એક સાથે 5 લાખ કરતાં વધુ મહિલાઓએ હાથ ધોઈ બનાવ્યો રેકોર્ડ, આપ્યો સ્વચ્છતાનો સંદેશ

એક સાથે 5 લાખ કરતાં વધુ મહિલાઓએ હાથ ધોઈ બનાવ્યો રેકોર્ડ, આપ્યો સ્વચ્છતાનો સંદેશ

એકજ સમયે 5 લાખ કરતાં વધુ મહિલાઓએ ધોયા હાથ, આપવામાં આવી ખાસ હાઇજીન કીટ

15 ઑક્ટોબરના રોજ આખી દુનિયા હેન્ડવૉશ દિવસ ઉજવી રહી છે ત્યાં, 2 ઑક્ટોબર, 2020 ગાંધી જયંતિના રોજ ગુજરાતના ખૂણે-ખૂણેની નારી શક્તિને ‘સ્વચ્છ ગુજરાત-સ્વચ્છ ગુજરાત’ નો મેસેજ આપ્યો છે. મહિલા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને શક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 5 લાખ કરતાં વધુ મહિલાઓએ હાથ ધોઇ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

Women wash their hands
મહિલાઓ માસ્ક પહેરીને આવી અને હાથ ધોયા

2 ઑક્ટોબરના રોજ એક સાથે 5,30,29 આંગળવાડીઓમાં 10-10 મહિલાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરી 5,30,293 મહિલાઓએ WHO ની ગાઇડલાઇન અનુસાર હેન્ડ વૉશ કરી ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં તેમનું યોગદાન આપ્યું. આ બધી જ મહિલાઓને શક્તિ ફાઉન્ડેશન દ્વારા માસ્ક, સાબુ અને સેનેટરી પેડની સાથે હાઇજીન કીટ પણ આપવામાં આવી. આ ઉપરાંત એક સર્ટિફિકેટ આપી ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં યોગદાન આપવા બદલ બિરદાવવામાં આવી.

Certificate given to women
સર્ટિફિકેટ આપી બિરદાવવામાં આવી મહિલાઓને

આ સમગ્ર અભિયાનને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ ઑનલાઇન નિહાળી અને મહિલાઓને અભિનંદન આપ્યા. 2 ઑક્ટોબરના રોજ સવારે 11 થી 12 દરમિયાન પોતાના વિસ્તારની આંગણવાડીમાં હાથ ધોયા.

CM Rupani also observed his program
મુખ્યમંત્રીશ્રીએ પણ નિહાળ્યો તેમનો કાર્યક્રમ

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં શક્તિ ફાઉન્ડેશનનાં ડૉં સોનલબેન રોચાણીએ કહ્યું, “બધી જ મહિલાઓને સાબુ, સેનેટરી પેડ્સ, માસ્ક અને એક હાઇજીન કીટ આપી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. સાથે-સાથે તેમને એક-એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ દિવસે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા. એક રેકોર્ડ સૌથી વધુ બહેનોના હાથ ધોવાનો અને બીજો સૌથી વધુ હાઇજીન કીટ વિતરણનો.”

World Record for Handwash
હેન્ડવૉશનો બની ગયો રેકોર્ડ

જોકે આ આખા અભિયાનનો હેતું કોઇ રેકોર્ડ બનાવવા માટે નહીં, પરંતુ લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાનો છે. આજના કોરોનાના સમયમાં વારંવાર હાથ ધોવા બહુ સુરક્ષિત ગણાય છે, ત્યાં આ રીતે લોકોને નવી પ્રેરણા આપવામાં આવી છે. સાથે-સાથે પછાત વિસ્તારો અને ગામડાંમાં મહિલાઓ હાઇજીન પ્રત્યે બહુ ઓછી સતર્ક હોય છે. ત્યાં તેમને સેનેટરી પેડ અને હાઇજીન કીટ આપી તેમને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું.

Hygiene Kit for women
મહિલાઓને સેનેટરી પેડ સાથે આપવામાં આવી હાઇજીન કીટ

આ અંગે વાત કરતાં શક્તિ ફાઉન્ડેશનનાં ડૉ. સોનલ રોચાણીને કહ્યું, “આપણા દેશમાં હજી સ્વચ્છતા અંગે પૂરતી જાગૃતિ નથી. તેમાં પણ ખાસ કરીને હાથ ધોવા બાબતે. એટલે જ અમે આ કાર્યક્રમનું આયોજન મહિલાઓને સાથે રાખીને કર્યું. બધી જ આંગળવાડીમાં 10-10 મહિલાઓને ભેગી કરીને હાથ ધોવાની સાચી રીત શીખવાડવામાં આવી અને  અને હવે તેઓ તેમનાં પરિવારજનો અને બાળકોને આ પદ્ધતી શીખવાડશે. આમ અમારો આ મેસેજ 25 લાખ લોકો સુધી પહોંચશે. આ બહેનો બીજી ઓછામાં ઓછી 10 લાખ મહિલાઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવી શકે છે. આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ લાંબા ગાળાનાં પરિણામો સાથે સંકળાયેલ છે.”

આ પણ વાંચો: રડતા બાળકની હૃદય ચીરતી કહાની સાંભળી આ યુવાને બનાવી સ્લમ સ્કૂલ, બદલી નાખ્યાં તેમનાં જીવન

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X