કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ

કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ

વતનનું ઋણ ચૂકવવા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર એવી આ મહિલા ખૂદે છે કચ્છનું રણ. અગરિયાઓની સમસ્યાઓ જાણી લાવે છે તેનું સમાધાન

પોતાના સ્વર્ગીય પિતા કરશનભાઇ પ્રભુભાઈ ગોહિલના અગરિયાઓની સુખાકારી માટેના નિ:સ્વાર્થ કામથી પ્રોત્સાહિત થઇ ગુજરાતની આ દીકરી મીઠું પકવતા અગરિયાઓ માટે ભણી છે અને આગળ જતા પોતાના આ ભણતરના ઉપયોગ દ્વારા તે લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે તેમની દરેક સમસ્યાનું નિવારણ તે પોતાની અને પોતાના ભણતરની મદદ દ્વારા લાવી શકે તે હેતુથી અવિરત કાર્ય કરી રહી છે. મહત્વની વાત એ છે કે આ કાર્ય તે પોતાના ખર્ચે કરી રહી છે જેમાં તેમને તેમના ગુરુ પ્રદીપ પ્રજાપતિ તરફથી બૌદ્ધિક અને બીજી જરૂરી મદદ મળી રહી છે.

YouTube player

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાગોઢા ગામના વતની અને અત્યારે ગુજરાત યુનવર્સીટીમાં સમાજ કાર્ય વિભાગમાં અધ્યાપિકા તરીકે કાર્યરત રંજનબેન ગોહિલે પોતાનું એમ ફીલ અને પીએચ ડી અગરિયાઓની સમસ્યા અને કંઈ રીતે તેમનું નિરાકરણ લાવવું તેના પર કરેલું છે. વર્ષ 2018 માં પીએચડી પૂરું કર્યા પછી પણ તેમણે અગરિયાઓને પડતી સમસ્યા બાબતે લોકોમાં તેમજ સરકારમાં જાગૃકતા લાવવા માટેનું કામ પોતાના ગુરુની મદદથી અને કોઈની પાસે એક પણ રૂપિયો કે મદદ લીધા લીધા વગર એકલા હાથે સ્વખર્ચે આરંભ્યું છે અને આ માટે તેઓ તેમના વતનના વિસ્તારની આજુબાજુ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પડતી દરેક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અને તે માટે જે તે વિસ્તારની મુખ્ય સમસ્યાઓના સર્વેથી લઇને તેનું નિરાકરણ લાવવા માટે સરકારને રજુઆત કરવા સુધીનું કામ પોતાના પીએચડીમાં ગાઈડ તરીકે રહેલા ગુરુ પ્રદીપ પ્રજાપતિ સાથે મળીને કરી રહ્યા છે.

Ranjanben's Father and Her Teacher

આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા રંજનબહેને પોતાના આ કાર્યના શરૂઆતથી લઈને અત્યારસુધીના દરેક સર્વે, કામ અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતના કારણે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓ વિશે જણાવ્યું હતું તો સાથે સાથે હજી પણ આ અગારિયાઓ કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે વિશે પણ વાત કરી હતી અને ધ બેટર ઇન્ડિયાને અપીલ કરી હતી કે માનવતાના આ કાર્યમાં લોકોને સહભાગી કરવા તેને દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી ગુજરાતના લોકો દ્વારા અગરિયાઓ માટેની જે મુદ્દાની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી તે કેટલી ગંભીર છે તેની બધાને ખબર પડે અને આગળ જતા બધા લોકો આ બાબત પ્રત્યે જાગૃત થઇ સરકારને રજુઆત કરી કંઈક નક્કર પરિણામ લાવી શકે.

એમફીલ થી થઇ શરૂઆત
રંજનબહેને એમ ફીલ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાંથી કર્યું છે અને તે દરમિયાન તેમનો સંશોધન વિષય અગરિયાઓનું સામાજિક જીવન અને તેમને પડતી સમસ્યાઓને જાણી તેનું નિરાકરણ શું કરવું તે હતો. આ દરમિયાન તેમણે રણમાં રહેલા અગરિયાના ફક્ત 2 ગામના સર્વે દ્વારા તે લોકોને પડતી મુશ્કેલીઓનો સર્વે કરી શરૂઆત કરી અને તેમાંથી એક રિસર્ચ થીસીસ બનાવી સબમિટ કરી પોતાનું એમ ફીલનું ભણતર પૂર્ણ તો કર્યું. સાથે સાથે આ બાબતે તેમણે અગરિયાઓ માટે આગળ કંઈક નક્કર કાર્ય કરવા માટે વધારે પ્રોત્સાહિત કર્યા અને તેથી જ આગળ રંજનબેને અગરિયાઓની વધારે મદદ થાય અને તેમની દરેક સમસ્યાઓ સપાટી પર લાવી તેનું નિરાકરણ કરવામાં પોતે મદદ કરી શકે તે માટે જ ગુજરાત યુનિવર્સીટીમાંથી પોતાનું પીએચડી શરુ કર્યું.

Mobile School By Ranjanben

આ પણ વાંચો: મંદિરની ચુંદડીઓમાંથી ‘અર્પણ પોટલી’ અને ‘ચાંદલા કવર’, મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી

પીએચડીમાં કરેલ કાર્ય
રંજનબહેન કહે છે કે,”પ્રદીપ સરે માર્ગદર્શન આપ્યું કે એમ ફીલમાં જે કાર્ય કર્યું અગરિયા માટે તેમાં પણ હજી વધારે વ્યાપમાં બધાનો સર્વે કરી કામગીરી આગળ ધપાવવી જોઈએ. આમ પીએચડીમાં અગરિયાઓની સમસ્યા બાબતે વધારે ઊંડાણ પૂર્વક કામ શરુ કર્યું અને તે દરમિયાન અગરિયાઓને પડતી સમસ્યા બાબતે નીચે જણાવેલ મુદ્દાઓ ધ્યાન પર આવ્યા.”

1. પાણી કાઢવા માટે જે ડીઝલ મશીન હતું તેના કારણે તેમને નુકસાન થઇ રહ્યું હતું. તેમાં ડીઝલનો ખર્ચો તો થતો જ હતો પરંતુ દર બે વર્ષે તે મશીન બગડી જતા હતા તેથી જ તેની જગ્યાએ સોલાર સિસ્ટમ હોય તો અગરિયાઓને કોઈ તકલીફ ના પડે અને આ પણ કચ્છના નાના રણમાં સોલાર વધારે અસરકાકરક રીતે કામ આપી શકે. રંજનબહેન કહે છે કે તે વખતે જે તે સંસ્થા આ રીતના સોલાર આપતી હતી પરંતુ તેમને આગળ રજુઆત કરી કે સંસ્થાના બદલે સીધી સરકાર જ આ સોલાર આપે. અને તેમાં મહિલાઓને 33 ટકા સબસીડી મેળવી જોઈએ જે સીધી તેમના ખાતા માં જ મેળવી જોઈએ વચ્ચે કોઈ નહીં. અત્યારે મોટાભાગે બધી જગ્યાએ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ ગઈ છે જેમાં જે તે સંસ્થા અને સરકારનો સહયોગ અગરિયાઓને મળ્યો છે.

2. પુરુષ જેટલું જ મહિલા કામ કરી રહી છે તો મહિલાનું સામાજિક સ્તર શું છે અને  તેને સુધારવાનો પ્રયત્ન કંઈ રીતે થવો જોઈએ.

3. પાણીની ત્યાં ખુબ જ સમસ્યા હતી અને તેમની પાસે ટાંકા પણ નહોતા પાણી માટે. એટલે સરકારમાં આગળ રજુઆત કરવામાં આવી કે તે લોકોને પાણી માટે ટાંકા ઉપલબ્ધ કરાવવામાં આવે. અને તે પછી 2018થી સરકાર દ્વારા બે બે ટાંકા આપવામાં આવ્યા હતા. આ સિવાય રંજનબહેનનું કહેવું છે કે, જો અભયારણ્ય ક્ષેત્રમાંથી વન વિભાગની મંજૂરી મેળવી સરકાર આ અગરિયાઓને પાણી માટે પાઇપ લાઈન નાખી આપે તો તે સૌથી વધારે કારગર સાબિત થશે કેમકે આ લોકોને વપરાશનું તો ઠીક પીવાના પાણીની પણ ખુબ સમસ્યા નડી રહી છે.

4. અગરિયાઓ રણમાં રહે છે અને તેથી જ તેમના બાળકોના અભ્યાસ પર પણ એક પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થાય છે અને તે માટે પહેલા બાળકોની સ્કૂલ ગણતર સંસ્થા ચલાવતી હતી અને તેના નિવારણ માટે રંજનબહેન દ્વારા સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે વ્યવસ્થિત મોબાઈલ સ્કૂલ શરૂ કરવામાં આવે જે ત્યાંના જે તે વિસ્તારમાં જઈ તેમના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે. અત્યારે લબગભગ બાર જેટલી બસો આ રીતની મોબાઈલ સ્કૂલમાં ફેરવવામાં આવી છે જે ત્યાં જઈને આ બાળકોને શિક્ષણ આપી રહી છે.

