Hunnarshala
ભૂકંપ વખતે સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ ભુજ શહેર આ વિનાશક ભૂકંપનું મોટા પાયે ભોગ બન્યું હતું. તેનું પુનઃનિર્માણ કરવા માટે, સ્થાનિક આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો અને બિન-લાભકારીઓનું એક જૂથ એકસાથે આવ્યું, જેમાં સમુદાયની ભાગીદારી, પરંપરાગત ઘરની ડિઝાઇન અને સ્થાનિક જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો, જેથી શહેરનું પુનઃનિર્માણ થઈ શકે. અને તેથી જ 2003 માં, આ હુન્નરશાળા બની.
હુન્નરશાળા એક અલગ માર્ગે આગળ વધી હતી, જેણે આસપાસના ગ્રામજનોને 'રેમ્ડ અર્થ' જેવી પરંપરાગત તકનીકો સાથે હજારો ભૂકંપ-પ્રતિરોધક ઘરો બનાવવામાં મદદ કરી હતી.
તેઓએ શહેરોમાં જોવા મળતા પાકાં સિમેન્ટના ઘરોને બદલે પરંપરાગત 'ભુંગા' બાંધીને ઘરોને ફરીથી બનાવવાનું પસંદ કર્યું. તે સમયે લગભગ 1400 મકાનો બાંધવામાં આવ્યા હતા. આ રચનાઓનું સખત પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
હુન્નરશાળાએ કચ્છ જિલ્લાના હોડકા ગામમાં શામ-એ-સરહદ રિસોર્ટ પણ બનાવ્યો, જે ગામ દ્વારા ચલાવવામાં આવતો સમુદાય આધારિત પ્રવાસન પ્રોજેક્ટ છે, જેમાં પરંપરાગત ભૂંગાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
/gujarati-betterindia/media/post_attachments/2022/02/3-14-1024x580.jpg)
આ પણ વાંચો: 10-15 હજારમાં બનતાં કચ્છી ભૂંગાં બચાવે ધરતીકંપ અને રેતીનાં તોફાનોથી, બાંધકામ છે અનોખુ
2002-2003માં બાંધવામાં આવેલા ભૂંગા ઘરો ઉપરાંત, હુન્નરશાળાએ પ્રદેશના અન્ય ભાગોમાં પણ મકાનો બાંધ્યા હતા. પ્રદેશની આબોહવાને અનુકૂળ યોગ્ય ઇમારતો બાંધવા માટે, હુન્નરશાળા સ્થાનિક કારીગરો સાથે કામ કરે છે સાથે સાથે હુન્નરશાળા નિયમિતપણે નવા ઉકેલો શોધે છે જે કચરો અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને સ્વદેશી મકાન પ્રણાલીને ઉન્નત બનાવે.
આ પ્રદેશમાં ગરમ આબોહવા ધરાવે છે અને તાપમાન રાત અને દિવસ વચ્ચે બદલાય છે, જેના પરિણામે કોંક્રિટનું ખવાણ થાય છે તેથી માટી અને વાંસ આધારિત બાંધકામની તકનિક શ્રેષ્ઠ છે.
અન્ય રાજ્યોને આપત્તિ પછીની સહાય
ભુજ ઉપરાંત, હુન્નરશાળાએ અન્ય રાજ્યોને પણ તેમના નિરાશાના સમયમાં સહાયની ઓફર કરી છે. 2005 માં, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં વિનાશક ભૂકંપ ત્રાટક્યો હતો, ત્યારે સરકાર દ્વારા હુન્નરશાળાને તંગધાર ખીણમાં 7000 અસ્થાયી ઘરો બાંધવા માટે કહેવામાં આવ્યું હતું.
શિયાળામાં હિમવર્ષાના આગમન સાથે તે સંપૂર્ણપણે કપાઈ જાય છે અને પછી કોઈ ઘર બાંધી શકાતું નથી. તેથી, તેઓ 10-15 લોકોની મોટી ટીમ સાથે ત્યાં ગયા, એક મહિના સુધી ત્યાં રહ્યા, અને ઘરો બાંધવા માટે સમુદાયને એકત્ર કર્યો.
/gujarati-betterindia/media/post_attachments/2022/02/2-14-1024x580.jpg)
આ પણ વાંચો: વાંસ, માટી અને છાણમાંથી બનેલ ‘ફાર્મર હાઉસ’, જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતી
હુન્નરશાલા દ્વારા રજૂ કરવામાં આવેલી કેટલીક નવીન તકનીકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1) બાંધકામના બંધારણની આયુષ્ય વધારવા માટે વાંસની રાસાયણિક સારવાર
2) રેટ ટ્રેપ ચણતર: દિવાલ બનાવવાની એક પદ્ધતિ, જેમાં ઇંટોને વધુ સારી રીતે થર્મલ ઇન્સ્યુલેશન આપવા માટે ઊભી સ્થિતિમાં મૂકવામાં આવે છે.
3) ઇકોસન શૌચાલય: આ એક બંધ સિસ્ટમ છે જેને પાણીની જરૂર નથી, અને આમ પાણીની અછત અને આપત્તિ પછીના અસરગ્રસ્ત વિસ્તારો માટે યોગ્ય છે.
હુન્નરશાળાની વેબસાઇટ પરથી જાણવા મળે છે કે,“ તેમણે ઓરલાહા ગામમાં 42 ઘરો અને પુરૈની ગામમાં 89 ઘરો બનાવીને યોગ્ય બાંધકામ માટે ટેક્નોલોજી તેમજ નીતિના અમલીકરણનું નિદર્શન કર્યું અને પ્રોગ્રામને વધુ અમલમાં મૂકવા માટે 400 થી વધુ લોકોને તાલીમ આપી.” આગળ જાણવા મળે છે કે બિહાર સરકાર દ્વારા પુનઃનિર્માણની દેખરેખ માટે સ્થાનિક કારીગરોને આ તકનીકોમાં તાલીમ આપવામાં આવી હતી અને કામે લગાડવામાં આવ્યા હતા.
ઓડિશા, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં આ જ પ્લેબુક છે. જો કે, સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગઈ છે, ઇન્ડોનેશિયા, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા આપત્તિગ્રસ્ત દેશોમાં કામ કરી રહી છે, અન્ય સમુદાયોની પરંપરાગત નિર્માણ તકનીકોનો અમલ કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, તેણે આ ટેકનિકોને ગુજરાતમાં પાછી લાવી છે અને સ્થાનિક કારીગરોને શીખવી છે. વધુમાં, સ્થાનિક સમુદાયોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના તેના કાર્યના ભાગ રૂપે, હુન્નરશાળા આ કારીગરોને તેમના વ્યવસાયો શરૂ કરવામાં સહાય પણ કરે છે.
/gujarati-betterindia/media/post_attachments/2022/02/4-9-1024x580.jpg)
આ પણ વાંચો: જો ટકાઉ ઘર બનાવવા ઈચ્છતા હોવ તો આ 8 પ્રાચીન ભારતીય તકનીકો તરફ પાછા ફરવું જ રહ્યું
જો બહારની કંપનીઓ અથવા આર્કિટેક્ટને તેમની સેવાઓની જરૂર હોય, તો હુન્નરશાળા તેમને આ કારીગરો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ મધ્યપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાંથી પણ આવે છે.
પુનઃનિર્માણ કાર્યની સાથે, હુન્નરશાળાએ કારીગરશાળા પણ શરૂ કરી, જે 16 થી 18 વર્ષની વયના શાળા છોડી દેનારાઓને સુથારીકામ અને ચણતરમાં તાલીમ આપે છે.
મહાવીર જણાવે છે કે,“અમે આ કારીગર શાળા શરૂ કરવાનું વિચાર્યું કારણ કે અમે ચાર વર્ષ સુધી આબુધાબીમાં લગભગ 100 કારીગરો સાથે કામ કર્યું, તેમને તેમનાબંધકામને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી. તે પછી, અમે વિચાર્યું કે શા માટે સ્થાનિક શાળા છોડનારાઓને તાલીમ આપવા માટે શાળા શરૂ ન કરીએ. તે એક વર્ષનો કોર્સ છે, જ્યાં અમે તેમને સુથારીકામ અને દિવાલ બનાવવાનું શીખવીએ છીએ. દરેક 15 વિદ્યાર્થીઓ સાથે બે અલગ અલગ અભ્યાસક્રમો છે. એક વર્ષ પછી, અમે તેમને કામ મેળવવામાં મદદ કરવા, તેમના પ્રોજેક્ટની દેખરેખ રાખવા અને તેઓ ઉદ્યોગસાહસિક બને તેની ખાતરી કરવા માટે તેમને બીજા વર્ષ માટે જોડે જ રાખીએ છીએ."
મૂળ લેખ: રીંચેન નોરબૂ વાંગચૂક
આ પણ વાંચો: બાંચા ગામઃ દેશનું પહેલું એવું ગામ જ્યાં તમામ ઘરોમાં સૌર ઉર્જાથી બને છે રસોઈ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.