Powered by

Home જાણવા જેવું 75 વર્ષે દાદી બન્યાં હાઈ-ટેક: મળો સોલર પાવરથી મકાઈનાં દોડાં શેકતાં સેલ્વમ્મા અમ્માને!

75 વર્ષે દાદી બન્યાં હાઈ-ટેક: મળો સોલર પાવરથી મકાઈનાં દોડાં શેકતાં સેલ્વમ્મા અમ્માને!

સગડી પર હાથથી પંખો નાખી-નાખી થાકી જતાં હતાં દાદી, એક પહેલથી ઈન્ટરનેટ પર બન્યાં વાયરલ

By Nisha Jansari
New Update
Solar Fan

Solar Fan

કર્ણાટકના બેંગલુરૂમાં મકાઈનાં શેકેલાં દોડાં વેચી જીવન નિર્વાહ કરતાં 75 વર્ષિય સેલ્વમ્મા દાદી છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ટરનેટ પર છવાયેલ છે. તેનું કારણ છે મકાઈનાં દોડાં શેકવા તેમનો અનોખો અને આધુનિક ટેક્નોલૉજીવાળો આ ઉપાય.

છેલ્લા બે દાયકાથી બેંગલુરૂ વિધાનસભાની બહાર મકાઈનાં દોડાં વેચી રોજીરોટી રળતાં સેલ્વમ્મા દાદી હંમેશાં હાથેથી પંખો નાખી કામ ચલાવતાં હતાં, જેમાં તેમને બહુ મહેનત કરવી પડતી હતી અને કોલસા પાછળ પણ બહુ ખર્ચ કરવો પડતો હતો. પરંતુ જીવનના આ રોજિંદા સંઘર્ષ સામે પણ તેઓ હાર્યાં નહીં અને ક્યારેય કોઈની પાસે દયાની ભીખ ન માંગી.

આ જોતાં સેલ્કો ફાઉન્ડેશન એનજીઓ આગળ આવ્યું. આ એનજીઓ સતત ઉર્જાનાં સમાધાનો માટે કાર્યરત છે. સેલ્કોએ જ્યારે સેલ્વમ્મા દાદીને રોજ આમ સંઘર્ષ કરતાં જોયાં તો તેમણે તેમની મદદ કરવાનું નક્કી કર્યું.

Solar Energy

સેલ્કો ફાઉન્ડેશને તેમને એક સોલર ફેન એટલે કે સૌર ઉર્જાથી ચાલતો પંખો આપ્યો. આ સોલર-ફેનથી સેલ્વમ્મા દાદીનું જીવન બહુ સરળ બની ગયું છે. હવે તેમને ક્યારેય હાથેથી પંખો નાખવો નથી પડતો. આ સોલર ફેન સૂરજ આથમ્યા બાદ પણ કલાકો સુધી કામ કરે છે. સાથે-સાથે તેના કારણે કોલસાની ખપત પણ બહુ ઘટી ગઈ છે.

https://twitter.com/pushkarv/status/1088297430011936768?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1088297430011936768%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fpushkarv2Fstatus2F1088297430011936768widget%3DTweet

જો તમે ક્યારેય બેંગલુરૂ જાઓ તો આ હાઈ-ટેક લારીવાળાં અમ્માના હાથનું મકાઈનું દોડુ ખાવાનું ન ભૂલતા.

મૂળ લેખ: નિશા ડાગર

સ્ત્રોત

આ પણ વાંચો:MBA થયેલાં સરપંચે બદલી નાખી સૂરત, દર વર્ષે 25 લાખ લીટર વરસાદનું પાણી બચાવે છે આ ગામ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.