Solar System For Salt Farmers

આ પણ વાંચો: ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને

5. તે સિવાય અમુક અગરિયાઓ એવા અંતરિયાળ વિસ્તારોમાં રહે છે, તુઆંથી તેમના બાળકોને ભણવા જવા માટે 15-20 કિમીનું સંઘર્ષભર્યું અપડાઉન કરવું પડે  છે. મુસાફરી છોકરીઓ માટે મુશ્કેલ હોવાથી તેમને ભણવા મોકલવામાં નથી આવતી. જેના કારણે રંજનબહેને સરકારને રજુઆત કરી હતી કે તે બાળકો માટે જે તે શૈક્ષણિક ક્ષેત્રવાળા વિસ્તારમાં જ મહિલા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે તો તેમનો અભ્યાસ સારી રીતે ચાલી શકે.

6. ત્યાં દવાખાનાની પણ કોઈ સુવિધા નહોતી જેની શરૂઆત પણ રંજનબહેનના પ્રયાસોના કારણે જ શક્ય બની છે. કારણકે મીઠાના ઉત્પાદનમાં સંકળાયેલા હોવાના કારણે તેમને અવારનવાર ચામડીના રોગો થતા જેનું નિવારણ પણ અતિ આવશ્યક હતું. અને તેના કારણે જ રંજનબહેનની રજૂઆતના પગલે સરકાર અને સંસ્થા દ્વારા હરતું ફરતું દવાખાનું પણ શરુ કરવામાં આવ્યું છે.

આ બધી જ સમસ્યાઓ અને તેના સમાધાન તેમણે પોતાની થીસીસમાં ઉમેર્યા છે તો સાથે સાથે ગુજરાત સરકારને ગુજરાત યુનિવર્સીટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી જેમાં તેમને પોતાના ગુરુ પ્રદીપ પ્રજાપતિસનો પુરેપુરો સહયોગ મળ્યો છે. પ્રદીપ સર મૂળભૂત રીતે અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને પીએચડીમાં આ રીતના વિદ્યાર્થીઓ માટે તેમજ સાથે સાથે વિવિધ એરિયાના લોકોમાં કંઈ સમસ્યાઓ છે તે જાણવા માટે સર્વે કરી સંશોધન કરે છે અને તેના નિવારણ માટેની રજુઆત સરકારને કરે છે.

આ સિવાય આગળ વાત કરતા રંજનબહેન જણાવે છે કે તેમણે પોતાના ગુરુની મદદથી સરકારને એવી પણ રજુઆત કરી છે કે જેમ જે તે ખેતીના પાકોમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય છે તે રીતે જ મીઠાના ઉત્પાદન માટે પણ ભાવ નક્કી કરવામાં આવે. જેથી તે અગરિયાઓની મહેનત પ્રમાણેની મૂડી તે લોકોને મળી શકે પણ હજી સુધી તે બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. મૂળભૂત રીતે જો આ રીતની વ્યવસ્થા સ્થપાય તો અગરિયાઓને વચેટિયા જે કોઈ પણ વેપારી લોકો છે તેમની શરમ ન ભરવી પડે અને પોતાની મહેનત પ્રમાણેની જ મૂડી તેમને મળે જે અત્યારે નથી મળી રહી.

Ranjanben Guiding

પીએચડી પછીનું કાર્ય

પીએચડીમાં અને તે પછી પણ રંજનબહેને પોતાના સંશોધનના વિષયને મૂળભૂત રીતે ફક્ત અગરિયા સમુદાયની મહિલાઓની સમસ્યાઓ વિશે જાણવા માટે આરંભ્યું છે. જેમાં તે મહિલાઓ વિશેના વિવિધ પ્રશ્નો જેવા કે, તેમની આર્થિક સામાજિક સ્થિતિ શું? સમાજમાં તેમનું યોગદાન શું? તેમના આરોગ્ય માટે શું શું સુવિધાઓ છે? તેઓ કામ કરે છે તો તેમની આર્થિક બચત શું? તેમની પાસે બેન્ક એકાઉન્ટ છે કે નહિ? તેમને સબસીડી અપાય છે કે નહીં? સરકાર દ્વારા તેમને લાભ અપાય છે કે નહીં? આ બધા જ પ્રશ્નોને સમાવી વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પેપરના માધ્યમ દ્વારા સરકાર સુધી પહોંચાડ્યા છે.

તેઓ આગળ જણાવે છે કે સરકારે એક સરસ વાત સ્વીકારી છે કે પહેલા આ અગરિયાઓને વીમો નહોંતો મળતો, જે હવે મળતો થયો છે અને આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર જેમ વરસાદને કારણે પાકનું નુકસાન થતા ખેડૂતોને વળતર આપવામાં આવે છે તે રીતે જ અગરિયાઓને મીઠું પકવવામાં થયેલા નુકસાન માટે પણ વળતર ચુકવશે જે એક નોંધપાત્ર બદલાવ છે.

Action Against Malnutrition In Salt Farmers

આ પણ વાંચો: ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી ‘આહાર’ કેન્દ્ર

તે સિવાય સરકારને એક એવી રજુઆત કરવામાં આવી છે કે આ અગરિયાઓ વર્ષોથી જે તે જમીન પર મીઠું પકાવી રહ્યા છે છતાં તે તેમના નામે નથી અને ભાડા પટ્ટે જ છે. જે વાવે તેની જમીન ને અંતર્ગત ખેડૂતોને જમીન મળી હોય તો આ અગરિયાઓને પણ તે રીતનો લાભ આપી તેઓ જે જગ્યા પર વર્ષોથી મીઠું પકવી રહ્યા છે તેને ભાડા પટ્ટેથી કાઢી સંપૂર્ણ રીતે સોંપી દેવી જોઈએ.

આગળ જતા રંજનબહેનની પીએચડી પૂરી થતા તે જ સમયે કોરોના સમયગાળો શરુ થઇ ગયો હતો અને તેવા સમયે પણ રંજનબહેને આ સમુદાયને કોરોનમાં પડતી હાલાકીમાં મદદ કરવાનું અવિરત ચાલુ જ રાખેલું જે અત્યાર સુધી પણ ચાલુ જ છે. પ્રથમ લહેર અને બીજી લહેર બંને સમયે રંજનબહેન પોતાના ખર્ચે તે લોકોને બની શકે તે રીતની મદદ કરતા. બધાને રસી લેવા માટે પ્રોત્સાહિત પણ કરતા અને આ દ્વારા રસીકરણના અભિયાનમાં સમુદાયના લોકોને જાગૃત કરી મહત્વનું યોગદાન પણ આપ્યું. ઘણી વખત પોતાની પાસે જે મૂડી હોય તેમાંથી યથાશક્તિ મદદ પણ કરી છે અને જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટો પણ આપી.

Ranjanben Guiding Salt Workers Children

રંજન બહેને પીએચડી અને કોરોના કાળ હળવો થતા હમણાં જ 15 – 20 દિવસ પહેલા અગરિયા સમુદાયમાં જોવા મળેલી એક મુખ્ય સમસ્યા કુપોષણ પર કામ કરવાનું શરુ કર્યું છે. અને તે માટે તેઓ વિવિધ વિસ્તારોમાં જઈને સમુદાયના લોકોને જાગૃત કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં એક વ્યવસ્થિત સર્વે હાથ ધરી તેના પરિણામ પછી આ સમસ્યાનું પણ સમાધાન નક્કર રીતે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા જ સર્વે માટે રંજનબહેન જાતે જ અગરિયાઓના ઘરે-ઘરે ફરી રહ્યા છે અને તે પણ પોતાના ખર્ચે એક ઉમદા આશય સાથે.

ધ બેટર ઇન્ડિયા રંજનબહેનના આ પ્રયાસોને દાદ આપે છે અને પોતાના વાચકોને પણ અપીલ કરે છે કે આ માહિતી બને તેટલી બીજા લોકો સુધી પહોંચાડો તથા જો તમે પણ રંજનબહેનને અને પ્રદીપ સરને આ બાબતમાં મદદ કરવા ઈચ્છો છો તો નિઃસંકોચ પણે નીચે આપેલ નંબર 7698746095 પર તેમનો સંપર્ક કરી શકો છો. આપણે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આ બંને દ્વારા કરવામાં આવી રહેલી મહેનતને યોગ્ય ન્યાય મળે અને સરકાર તેમની રજૂઆતોને ગંભીરતાથી લઇ આ દિશામાં નક્કર પગલાં લે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X