નિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.
77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે છેલ્લાં 40 વર્ષથી સતત વૃક્ષારોપણ કરી 15 કિમીના આખા રસ્તાને બંને બાજુથી હરિયાળો બનાવી દીધો છે. પેન્શનમાંથી વૃક્ષો વાવવાની સાથે-સાથે તે મોટાં થાય ત્યાં સુધી સંભાળ પણ રાખે છે.