પેટ્રોલ માટે 100 રૂપિયા કિંમત શા માટે ચૂકવવી? આ ચાર સ્ટાર્ટઅપ તમારું વાહન ઇલેક્ટ્રીકમાં બદલવા મદદ કરશે

પેટ્રોલની કિંમતની ચિંતા છોડો, આ ચાર સ્ટાર્ટઅપની મદદથી તમારું વાહન ઇલેક્ટ્રીકમાં બદલો

Electric Vehicle

Electric Vehicle

દેશના અમુક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લીટરે 100 રૂપિયા ને પાર કે તેની નજીક પહોંચી ગયા છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે 80 રૂપિયાને પાર થઈ ગયા છે. ટીવી ચાલુ કરીને જોશો કે પછી સોશિયલ મીડિયા પર નજર કરશો તો ભાવ વધારા માટે રાજકીય પાર્ટીઓ એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળશે.

અમુક લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે કેન્દ્ર સરકાર તરફથી નાખવામાં આવેલી એક્સાઇઝ ડ્યૂટીને જવાબદાર માને છે. તો અમુક લોકો ભારત પોતાની જરૂરિયાનું 80 ટકા ક્રૂડ-ઓઇલ વિદેશથી આયાત કરે છે તેને ભાવ વધારા માટે જવાબદાર માને છે.

ભાવ વધારા માટે સરકાર પોતાના બચાવમાં એવી દલીલ રજુ કરી રહી છે કે ઓક્ટોબર 2020 પછી ક્રૂડ ઓઇલના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જોકે, બીજી તરફ એક સત્ય એ પણ છે કે ભૂતકાળમાં ક્રૂડ ઓઈલના ભાાવ આનાથી પણ વધારે હતા ત્યારે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત આટલા રેકોર્ડ સ્તર પર પહોંચી ન હતી. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ એટલા વધી ગયા છે કે આ બંને વસ્તુ સામાન્ય લોકોના ઘરના બજેટ બગાડી રહી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે આસમાને પહોંચી ગયા છે ત્યારે આપણી પાસે ઇલેક્ટ્રીક વાહન તરફ વળવાનો ખૂબ સારો મોકો છે. આજકાલ બજારમાં આ માટે ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને જ્યારે ફોર વ્હીલરની વાત કરીએ તો આપણે શા માટે નવું વાહન ખરીદવાને બદલે એવું ન વિચારી શકીએ કે આપણી જૂની કાર જ ઇલેક્ટ્રીક થઈ જાય?

ઇકોનોમિક્સ ટાઇમ્સ ના એક રિપોર્ટ પ્રમાણે ઇલેક્ટ્રીક વ્હીકલમાં પેટ્રોલ વાહનની સરખામણીમાં દશમાં ભાગનો ખર્ચ આવે છે. આ આર્ટિકલમાં જાણી શકો છો કે ઇલેક્ટ્રીક વાહન દ્વારા તમે કેવી રીતે 85-90 ટકા ખર્ચ બચાવી શકો છો.

જોકે, ઇલેક્ટ્રીક વાહનમાં તમે ઇંધણની બચત તો કરો જ છો, પરંતુ તેની સાથે સાથે સાર-સંભાળના ખર્ચની પણ બચત કરો છો. વાહનને ઇલેક્ટ્રીકમાં કન્વર્ટ કરતા સ્ટાર્ટઅપના માલિકે ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "સામાન્ય વાહનમાં 2,000 જેટલા પાર્ટ્સની હોય છે, જ્યારે તેને ઇલેક્ટ્રીકમાં કન્વર્ટ કરીએ ત્યારે માત્ર 20 જેટલી વસ્તુઓની જરૂરી પડે છે."

અહીં અમે તમને ચાર સાહસ વિશે જણાવી રહ્યા છીએ જેઓ તમારા વાહનને ઇલેક્ટ્રીકમાં બદલવામાં મદદરૂપ બની શકે છે:

ETrio: આ સંસ્થાની સ્થાપના 2017માં થઈ હતી. આ હૈદરાબાદનું સ્ટાર્ટઅપ છે. જે ડીઝલ અને પેટ્રોલ વાહનને ઇલેક્ટ્રીકમાં બદલી આપે છે.

આ સ્ટાર્ટ અપ અલ્ટો, ડીઝાઈર જેવી કારને ઇલેક્ટ્રીક કારમાં બદલે છે. જેની બેટરી રેન્જ એક વખત ચાર્જ કરવાથી 150 કિલોમીટર જેટલી છે. આ માટે ઇલેક્ટ્રીક કીટનો ખર્ચ ચાર લાખ રૂપિયા જેટલો થાય છે. જોકે, આ સ્ટાર્ટઅપ કીટને ભાડા પર લેવાની સુવિધા આપે છે. અથવા ગ્રાહક તેમની પાસેથી સીધી જ ઇલેક્ટ્રીક કાર પણ ખરીદી શકે છે. શરૂઆતમાં કદાત આ રોકાણ ખૂબ વધારે લાગે પરંતુ લાંબા ગાળે આ ખૂબ જ ફાયદાકાર છે.

Electric Vehicle
e-Trio’s retrofitted electric Maruti Suzuki Alto. (Source: e-Trio)

RACEnergy: હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપે ખાસ એવી કીટ તૈયાર કરી છે. આ કીટથી ડીઝલથી ચાલતા ત્રણ પૈંડાવાળા વાહનોને ઇલેક્ટ્રીક વાહનમાં પરિવર્તિત કરી શકાય છે. આ માટે ફક્ત 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ કીટ લગાવીને ઓટો ડ્રાઇવર 40-50 ટકા ખર્ચ ઘટાડી શકે છે. જો કોઈ ઓટો ડ્રાઇવર એક વખત આ કીટમાં રોકાણ કરે છે તો 12-15 મહિનામાં તેને આ રકમ પરત મળી રહે છે. આ કીટમાં બેટરી 100 કિલોમીટર સુધી ચાલે છે.

Altigreen: સ્ટાર્ટઅપ ની સ્થાપના વર્ષ 2012માં બેંગલુરુ ખાતે થઈ હતી. અલ્ટીગ્રીન તરફથી ખાસ એવી ટેક્નોલૉજી વિકસિત કરવામાં આવી છે જેના વડે બાઇકથી લઈને ટ્રક સુધી વાહનોનું ડાઈબ્રિડ વર્ઝન તૈયાર કરી શકાય છે. આવું કરીને ઇંધણની બચત કરી શકાય છે. એટલે કે સ્ટાર્ટઅપ તરફથી જે ટેક્નોલૉજી વિકસિત કરવામાં આવી છે તેમાં તમારું વાહન આંશિક ઇલેક્ટ્રીકમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ કીટ માટે તમારે 60 હજારથી 80 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે. આ માટે વિગતે અહીં વાંચો.

Folks Motor: દિલ્હી સ્થિત કંપની એવો દાવો કરી રહી છે કે તેઓ કોઈ પણ મેન્યુઅલી ગીયરબોક્સવાળા IC-એન્જીનને ફક્ત એકથી બે લાખ રૂપિયાના ખર્ચમાં હાઇડ્રો-ઇલેક્ટ્રોમાં પરિવર્તિત કરી શકે છે. જોકે, મોડલ પ્રમાણે ભાવ વધઘટ હોઈ શકે છે. એક્સપ્રેસ ડ્રાઇવના આર્ટિકલ માં જણાવ્યા પ્રમાણે હાઇડ્રો રિટ્રોફિટમેન્ટ ટેક્નોલૉજીમાં હાઇબ્રિડ અને ઇવી (ઇલેક્ટ્રીક વ્હીલક) મોડ એમ બંનેનો ફાયદો મળે છે.

આર્ટિકલ અનુસાર, જ્યારે પહેલેથી નિર્ધારિત હાઇબ્રિડ મોડ પર કાર ચલાવવામાં આવે છે ત્યારે તેમાં બેટરી આપોઆપ ચાર્જ થાય છે. જે બાદમાં આ બેટરીનો ઉપયોગ 50 કિલોમીટર સુધી કારને ઇલેક્ટ્રીક મોડ પર ચલાવવા માટે કરી શકાય છે.

જોકે, બજારમાં આ ચાર સિવાય અનેક એવી કંપની કે સ્ટાર્ટઅપ્સ ઉપલબ્ધ છે જે તમારા વાહનને ઇલેક્ટ્રીકમાં બદલી આપે છે. અહીં અમારો ઉદેશ્ય ગ્રાહકો સામે વિવિધ વિકલ્પ મૂકવાનો છે, જેનાથી તેઓ પેટ્રોલના ભાવમાં દાઝતા બચી શકે છે!

મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK

આ પણ વાંચો: 700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe