ઉગાડે છે 100 પ્રકારનાં કમળ અને 65 જાતના લીલીનાં ફૂલો, કંદ વેચીને કમાય છે હજારો રૂપિયા

નીતૂએ એક સમયે માત્ર પોતાના શોખ માટે જ કમળ અને લિલી વાવવાનાં શરૂ કર્યાં હતાં, આજે તેના ઘરના ધાબામાં 100 કરતાં વધારે પ્રકારનાં કમળ અને 65 કરતાં વધુ પ્રકારની લિલી છે, જેનાં કંદ (ટ્યૂબર) વેચીને તે મહિને 10 થી 30 હજાર સુધી કમાય છે.

Grow Lily & Lotus In Home Garden

Grow Lily & Lotus In Home Garden

જે લોકો વૃક્ષો અને છોડ ઉગાડવાના શોખીન હોય છે તેઓ વારંવાર નવી જાતના ફળો અને ફૂલોનું વાવેતર કરતા રહે છે. ત્રણ વર્ષ પહેલાં, કેરળની નીતુ સુનિશે વોટર લિલી અને કમળના ફૂલો ઉગાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે નજીકના તળાવો, નર્સરીઓ અને મિત્રો પાસેથી પૂછીને અનેક પ્રકારના ફૂલો ઉગાડવાનું શરૂ કર્યું. દેશી ફૂલોની સાથે તેણે હાઇબ્રિડ ફૂલોનું પણ વાવેતર કરવાનું શરૂ કર્યું. આજે તેમની પાસે હાઈબ્રિડ કમળની 100 થી વધુ જાતો અને લગભગ 65 વોટર લિલીના છોડ છે. તેમનો વિશાળ સંગ્રહ જોયા પછી, તેમના ઘણા મિત્રો તેમની પાસે કંદ માંગતા હતા. ત્યારે જ તેને સમજાયું કે તે એક સારો સાઈડ બિઝનેસ બની શકે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં, નીતુ કહે છે, “આજકાલ વધુને વધુ લોકો ફેમિલી ફંક્શન અથવા તહેવારો માટે નકલી ફૂલોને બદલે તાજા ફૂલોની સજાવટ પસંદ કરે છે. તો, આ હાઇબ્રિડ જાતોના ફૂલોના છોડ ઝડપથી તૈયાર થાય છે. તેથી તેની માંગ પણ ઘણી વધારે છે.”

Grow Lily & Lotus In Home Garden By Neetu

ટીચરમાંથી બની બિઝનેસવુમન
વ્યવસાયે શિક્ષક રહેલી નીતુના પતિ, NHPC લિમિટેડમાં મેનેજર તરીકે કામ કરે છે. તેથી તેણીના પતિની ટ્રાન્સફરને કારણે તેણીને શહેર બદલવું પડતુ હતુ અને તેથી જ તેણીએ દસ વર્ષ પહેલા નોકરી છોડીને ઓનલાઈન વ્યવસાય કરવાનું નક્કી કર્યું. તે લગભગ આઠ વર્ષથી ઓનલાઈન કપડાનો વ્યવસાય કરે છે.

પરંતુ તેની પુત્રીના અભ્યાસને કારણે, તેણે થોડા વર્ષો પહેલા કેરળમાં તેના માતાપિતા સાથે કાયમી રહેવાનું નક્કી કર્યું. ત્યાં તેને ઘરે ગાર્ડનિંગ કરવાની તક મળી. તે કહે છે, “હું ત્રણ વર્ષથી કમળ અને લીલી ઉગાડી રહી છું. અગાઉ હું આ ફૂલોને નજીકના તળાવમાંથી લાવીને વાવતી હતી. પરંતુ મને તેની હાઇબ્રિડ જાતો વિશે ઓનલાઈન ખબર પડી, ત્યારબાદ મેં ઓડિશાથી કંદ આયાત કરીને તેનું વાવેતર કર્યું.”

ટ્યૂબર આ ફૂલોના મૂળ અથવા કંદને કહેવામાં આવે છે, જેમાંથી ઘણા નાના મૂળ ઉગે છે. એક ટ્યૂબરમાંથી એક છોડ બને છે, પરંતુ જ્યારે છોડ મોટો થાય છે, ત્યારે તેનું રિપોર્ટિંગ કરવામાં આવે છે.

ધીરે ધીરે, તેણી ઘણી જાતનાં ફૂલોનાં ટ્યૂબર ઓનલાઈન મગાવીને ઉગાવવા લાગી. માત્ર એક વર્ષમાં તેનું કલેક્શન ઘણું મોટું થઈ ગયું. આજે તેમની પાસે Lady Bingley, Foreigner, Bucha, White Peony Lotus, Little Rain, Buddha Seat, Green Apple, Pink Cloud, Snow White, Peak of Pink અને લિલીની Poonsup, Morodabay, Sanamchai, Rishi, Riya  જેવી ઘણી જાતો ઉપલબ્ધ છે.

How To Grow Lotus

સોશિયલ મીડિયાથી બિઝનેસ શરૂ કર્યો
નીતુ કહે છે, “આ છોડને રિપોટિંગ કરતી વખતે આપણને ત્રણથી ચાર કંદ મળે છે જેમાંથી આપણે નવા છોડ ઉગાડી શકીએ છીએ. મારા કલેક્શનને જોયા પછી, મારા ઘણા મિત્રો મારી પાસે ટ્યૂબર માગતા હતા. ત્યારે જ મેં તેના વ્યવસાય વિશે વિચાર્યું.”

તેણે સોશિયલ મીડિયા પર તેના સુંદર ફૂલોની તસવીરો અપલોડ કરવાનું શરૂ કર્યું, જેના પછી દેશભરના લોકોએ તેની પાસેથી કંદની માંગ કરવાનું શરૂ કર્યું. તેણી આ ફૂલોના કંદ અને તેના નાના મૂળને દેશભરમાં કુરિયર દ્વારા પહોંચાડે છે. તેને નિયમિતપણે કોલકાતા, પુણે અને મુંબઈથી ઓર્ડર મળે છે. તેમની પાસે ઉપલબ્ધ કંદની હાઈબ્રિડ જાતોની બજારમાં કિંમત રૂ.300 થી રૂ.15000 છે. નીતુ આ ટ્યુબ તેના ગ્રાહકોને બજાર કિંમતે જ આપે છે.

How To Grow Water Lily

બીજા લોકોને શીખવ્યુ લોટસ કલ્ટિવેશન
નીતુ પોતાના ઘરની છત પરથી આ બિઝનેસ ચલાવે છે. તેમનાથી પ્રભાવિત થઈને, તેમની એક મિત્ર, વિનીતા મનોજે પણ છેલ્લા લોકડાઉન દરમિયાન લીલી અને કમળ ઉગાડવાનું શરૂ કર્યું. આ પછી, તે હવે તેનો વ્યવસાય પણ કરી રહી છે. વિનિતા કહે છે, “મને સૌપ્રથમ વાર કમળ ઉગાડવા માટે હાઇબ્રિડ ટ્યૂબર નીતુએ જ આપ્યા હતા, ત્યાર બાદ તે મને સમયાંતરે તેને લગતી સલાહ આપતી રહે છે. અત્યારે હું બિહારમાંથી પણ ટ્યૂબર મંગાવી રહી છું. આ ઓનલાઈન બિઝનેસમાંથી સારી કમાણી થાય છે. હું એક સીઝનમાં સરળતાથી 30 હજાર રૂપિયા કમાઈ લઉ છું.”

અંતે, નીતુ કહે છે કે દરેક વ્યક્તિ જે બાગકામના શોખીન છે તે આને આરામથી કરી શકે છે. તેને બહુ કાળજીની પણ જરૂર નથી. તમે ટ્યૂબર ખરીદવા માટે નીતુનો તેના ઇન્સ્ટાગ્રામ પેજ અથવા 9961936210 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મંદિરની ચુંદડીઓમાંથી ‘અર્પણ પોટલી’ અને ‘ચાંદલા કવર’, મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe