Floral Separator

તે સમયે દાઉદી વહોરા સમુદાય દ્વારા લાકડાના ઉપયોગથી બનાવવામાં આવ્યાં હતાં આ ઘર.

Floral Separator

પહોળાઈમાં સાંકડાં પણ લાંબાં આ ઘરમાં બરાબર વચ્ચે ચોક હોય છે, હવા ઉજાશ માટે.

Floral Separator

નિયોક્લાસિકલ શૈલીનાં આ ઘર જોતાં આપણને એમજ અનુભવાય કે, વિક્ટોરિયન યુગમાં સફર કરી રહ્યા છીએ.

Floral Separator

આ લોકો વેપારી હોવાથી અવાર-નવાર વિદેશ પ્રવાસ કરતા, અને તેમના અનુભવોની ઝાંકી જોવા મળે છે આ ઘરોમાં.

Floral Separator

સિદ્ધપુરની આ ગલીઓની મુલાકાત તમને ચોક્કસથી એક-બે સદી પહેલાંના યુરોપિયન દેશોની સફર કરાવશે.