Powered by

Home જાણવા જેવું 4 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરે છે, તેમ છતાં વીજળીનું બિલ 5000 રૂપિયાથી ઘટીને થઈ ગયુ 70 રૂપિયા, જાણો કેવી રીતે

4 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરે છે, તેમ છતાં વીજળીનું બિલ 5000 રૂપિયાથી ઘટીને થઈ ગયુ 70 રૂપિયા, જાણો કેવી રીતે

પુનામાં રહેતો અભિષેક અને તેનો પરિવાર છેલ્લાં 4 વર્ષોથી કરે છે સૌર ઉર્જાનો ઉપયોગ, વીજળીનું બિલ આવે છે માત્ર 70 રૂપિયા

By Mansi Patel
New Update
Solar Power

Solar Power

પૂણેના રહેવાસી અભિષેક માનેએ 2004માં સંરક્ષણ મંત્રાલયમાં નોકરી છોડીને પોતાનો ધંધો કરવાનો નિર્ણય લીધો. તેને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ લગાવ છે અને સાથે જ, ટેક્નોલોજીમાં ઉંડો રસ પણ છે. તેથી તેમણે સૌર ઉર્જા ક્ષેત્રે (Solar Power) કામ કરવાનું શરૂ કર્યું.

તેઓ જણાવે છે, "મેં ઘણાં વર્ષો સુધી સૌર ઉર્જા વિશે શીખ્યો અને સમજ્યો કે આ પેનલ્સ કેવી રીતે ઇન્સ્ટોલ કરેલી છે અને તેઓ વીજળી કેવી રીતે બનાવે છે. ઉપરાંત, મેં સૌર ઉદ્યોગમાં ઘણા લોકો સાથે કામ કર્યું અને સોલર પેનલ્સ કેવી રીતે બનાવવી તે શીખ્યો." 2015માં, તેણે તેની બહેન દીપાલી શિંદે સાથે મળીને તેમનો વ્યવસાય 'દિવા સોલર પાવર સોલ્યુશન્સ' શરૂ કર્યો. તેમણે સોલાર પેનલ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે પુણેમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું હતું.

સૌર ઉર્જામાં ધંધો શરૂ કરવાની સાથે સાથે અભિષેકે તેના ઘરે પણ સોલર પાવરનો ઉપયોગ શરૂ કર્યો. આજે, રસોડાનાં ઉપકરણો, ટેલિવિઝન, કપડા ધોવાનાં મશીન, પાણીનાં પમ્પ અને વધુ ઇલેક્ટ્રિક વાહનો હજી પણ તેમના ઘરમાં સૌર ઉર્જાથી ચાર્જ કરવામાં આવે છે. અભિષેક કહે છે, “અમારા પરિવારમાં પાંચ સભ્યો છે. પહેલાં અમારું વીજળીનું બિલ દર મહિને 5000 રૂપિયા સુધી આવતું હતું, પરંતુ હવે અમે દર મહિને માત્ર 70 રૂપિયા વીજળીનું બિલ ચૂકવીએ છીએ."

Solar Panel
His Solar Panel

પ્રક્રિયા:

વર્ષ 2016માં, અભિષેકે તેના ઘરે સોલાર પેનલ્સ લગાવવાનો નિર્ણય કર્યો. તેણે વિચાર્યું કે જો તે આ ધંધો કરે છે તો તેને પોતે જ તેમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ. તેથી, તેમણે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે જો તેઓ સૌર ઉર્જા અપનાવે છે, તો તેમનું ઘર પર્યાવરણને અનુકૂળ બનશે.

અભિષેક આગળ કહે છે, “અમારે ત્યાં ધીમે-ધીમે બદલાવ થયો છે. અમે ફક્ત એક જ રાતમાં બધું કર્યું નહીં. પહેલા કેટલાક મહિનાઓ અમે અમારા વીજ વપરાશને ઘટાડવા લાગ્યા. ધીરે ધીરે મારા પરિવારે તેમની વર્તણૂકમાં ઘણા મોટા ફેરફારો કર્યા." તેણે પોતાના મકાનમાં વીજ ઉપકરણો પર પણ ધ્યાન આપ્યું. તેમણે જોયું કે તેમનું ફ્રિજ ખૂબ વીજળીનો વપરાશ કરે છે. તેથી, તેઓએ તેને બદલીને બીજુ ફ્રીજ લીધુ, જેથી વીજ વપરાશ ઘટાડવામાં મદદ મળી.

જ્યારે તેનો પરિવાર આ માટે તૈયાર થયો, ત્યારે તેણે તેની છત પર 250 વોટના 10 સોલર પેનલ્સ લગાવ્યા, જે એક દિવસમાં 2.5 કિલોવોટ વીજળી બનાવે છે. સિસ્ટમ સીધી ગ્રીડ સાથે જોડાયેલ છે અને ઉર્જા બેટરીમાં સુરક્ષિત કરવામાં આવે છે. આ લોકો રાત્રે આ વીજળી અને ઇલેક્ટ્રિક વાહનોની સપ્લાય કરવા આ ઉર્જાનો ઉપયોગ કરે છે.

અભિષેક કહે છે, “2019માં અમે કેટલીક પેનલ્સ કાઢી નાખી અને 330-વોટની પેનલ્સ સ્થાપિત કરી. પરિણામે, હવે સિસ્ટમમાંથી દરરોજ 7 કિલોવોટ ઉર્જા ઉત્પન્ન થાય છે. અમે અમારી કારને ચાર્જ કરવા માટે વધારાની પેનલ્સ લગાવી છે."

Reduce electricity bill

પર્યાવરણને અનુકૂળ પગલાં:

પરિવારને વીજ વપરાશમાં કોઈ મુશ્કેલી નથી, તેથી, તેઓ નિયમ મુજબ વીજળી ખર્ચ કરે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને લીધે ઉર્જા બને છે, તેથી, પાણીના પમ્પ, કપડા ધોવાનું મશીન અને રસોઈનાં ઉપકરણો જેવા તમામ મોટા ઉપકરણો દિવસ દરમિયાન વપરાય છે. ઉપરાંત, દિવસ દરમિયાન ઇલેક્ટ્રિક વાહન પણ લેવામાં આવે છે. આ પછી, ચાર્જ થવા માટે બેટરીને થોડા કલાકો મળે છે. સંરક્ષિત ઉર્જા સાથે, અન્ય બે ઇલેક્ટ્રિક વાહનો રાત્રે ચાર્જ કરવામાં આવે છે.

અભિષેક કહે છે, "ઓકિનાવા ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરવામાં ચાર કલાક લાગે છે અને પછી તે 100 કિ.મી. સુધી દોડી શકે છે. અમારી ઇલેક્ટ્રિક કાર, મહિન્દ્રા e2o, દર ત્રણ દિવસમાં એકવાર ચાર્જ કરવાની જરૂર છે કારણ કે તે સ્કૂટર કરતા ઓછી વપરાય છે. હવે, જ્યારે પેટ્રોલનો ભાવ લિટરદીઠ 98 રૂપિયાને વટાવી ગયો છે, બીજી તરફ, હું મારી કાર એક કિ.મી. ચલાવવા માટે 40 પૈસાથી પણ ઓછા ખર્ચ કરું છું અને દર મહિને માત્ર 70 રૂપિયાનું વીજ બિલ ચૂકવવું છું."

Electric Scooter
Abhishek Mane on his Electric Scooter

છેલ્લા ચાર વર્ષથી મારું કુટુંબ કોઈપણ મુશ્કેલી વિના સોલાર એનર્જીથી બનેલી વીજળીનો જ ઉપયોગ કરી રહ્યો છે. તે કહે છે કે લોકો ઘણીવાર ઇલેક્ટ્રિક વાહન લેવામાં અચકાતા હોય છે. પરંતુ તેમના માટે, તે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા જેવું જ છે. જો તમે બીજા દિવસે તેનો ઉપયોગ કરવા માંગતા હો, તો રાત્રે તેને ચાર્જ કરો. અભિષેકે તેમની કંપની દ્વારા 500 પરિવારોને સૌર ઉર્જા અપનાવવામાં અને તેમના ઘરોને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદ કરી છે.

તમે વધુ જાણવા તેમની વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો અથવા અભિષેકને +91 9422002721 પર કોલ કરી શકો છો.

મૂળ લેખ: રૌશની મુથુકુમાર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:EVનો છે જમાનો! આ ઈ-સાયકલને એકવાર ચાર્જ કરો અને 100 કિમી ફરો નોનસ્ટોપ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.