Grow Star Fruit: ડાયાબિટીઝથી કેન્સર સુધી છે કારગર, જાણો કુંડામાં કમરખ ઉગાડવાની સરળ રીત

Grow Star Fruit: ડાયાબિટીઝથી કેન્સર સુધી છે કારગર, જાણો કુંડામાં કમરખ ઉગાડવાની સરળ રીત

ઈમ્યુનિટીથી લઈને કેન્સર જેવા ગંભીર બિમારીઓ સામે રક્ષણ કરે છે કમરખ. આખા ભારતમાં આ બહુગુણી ફળ જોવા મળે છે અને તેને ઘરે પણ વાવી શકાય છે. જાણે તેને કુંડામાં કેવી રીતે વાવી શકાય?

સ્ટાર ફ્રુટ પ્લાન્ટ (Star Fruit Plant) સામાન્ય રીતે ભારતમાં આમરસ અથવા કમરખ તરીકે ઓળખાય છે. તે તારા જેવો આકાર ધરાવે છે, તેથી જ તેને સ્ટાર ફ્રુટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેના નામ પ્રમાણે તે તેના ગુણોમાં પણ સ્ટાર ફ્રૂટ છે.

આ ફળમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે, જ્યારે ફાઈબર વધારે હોય છે. આ જ કારણ છે કે આ ફળ તાવથી લઈને ડાયાબિટીસ અને કેન્સરમાં અસરકારક છે.

સ્ટાર ફ્રૂટ (Star Fruit Plant)માં કેલ્શિયમ પણ હોય છે, જે સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ ઘટાડે છે. આ હળવા લીલા રંગના ફળ પાક્યા પછી નારંગી રંગના થઈ જાય છે અને સ્વાદમાં હળવા ખાટા અને રસદાર હોય છે.

આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં રહેતા સુરજીત ચક્રવર્તી તમને જણાવવા જઈ રહ્યા છે કે તમે તેને તમારા ઘરના ટેરેસ પરના કુંડામાં કેવી રીતે ઉગાડી (How to Grow Star Fruit on Terrace) શકો છો.

21 વર્ષીય સુરજીત હાલમાં દેહરાદૂનમાં કૃષિનો અભ્યાસ કરે છે અને મિશન ગાર્ડનિંગ નામની પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

તે જણાવે છે, “સ્ટાર ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ જ કારણ છે કે તે આખા ભારતમાં જોવા મળે છે. આ ફળ આખું વર્ષ ઉગે છે અને દેશના કોઈપણ ભાગમાં સરળતાથી ઉગાડી શકાય છે.”

સુરજીત કહે છે કે તેને ટેરેસ પર સરળતાથી ઉગાડી શકાય છે. પરંતુ, આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તે કહે છે, “આ છોડને બીજમાંથી પણ ઉગાડી શકાય છે, પરંતુ તેને ઉગાડવામાં ચાર-પાંચ વર્ષનો સમય લાગે છે. ઉપરાંત, બીજમાંથી ઉગાડવામાં આવેલ છોડ કદમાં ખૂબ મોટો થાય છે, જેને તમારા માટે કુંડામાં રોપવું મુશ્કેલ હોઈ શકે છે. તેથી નર્સરીમાંથી સારી ગુણવત્તાવાળા ગ્રાફ્ટેડ છોડ લગાવવા સારા રહે છે. કારણ કે તે વહેલા ફળ આપવાનું શરૂ કરે છે.”

તો, સુરજીત એ પણ નિર્દેશ કરે છે કે, ક્લાસિફાઈડ નર્સરીઓમાંથી છોડ ખરીદવા જરૂરી છે, કારણ કે ઘણી વખત નર્સરીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને નબળી ગુણવત્તાના રોપાઓ આપે છે.

સુરજીતના મતે હાલમાં સ્ટાર ફ્રૂટની થાઈ વેરાયટી સૌથી વધુ લોકપ્રિય છે. કારણ કે તેના ફળ ખૂબ જ મીઠા હોય છે અને આખા વર્ષ દરમિયાન ફળો તેમાં રહે છે. એક છોડ સરળતાથી 10-12 વર્ષ ચાલે છે.

 Grow Star Fruit

શું છે છોડ લગાવવાની પ્રક્રિયા
સુરજીત જણાવે છે કે આ છોડ  લગાવવા(Grow Star Fruit Plant)માટે ચીકણી માટી, રેતાળ માટી, કોકોપીટ અથવા ડાંગરનું ભુસુ અને વર્મી કમ્પોસ્ટને બરાબર માત્રામાં મિક્સ કરો. જો રેતાળ માટી ઉપલબ્ધ ન હોય, તો તમે વર્મી કમ્પોસ્ટની માત્રામાં થોડો વધારો કરી શકો છો.

આ ઉપરાંત છોડને ઝડપથી સ્થિર કરવા માટે બે ચમચી બોન મીલ, બે ચમચી હોર્ન મીલ અને એક ચમચી મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકાય છે.

તેઓ કહે છે, “સ્ટાર ફ્રુટ પ્લાન્ટની ખાસિયત એ છે કે આ છોડ ખૂબ જ ઝડપથી વધે છે અને તમે તેને કોઈપણ ઋતુમાં લગાવી શકો છો. છોડ લગાવ્યાનાં 40-45 દિવસ પછી, તેમાં ફૂલ આવવાનું શરૂ થાય છે. ફળોને પાકવા માટે 45 થી 60 દિવસનો સમય લાગે છે.”

તે કહે છે કે જ્યારે તમે નર્સરીમાંથી છોડ ખરીદો ત્યારે એવો છોડ પસંદ કરો જે ઓછામાં ઓછી પેન્સિલ જેટલી જાડાઈનો હોય. કેટલીકવાર છોડમાં ફૂલો હોય છે. તેથી, વાવેતર કરતા પહેલા, બધા ફૂલો તોડી નાખો, નહીં તો છોડને ઉગાડવામાં થોડી મુશ્કેલી પડે છે.

સુરજીત કહે છે કે તે ઓછામાં ઓછું 4-5 ફૂટનો હોય છે. તેથી, શરૂઆતના દિવસોમાં, તેને 12 ઇંચના કુંડામાં લગાવો. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તેમાં વધુ પાણીનો સંગ્રહ થવાની સંભાવના ન હોય, કારણ કે તેનાથી છોડને ઘણું નુકસાન થાય છે.

ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે, વાસણના તળિયે એક નાનું કાણું બનાવો, અને તેના પર કેટલાક પથ્થરની ચિપ્સ મૂકો. પછી, તેના પર ઘર બાંધવા માટે વપરાયેલી રેતી નાખો. આના કારણે, વાસણમાં પાણી સ્થિર થશે નહીં અને છોડના મૂળ સુરક્ષિત રહેશે.

પછી, એક વર્ષ પછી, છોડને 50 લિટરના અડધા ડ્રમમાં શિફ્ટ કરો. આનાથી છોડને વધવા અને વધુ ફળ આપવાનું સરળ બનશે.

How To Grow Star Fruit On Terrace

લીમડાનો સ્પ્રે જરૂરી છે
સુરજીત જણાવે છે, “જો તમે સ્ટાર ફ્રુટને ઓર્ગેનિક રીતે ઉગાડવા માંગતા હોવ તો દર 15 થી 30 દિવસે લીમડાના તેલનો છંટકાવ કરવો જરૂરી છે. કારણ કે, એકવાર કોઈ જીવાત તેને અસર કરે છે, રાસાયણિક જંતુનાશકોના ઉપયોગ વિના તેનાથી છુટકારો મેળવવો લગભગ અશક્ય છે.”

તે આગળ જણાવે છે, “વાવેતર પછી બે-ત્રણ મહિના સુધી, ખાતર આપવાની જરૂરપડતી  નથી. તે પછી તમે બોન મીલ, હોર્ન મીલ અથવા અન્ય કોઈપણ ઓર્ગેનિક કમ્પોસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ કારણે છોડને નિયમિતપણે પોષક તત્વો મળે છે.”

ઉપરાંત, જ્યારે છોડમાં ફૂલો આવે ત્યારે તમે ઓર્ગેનિક જંતુનાશકનો છંટકાવ કરી શકો છો. તેનાથી ફળ વધુ મળશે અને તેની ગુણવત્તા પણ સારી રહેશે.

How To Grow Star Fruit On Terrace

કંઈ વાતોનું રાખશો ધ્યાન

1. Star Fruit Plantને સંપૂર્ણ સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તેથી, કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં દિવસના સાતથી આઠ કલાક સૂર્યપ્રકાશ આવે. જો તમને અહીં 2-3 કલાક સૂર્યપ્રકાશ મળે છે, તો તમે તેને ઉગાડી શકો છો. પરંતુ, તે ઓછા ફળ આપે છે.

2. દર 2-3 વર્ષે કુંડા અથવા ડ્રમમાંથી છોડને દૂર કરો, સ્ટાર ફ્રુટ પ્લાન્ટના મૂળને કાળજીપૂર્વક ટ્રિમ કરો અને માટી બદલીને છોડને ફરીથી લગાવી દો. આ છોડની ઉંમરમાં વધારો કરશે.

3. વધુ પડતી સિંચાઈ ટાળો. ઉપરની જમીન સૂકી હોય ત્યારે જ સિંચાઈ કરો.

4. દર 15-30 દિવસે લીમડાના તેલનો છંટકાવ કરવો ફરજિયાત છે.

5. દર બે-ત્રણ મહિને નવું ખાતર આપો.

જુઓ વીડિયો

YouTube player

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મળો 2 કરોડથી પણ વધારે ઝાડ વાવનાર પીપલ બાબાને! કોઈ 16 વૃક્ષ કાપે તો તે 16 હજાર વાવી દે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X