મુંબઇમાં ધીકતો ધંધો છોડી વતન આવી ઓર્ગેનિક ખેતીમાં ઝંપલાવ્યુ, બન્યા ખેડૂતો માટે આદર્શ

પરંપરાગત ખેતીમાં લાખ પ્રયત્નો છતાં ન થયા સફળ, ઓર્ગેનિકમાં પ્રયોગો થયા સફળ અને વધ્યું ઉત્પાદન પણ

Organic Farmer

Organic Farmer

હાલના સમયમાં વધુ ઉત્પાદન લેવા માટે આપણે વધુમાં વધુ રસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. પાછું વધુ પૈસા ખર્ચ કરવા છતાં પણ શુદ્ધ અનાજ મળતું નથી. એવામાં ઓર્ગેનિક ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે. જો કે સંભાળવામાં જેટલું સહેલું લાગે એનાથી વધારે મહેનત અને જ્ઞાન હોવું જરૂરી છે.

ઓર્ગેનિક ખેતી માટે કહી શકીએ " શરૂઆતથી જ શુધ્ધતા" કારણ કે ઓર્ગેનિક ખેતીમાં એક પણ રાસાયણિક તત્ત્વો કે દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવતો નથી.

હાલ ઘણા પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. એવી જ રીતે જામનગર જીલ્લાના જામજોધપુરના રહેવાસી નીતિનભાઈ જેઓ મુંબઈ રહેતા હતા અને મુંબઇમાં ઓટો મોબાઈલ પાર્ટ્સના કારખાનાના માલિક છે પરંતુ મુંબઇની જીવનશૈલી,અશુદ્ધ વાતાવરણ, અશુદ્ધ અનાજથી વિચલીત થઇ વતન ખેતી કરવા આવ્યા. હેતુ હતો શુદ્ધ ખાવું અને શુદ્ધ ખવડાવું.

Organic Farming

નીતિનભાઈએ આશરે 25 વર્ષ પહેલાં મુંબઇ છોડી જામજોધપુર આવી ખેતીમાં ઝંપલાવ્યુ. શરૂઆતમાં નીતિનભાઈ પણ પરંપરાગત ખેતી કરતા જો કે તેમની રોજની ટેવ હતી ખેતીમાં નવું નવું જાણવું.

ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીતમાં નીતિનભાઈએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતીમાં શરૂઆતમાં એક વીઘા જમીનમાં 45 મણ (900 kg) જેટલું ઉત્પાદન થતું પરંતુ 10 વર્ષ પછી આજ ઉત્પાદન ઘટી ને માત્ર 10 મણ (200kg) પહોંચી ગયું. પહેલાં જે ખાતર, જંતુનાશક દવા ઉપયો માં લેતા એ જ ગુણવતા વાળું વાપરતો અને માત્રા પણ વધુ વાપરવા છતાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ત્યારે નીતિનભાઈએ ઓર્ગેનિક ખેતીમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. ઓર્ગેનિક ખેતી માટે માહિતી એકત્ર કરી અને પ્રાયોગિક ધોરણે અલગ અલગ પાકો ઉગાડવાની શરૂઆત કરી. તેઓ એ 8 વર્ષ પહેલાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી પરંતુ ખૂબ જ નાના ધોરણે જેમ જેમ પ્રયોગોમાં સફળ થતાં ગયાં તેમ તેમ આગળ વધતા ગયા.

આજે નીતિનભાઈ 50 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ શિયાળામાં જીરું, ધાણા, દેશી ચણા,અજમો, કાબૂલી ચણા જ્યારે ચોમાસામાં જુવાર , બાજરી, મગફળી, તુવેર,કપાસ જેવા પાકો ઉગાડે છે. નીતિનભાઈએ આગળ જણાવ્યું હતું કે વાવણી પહેલાં જમીનની તૈયારી માટે એરંડાનો ખોળ, લીંબૂડીનો ખોળ ,ઘન જીવામૃત , છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે. જ્યારે પાકને જીવાતથી બચાવવા દવા તરીકે અજમાસ્ત્ર, નીમાસ્ત્ર દસપર્ની અર્ક, ગૌમૂત્ર, છાસ, હિંગ જેવી વસ્તુનો ઉપયોગ કરે છે. આ સાથે પાકને ઘટતાં પોષક તત્વ માટે જીવામૃત, D-કેમ્પોસ્ટ બેક્ટેરિયા,ગૌ અમૃતમ ,(60% પ્રકારના બેક્ટેરિયા) તેમજ માઈક્રો ન્યુટ્રિશન તરીકે દેશી ગોળ ( કુદરતી ફોસ્ફરસ) લીંબુ અને ચૂનાના મિશ્રણનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુમાંથી અડધા કરતા પણ વધારે વસ્તુ નીતિનભાઈ ઘર પર જ બનાવે છે. તેમના જણાવ્યા મુજબ પરંપરાગત ખેતી કરતા ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને નફો વધુ મળે છે.

આજ નીતિનભાઈ ઓર્ગેનિક ખેતીની સાથે સાથે ઓર્ગેનિક મગફળીનું તેલ બનાવી બજારમાં વેચે છે.
તેમણે કહ્યું હતું કે ઓર્ગેનિક ખેતીમાં ધીરજ રાખવી વધુ જરૂરી છે. કારણકે રસાયણિક ખાતર અને દવા ઝડપથી પરિણામ આપે છે જ્યારે ઓર્ગેનિક દ્રવ્ય ધીમે ધીમે પરિણામ આપે છે. સાથે સાથે જમીનનું બંધારણ પણ સુધરે છે.

નીતિનભાઈ 3 વર્ષ સુધી સતત મહેનત કરી અવનવા પ્રયોગો કરી ઓર્ગેનિક ખેતીમાં સફળ થયા છે. પરંપરાગત ખેતી કરતા ખાસ્સી એવી વધુ કમાણી ઓર્ગેનિક ખેતીમાં થાય છે.
નીતિનભાઈ જેવા સાહસિક ખેડૂતો પોતે તો સફળ થયા છે સાથે સાથે બીજા ઘણા મિત્રોને પણ માર્ગદર્શન આપી સફળ બનાવ્યા છે.

જો તમને નીતિનભાઇનો લેખ ગમ્યો હોય અને તેમના વિશે વધુ જાણવા ઇચ્છતા હોય તો, 94272 78890 પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: 1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe