મોટાભાગે ઘરના કરિયાણા અને કોસ્મેટિક્સની ખરીદી વખતે આપણે બોક્સની પાછળ બે વસ્તુઓ જોઇએ છીએ, એક તો તેનો ભાવ અને બીજુ તેની એક્સપાયરી ડેટ. પરંતુ શું આપણે ક્યારેય તેમાં વપરાતી વસ્તુઓ અને તેની ઉપયોગિતા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ?
ભૌતિકતાની ચમક વચ્ચે લગ્ન-વિવાહ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. તેમાં લોકો દિલ ખોલીને પૈસા ખર્ચ કરે છે. એટલે સુધી કે લગ્નની કંકોત્રી પણ મોંઘી છપાવે છે, જે લગ્ન બાદ કચરાનાં ઢગલામાં જ ફેંકી દેવામાં આવે છે. આપણા દેશમાં લગ્નો જેટલાં આપણા ખિસ્સા માટે મોંઘા પડે છે એટલાં જ પર્યાવરણ માટે પણ.
છોટા ઉદયપૂરના એક સામાન્ય ખેડૂતે બનાવ્યાં છાણના એવાં કૂંડાં કે, નર્સરીમાં જરૂર ન પડે પ્લાસ્ટિકની પોલિથીનની. વધુમાં આ કુંડાં છોડ અને માટી માટે ખાતરનું કામ પણ કરે છે અને પર્યાવરણને નુકસાન થતું પણ અટકાવે છે.