાથી સીડબૉલ બનાવી શકો છો. આ સીડબૉલને ઝાડી-ઝાંખરાં તેમજ ખુલ્લી જગ્યાઓ પર નાખવાથી ચોમાસામાં તેમાંથી અંકુર ફૂટશે અને વનરાજી ખીલી ઊઠશે. અહીં જાણો સીડબૉલ બનાવવાની રીત