ઑસ્ટ્રેલિયાના કેનબેરામાં રહેતા મંજુલા મિશ્રા અને અમૃતા બર્મન સાથે મળીને 'Simply Lentils' ના નામથી પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે, જેના દ્વારા તેઓ ઑસ્ટ્રેલિયાના લોકોના ખાનપાનમાં વિવિધ પ્રકારની દાળનો(different types of lentils) સમાવેશ કરાવી રહ્યા છે.