દંડની જગ્યાએ મફત પેટ્રોલ ભરી આપે છે વડોદરા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક ચેમ્પને મળે છે સન્માન

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડ સેફ્ટીના નિયમો પાળવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરનારનું સન્માન કરનારને આપવામાં આવે છે ફ્રી પેટ્રોલ કૂપન.

Vadodara Traffic Police

Vadodara Traffic Police

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે રસ્તા પર તમારું ટુ-વ્હીલર કે ફોર વ્હીલર લઈને નીકળ્યા હોવ અને ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારવાની જગ્યાએ તમારું સન્માન કરવા ઊભા રાખે? અને સન્માનમાં પણ શું ખબર છે તમને, પેટ્રોલ… છે ને આશ્ચર્યજનક બાબત!

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને લોકોને નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વડોદરા પોલીસ દ્વારા હટકે અભિયાન શારૂ કરવામાં આવ્યું છે અને તેનો લોકો દ્વારા બહુ સારો પ્રતિભાવ પણ મળી

મોટાભાગના લોકો એમજ માનતા હોય છે કે, ટ્રાફિક સિગ્નલે ટ્રાફિક પોલીસ આપણને ઊભા રાખે એટલે દંડ ફટકારવા માટે જ ઊભા રાખે છે, પરંતુ અહીં કઈંક અલગ જ જોવા મળે છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને દંડ ફટકારવાની જગ્યાએ તેમનું સન્માન કરવાનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. જેના અંતર્ગત જે વાહનચાલકો ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરે છે, તેમનું પેટ્રોલની ફ્રી ગિફ્ટ કૂપન આપવામાં આવે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા રોજ 50 એવા ટ્રાફિક ચેમ્પની પસંદગી કરવામાં આવે છે જેમણે ક્યાંય ટ્રાફિક સિગ્લનનો ભંગ કર્યો ન હોય, ટુવ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ હોય તેમજ બીજા બધા કાયદાનું બરાબર પાલન કર્યું હોય. એક દિવસમાં આવા 50 ટ્રાફિક ચેમ્પિયનને ટ્રાફિક પોલિસ દ્વારા 100 રૂપિયાની ફ્રી પેટ્રોલ કૂપન આપવામાં આવે છે.

શહેરના નાગરિકોને દંડના નામે ડરાવવાની જગ્યાએ આ રીતે નિયમો પાળવા અંગે પ્રોત્સાહોત કરવાની વડોદરા પોલીસનીઆ રીત ખરેખર વખાણવાલાયક અને અનોખી છે.

આ પણ વાંચો: બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe