કેન્દ્રિય વિદ્યાલયમાં ગણિતના શિક્ષક, સંજીવ કુમાર, લૉકડાઉન સમયથી 2200 કરતાં વધારે વિદ્યાર્થોને મફતમાં ઑનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.
આપણા દેશમાં આજે પણ ગુરૂઓને ભગવાન સમાન સન્માન આપવામાં આવે છે. જ્યાં ગુરૂ પોતાની જાત કરતાં બાળકોના શિક્ષણને વધારે મહત્વ આપે છે. તેઓ શિક્ષણને પૈસાના ત્રાજવે નથી તોલતા. આજે અમે તમને એક આવા જ શિક્ષક વિશે જણાવી રહ્યા છીએ, જેઓ દેશ-વિદેશમાં હજારો વિદ્યાર્થીઓને મફતમાં ઑનલાઈન ક્લાસિસ મારફતે ગણિત શીખવાડે છે. અમે વાત કરી રહ્યા છીએ બઠિંડાના એક સરકારી શિક્ષક સંજીવ કુમારની. તેમણે શિક્ષણના મહત્વ અને વિદ્યાર્થીઓ પ્રત્યે કર્તવ્યને સમજી, એક બહુ સરસ પગલું લીધું. ચાલો આજે અમે તમને બતાવીએ તેમના ઑનલાઈન ક્લાસનો નજારો, જેને જોઈને કદાચ દેશભરના બીજા પણ ઘણા શિક્ષકોને પ્રેરણા મળશે.
સાંજના ચાર વાગી ગયા છે. બઠિંડાના રહેવાસી સંજીવ કુમાર, ઑનલાઈન સેશનની તૈયારી કરી રહ્યા છે. સંજીવ કુમારને બાળકોને ભણાવવાનો 18 વર્ષનો અનુભવ છે. તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં ગણિતના શિક્ષક છે. પરંતુ સંજીવ આજકાલ ડિજિટલ સ્પેસ પર કઈંક અલગ જ કરી રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી સ્કૂલની નોકરીની સાથે-સાથે બાળકોને મફતમાં ઑનલાઈન ક્લાસ પણ આપે છે.
ઑનલાઈન સેશન માટે તેઓ બે લેપટોપનો ઉપયોગ કરે છે. એક લેપટૉપ પર ઝૂમ એપ ચલાવે છે અને બીજા પર એ નોટ્સ હોય છે, જેની ચર્ચા તેઓ ઑનલાઈન સેશનમાં બાળકો સાથે કરે છે. આ સિવાય, ટેબલ પાસે એક ગ્લાસ પાણી પણ હોય છે. સાથે-સાથે કેટલાંક પુસ્તકો, માર્કર પેન વગેરે પણ હોય છે. તેમની પાછળ એક વ્હાઈટબોર્ડ છે. સંજીવ કુમાર આ ઑનલાઈન સેશન દરરોજ સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી લે છે.
વાસ્તવમાં, સંજીવ કુમાર દુનિયાભરમાં આઠમા ધોરણ અને તેનાથી ઉપરના ક્લાસના વિદ્યાર્થીઓને ગણિત શીખવાડે છે અને એ પણ એકદમ મફત.
સંજીવ કહે છે, “લોકોની એ ધારણા છે કે, સરકારી સ્કૂલના શિક્ષકો દર મહિને માત્ર પગાર લે છે અને કઈં કામ નથી કરતા. હું આ વિચારસરણીને બદલવા ઈચ્છું છું.” આ વિચારસરણીને બદલવા જ સંજીવે લીધું આ નાનકડું પગલું.
ગયા વર્ષે માર્ચ મહિનામાં જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે સંજીવ એક એવી સિસ્ટમ બનાવવા ઈચ્છતા હતા, જ્યાં તેઓ બાળકોને ભણાવવાનું ચાલું રાખી શકે. સંજીવ કહે છે કે, કેટલીક પ્રાઈવેટ સંસ્થાઓ જે રોતે બાળકો પાસેથી વધારાની ફી વસૂલે છે, એ જોઈને તેમને પણ બહુ દુ:ખ થયું હતું.
સંજીવ કહે છે, “મેં રિસર્ચ કર્યું અને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે, બાળકો સિધી પહોંચવા અને તેમને શીખવાડવા માટે ટેક્નોલૉજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.”
29 માર્ચ, 2020 માં સંજીવે પહેલીવાર ગણિત વિષય પર ઑનલાઈન ક્લાસ લીધો, જેમાં 50 બાળકો હતાં. સંજીવ કહે છે, “પહેલા ક્લાસમાં મિત્રો અને પરિવારનાં બાળકો હતાં અને આ મારા માટે એક ટેસ્ટ સેશન જ હતું.”
તેમનો પ્રયોગ ખૂબજ સારો રહ્યો અને એક એપ્રિલ 2020 ના રોજ તેમના બીજા સેશનમાં, 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેઓ કહે છે, “ત્યારે મારા માટે એક જવાબદારી બની ગઈ. હવે મારે સુનિશ્ચિત કરવાનું હતું કે, હું બાળકોને સારી રીતે ભણાવું.”
સંજીવ પોતે પણ સરકારી સ્કૂલમાં ભણ્યા હતા અને તેમણે એક સરકારી શાળામાં શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું. તે અત્યારે ‘કેન્દ્રિય વિદ્યાલય બઠિંડા છાવની સ્કૂલ’ માં આઠમા ધોરણ અને તેનાથી ઉપરનાં બાળકોને ગણિત ભણાવે છે.
મફત ક્લાસ ચાલું રાખવા ખરીધ્યું પ્રીમિયમ ઝૂ્મ અકાઉન્ટ
સંજીવ કહે છે કે, તેઓ ગણિતના આ ઑનલાઇન ક્લાસ મફતમાં જ લે છે અને તેના માટે તેઓ દર મહિને પોતાના ખિસ્સામાંથી 20 હજાર રૂપિયા ખર્ચે છે.
તેઓ કહે છે, “શરૂઆતમાં મેં મફતમાં ઝૂમ અકાઉન્ટનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો, પરંતુ તેમાં મને મારા ક્લાસ માટે માત્ર 40 મિનિટનો સમય મળતો હતો. એટલે મેં એ અકાઉન્ટને અપગ્રેડ કરવા અને પગ્રેડેડ અકાઉન્ટ પર દર મહિને 70 યૂએસ ડૉલર ખર્ચવાનો નિર્ણય લીધો.”
અકાઉન્ટ અપગ્રેડ કર્યા બાદ, સંજીવ પોતાના દરેક ઑનલાઈન ક્લાસમાં 500 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકે છે. તેઓ કહે છે, “જો કે, મેં સુનિશ્ચિત કર્યું છે કે, મારી પાસે સૌથી શ્રેષ્ઠ અને તેજ ઈન્ટરનેટ કનેક્શન હોય, પરંતુ મેં જોયું કે છત્તીસગઢ અને દેશના બીજા ભાગોમાંથી ઘણીવાર કનેક્ટિવિટીની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ લૉગ આઉટ થઈ જાય છે.”
આ મુશ્કેલીનો હલ કાઢતાં, સંજીવ દરેક સેશનની નોટ્સ બનાવે છે અને નોટ્સની પીડીએફ ફાઈલ બનાવી સેશનમાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને આપે છે.
સંજીવના ક્લાસમાં તમે આ રીતે એનરોલ કરી શકે છે
ક્લાસમાં એનરોલ કરવા માટેની સિસ્ટમ બહુ સરળ છે. વિદ્યાર્થીઓ તેમનું નામ, ધોરણ અને સ્કૂલનું નામ જણાવી સંજીવને 9464302178 પર વૉટ્સએપ મેસેજ કરી શકે છે. આ માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થીને એક કન્ફર્મેશન મેસેજ મળશે અને તેને એક બ્રોડકાસ્ટ ગૃપમાં જોડવામાં આવશે. સેશનની માહિતી સેશન શરૂ થાય તેની 10 મિનિટ પહેલાં મોકલવામાં આવશે.
સંજીવ આ સેશન રોજ પોતાની સ્કૂલની ડ્યૂટી પૂરી કર્યા બાદ સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી લે છે. સેશનમાં રોજ ત્રણ બેચ લે છે, જેમાં આઠમા ધોરણ અને તેનાથી ઉપરનાં ધોરણનાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બઠિંડાના વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ ઑનલાઈન ક્લાસમાં આજે યૂએઈ અને મલેશિયાના વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે.
સાદુ જીવન, ઉચ્ચ વિચાર
જરા પણ અચકાયા વગર સંજીવ કહે છે, “મને દર મહિને 80 હજાર પગાર મળે છે. મારી પત્ની પણ શિક્ષિકા છે અને તે પણ આટલું જ કમાય છે. અમારી જરૂરિયાતો મર્યાદિત છે અને અમે જાણી-સમજીને જ દર મહિને 20 હજાર અલગ કરાવાનો નિર્ણય લીધો છે. જેનો ઉપયોગ તેઓ બાળકોને ભણાવવા માટે કરે છે.”
સરકારી સ્કૂલ અને ત્યાં ભણતાં બાળકો વિશે લોકોની છે ધારણા છે, તે સંજીવને બહુ તકલીફ આપે છે. જેને બદલવાનો પ્રયત્ન કરે છે તેઓ. આજે દુનિયાભરનાં બાળકો તેમાના ઓનલાઈન ક્લાસનો લાભ લે છે. તેઓ કહે છે, “જો આ બધુ કરીને હું બીજા એક સરકારી ક્ષકને પણ પ્રેરિત કરી સકીશ તો, હું તેને મારી બહુ મોટી સફળતા માનીશ.”
તમે સંજીવની અધ્યયન સામગ્રીનો ઉપયોગ કરવા YouTube માં લૉગ ઈન કરી શકો છો અને તેમના ફેસબુક પેજ સાથે પણ જોડાઈ શકો છો.
આ પણ વાંચો: દરદીઓ માટે 24 કલાક ખુલ્લુ રહે છે આ દવાખાનુ, ડૉક્ટરની ફી માત્ર 10 રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167