Powered by

Home હટકે વ્યવસાય સૂકા તૂરિયામાંથી બનેલ ‘Natural Loofah’ ને હજારોમાં ખરીદી રહ્યા છે વિદેશીઓ

સૂકા તૂરિયામાંથી બનેલ ‘Natural Loofah’ ને હજારોમાં ખરીદી રહ્યા છે વિદેશીઓ

કેનેડાની એક કંપની તૂરિયાના Natural Loofah ને લગભગ 1600 રૂપિયામાં વેચે છે. આ લૂફાને તમે ઘરે પણ બનાવી શકો છો, જાણો કેવી રીતે

By Nisha Jansari
New Update
Natural Loofah

Natural Loofah

આજકાલ બજારમાં ઘણા પ્રકારનાં Natural Loofah (પ્રાકૃતિક લૂફા) ઉપલબ્ધ છે અને આ બધા ઝાડ-છોડમાંથી જ બને છે. જેમ કે, તમે તૂરિયા કે ખસખસના ફાઈબરમાંથી બનેલ ઈકો-ફ્રેન્ડલી લૂફા ખરીદી શકો છો. જોકે, લોકો વચ્ચે તૂરિયાના લૂફાનું પ્રચલન વધારે છે. ઘણા લોકોને આ જાણીને આશ્ચર્ય પણ થાય છે કે, શાક કે જ્યૂસ માટે ઉપયોગમાં લેવાતા પોષણયુક્ત તુરિયાનો નહાવા માટે લૂફા અને વાસણ ધોવા માટે સ્ક્રબ તરીકે ઉપયોગ થઈ શકે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, ઑસ્ટ્રેલિયાની અમેઝૉન વેબસાઈટ પર તુરિયાના લૂફાની કિંમત હજારોમાં છે.

કેનેડાની એક કંપનીના આ Natural Loofah ની કિંમત 21.68 ડૉલર એટલે કે, લગભગ 1613 રૂપિયા છે.

Natural Loofah On Amazon
Amazon

જેટલો જૂનો છે તૂરિયાનો ઈતિહાસ, એટલો જ જૂનો છે Natural Loofah નો ઈતિહાસ

ભારતીયો માટે Natural Loofah એટલું જ પ્રચલિત છે છે, જેટલું તૂરિયું છે, વાત જો જીવ વિજ્ઞાનની ભાષામાં કરવામાં આવે તો, તૂરિયું ખીરા કાકડીની પ્રજાતિનું જ છે અને તેના જીન્સને 'Luffa' કહેવામાં આવે છે. અહીંથી જ 'Loofah' (લૂફા) શબ્દ આવ્યો છે. તૂરિયું ક્યારે-કેવી રીતે માનવ જીવનનો ભાગ બન્યું, એ ભાગ્યે જ કોઈને ખબર હોય. પરંતુ ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હજારો વર્ષો પહેલાં, તેની ઉત્પત્તિ એશિયા કે આફ્રિકામાં થઈ હતી. પરંતુ તેની ખેતી ભારતથી શરૂ થઈ. પછી ધીરે-ધીરે યૂરોપનાં લોકો સુધી પહોંચ્યાં.

સેંકડો વર્ષો પહેલાંથી જ તૂરિયાંનો ઉપયોગ જ્યૂસ અને શાકભાજીની સાથે-સાથે સાફ-સફાઈના કામ માટે પણ કરવામાં આવે છે. જ્યાં સુધી તૂરિયાં લીલાં અને કાચાં રહે છે, ત્યાં સુધી તેનો ઉપયોગ ખાધ્ય પદાર્થ તરીકે કરવામાં આવે છે. તૂરિયું સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારબાદ તેની છાલને ઉતારી બીજ કાઢી લેવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ નહાવા માટે લૂફા અને વાસણ સાફ કરવા માટે સ્ક્રબ માટે કરવામાં આવે છે. દુનિયાભરમાં તેનો ઉપયોગ અલગ-અલગ કામોમાં કરવામાં આવે છે - જેમ કે ઔષધિય ગુણો માટે, ગાદલાંમાં ભરવા માટે, સૈનિકોના હેલમેટમાં પેડિંગ માટે, પેન્ટિંગ માટે, જ્વેલરી બનાવવા, સજાવટ માટે અને પાણી ફિલ્ટર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કહેવાય છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ Natural Loofah નો ડીઝલ એન્જિન ઑઈલ ફિલ્ટર્સ અને સ્ટીમ એન્જિન ફિલ્ટર્સ માટે બહુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય, સૌંદર્ય માટે પણ પહેલાંના સમયમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. આ લૂફા નહાતી વખતે શરીર પર સ્ક્રબનું કામ કરે છે, જેનથી મૃત કોશિકાઓ દૂર થાય છે. સાથે-સાથે અન્ય લૂફાની સરખામણીમાં, આ વધારે મુલાયમ અને સુરક્ષિત રાખે છે અને તેનાથી તમારી ત્વચા વધારે સ્વસ્થ પણ રહે છે. એટલે ધીરે-ધીરે તુરિયા બાદ તેનું લૂફા પણ માર્કેટમાં પહોંચી ગયું.

How To Make Natural Loofah
How To Make Natural Loofah

તમારા ઘરે પણ વાવી શકો છો Natural Loofah

પરંતુ જે લૂફાને અમેઝૉન પર સેંકડો અને હજારો રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે, તેને વર્ષોથી ઘણા ભારતીયો પોતાના ઘરમાં ઉગાડી રહ્યા છે. ખાસ કરીને આજે પણ લોકો ગામડાંમાં લોકોના છાણાંના ઢગલા, ઝૂંપડી વગેરે પર તૂરિયાના વેલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી લોકોમાં પણ લોકોને ઘરે શાકભાજી વાવવાનો શોખ વધ્યો છે. આ અર્બન ગાર્ડનર્સ તૂરિયાનો ઉપયોગ શાકભાજી માટે તો કરે જ છે, સાથે-સાથે તેમાંથી Natural Loofah પણ બનાવે છે. ગુરૂગ્રામમાં રહેતી, રૂચિકા પોતાના ઘરના ધાબામાં જ Natural Loofah વાવી લે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "મારા ગાર્ડનમાંથી મને શાકભાજીની સાથે-સાથે બીજ પણ મળે છે અને કેટલીક અનો્ખી-પ્રાકૃતિક વસ્તુઓ પણ. જેમ કે, જો તૂરિયાને તોડવાની જગ્યાએ વેલ પર જ સૂકાવા દેવામાં આવે તો તેમાંથી તમને આગામી સિઝન માટે બીજ તો મળશે જ, સાથે સાથે Natural Loofah પણ મળશે."

તૂરિયું પૂરેપૂરું સૂકાઈ જાય ત્યારબાદ તેને તોડી લો અને બંને બાજુથી થોડું-થોડું કાપીને બીજ કાઢી લો. ત્યારબાદ તેને પાણીમાં પલાળો અને થોડું નરમ પડી જાય ત્યારબાદ તેના પરથી સરળતાથી છાલ ઉતારી શકાય છે. અને પછી તેમાંથી તમને જે મળશે તેનો ઉપયોગ તમે નેચરલ લુફા તરીકે કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે, આનો ઉપયોગ કર્યા બાદ રોજ સારી રીતે ધોઈ લીધા બાદ સૂકવવું પણ, જેથી તેમાં ફુગ ન વળે અને લાંબા સમય સુધી ચાલી શકે. તેમનું કહેવું છે કે, તૂરિયાનો લૂફા તરીકે પ્રયોગ નવો નથી. ઘણા લોકોએ તેમની દાદી-નાનીને પણ તેનો ઉપયોગ કરતા જોયા હશે. ભારતમાં ઘણી જગ્યાઓએ સ્થાનિક બજારમાં પણ આ Natural Loofah મળી જશે. પરંતુ આ બજારોમાં આ Natural Loofah ની કિંમત છ-સાત રૂપિયા હોય છે.

Natural Loofah જ નહીં, પરંતુ એવી ઘણી વસ્તુઓ છે, જે સેંકડો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે અને હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં પણ ગ્રાહકો વચ્ચે લોકપ્રિય બની રહી છે.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો:જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.