ઘરની બહાર રહો છો અને રાંધતા નથી આવડતું? તો ચિંતા ન કરશો આ Automatic Cooking Machine ત્રણ સ્ટેપ્સમાં બનાવશે તમારી મનપસંદ રસોઈ
શું તમે પણ વિચારો છો કે, ઓફિસ અથવા જિમથી ઘરે પાછા ફર્યા બાદ જો, તમને રાંધેલું ભોજન મળે તો કેટલું સારું રહેશે? પણ ઘરમાં તમારા માટે પ્રેમથી રસોઇ બનાવનાર કોઇ નથી. તો હવે ઓટોમેટિક કુકિંગ મશીન (Automatic Cooking Machine)તમારા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરશે.
આજકાલ ટેકનોલોજીએ આપણા માટે બધું જ સરળ બનાવી દીધું છે, પછી ભલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેબ બુક કરાવવી હોય અથવા ઘરે બેસીને ભોજન મંગાવવુ હોય. સમયની સાથે, એવી ટેકનોલોજી પણ વિકસિત થઈ છે, જે તમને રસોડામાં રસોઈ કરવા જવાથી પણ સ્વતંત્રતા આપી શકે છે. ક્યારેક તમે ઓફિસનું કામ કરીને એટલા થાકી જાવ છો કે તમને ઘરે આવીને રસોઇ બનાવવી મુશ્કેલ લાગે છે! આ કિસ્સામાં, આ ટેક્નોલોજી તમારા માટે કામ કરી શકે છે.
NOSH નામનાં આ Automatic Cooking Machineને બેંગ્લોરનાં એક સ્ટાર્ટઅપ Euphotic Labs નાં સહ-સંસ્થાપક, યતિન વરાછિયાએ ડિઝાઈન કર્યુ છે. 34 વર્ષીય યતિનનું કહેવું છેકે, ઘરેથી દૂર રહીને સારું ખાવાના શોખને કારણે તેમને આ બનાવવાની પ્રેરણા મળી.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ, હું ગુજરાતનાં એક નાનકડા ગામ કંટવાથી છું. અને 2008માં ભણવા માટે બેંગ્લોર આવ્યો હતો. મે ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. જે બાદ કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ પણ કર્યુ છે. આ વર્ષો દરમ્યાન હું સારું ખાવાનું ખાવા માટે તરસતો હતો. તો બહાર રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ખાઈને હું કંટાળી ગયો હતો.
લગ્ન પછી પણ, તેના ખાવાની સમસ્યા યથાવત્ હતી. કારણ કે તેની સાથે, તેની પત્નીનો પણ વધારે સમય પોતાના કામ અને ઓફિસથી ઘરે આવવામાં જ જતો હતો. રાંધવાનો સમય ઓછો મળતો હતો. યતિનના મોટાભાગના મિત્રોને પણ આ જ સમસ્યા હતી. તે જણાવે છે, “મેં લગભગ 100 લોકો સાથે ચર્ચા કરી, જેમાંથી 50% અમેરિકામાં રહેતા હતા. મેં જોયું છે કે તે ભારત હોય કે અમેરિકા, સમયની અછતને કારણે, લોકો પરંપરાગત ભારતીય ભોજન રાંધવા અને ખાવાનો આનંદ માણી શકતા નથી.”
તેના ઘણા મિત્રોએ અનહેલ્ધી ખાવાની આદતો વિશે ફરિયાદ કરી અને જણાવ્યુકે, તેઓ કેવી રીતે ખાવા માટે તૈયાર પેકેજ્ડ ખોરાક પર આધાર રાખે છે. ઘણા મિત્રોએ કહ્યું કે, વારંવાર રેસ્ટોરન્ટનું ખાવાનું ખાઈને તેમનું પેટ ખરાબ થઈ જાય છે.
2016-17માં યતિને તેના મિત્રો પ્રણવ રાવલ, અમિત ગુપ્તા અને સુદીપ સાથે પોતાના વિચાર વિશે વાત કરી હતી. ત્રણેયે સાથે મળીને એક એવું ઉપકરણ બનાવવાનું વિચાર્યું કે જે ખોરાકને રાંધશે અને તેમના જેવા લોકોની સમસ્યાઓ હલ થઈ શકે.
એક જેવા સ્વાદનું પ્રોમિસ
ત્રણ વર્ષના પ્રયત્નો, ઘણા પ્રયોગો અને છ પ્રોટોટાઇપ્સ બનાવ્યા પછી, તેણે આ automatic cooking machine, NOSH બનાવ્યું. આ automatic cooking machine,તમારા સ્વાદ અને જરૂરિયાત મુજબ 120થી વધુ વાનગીઓ રાંધે છે. તે પણ માત્ર ત્રણ સરળ પગલાંમાં.
પોતાના મશીન વિશે વાત કરતા તેઓ કહે છે કે આ મશીન માઇક્રોવેવની સાઇઝનું છે. જેમાં તમારે તમારી પસંદગીના ખાવાની સામગ્રી અને મસાલાઓ અલગ અલગ બનાવેલા કન્ટેનરમાં ભરવાના રહેશે. તે કહે છે, “મસાલા, તેલ અને પાણી માટે અલગ સ્લોટ છે. જ્યારે મુખ્ય સામગ્રી, જેમ કે શાકભાજી, પનીર અથવા માંસ, ટ્રેમાં જાય છે. જે પછી તમારે ફક્ત તમારી પસંદગીની વાનગી પસંદ કરવી પડશે. બાદમાં, આ મશીન તેનું કામ કરે છે અને તમારા કામ કર્યા વગર જ ખોરાક રંધાી જાય છે.”
તે આગળ જણાવે છે, “જોકે આ પ્રક્રિયામાં કોઈ વ્યક્તિની જરૂર નથી, પરંતુ ખોરાક તૈયાર કરવામાં એટલો જ સમય લાગે છે. આ મશીન આપેલી રેસીપીને યોગ્ય રીતે અનુસરે છે. ઉપરાંત, તે સુનિશ્ચિત કરે છે કે બધી જ વસ્તુઓ યોગ્ય રીતે અંદર મળીને ખાવાનું તૈયાર કરે.”
ત્રણનું કહેવું છે કે આ automatic cooking machineને ભારતમાં ડિઝાઈન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ automatic cooking machine, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ છે અને મોબાઇલ એપ દ્વારા ચાલે છે. જેની મદદથી તે મટર પનીર, ફિશ કરી અને અન્ય ઘણા વન પોટ ભોજન બનાવી શકે છે. આ સિવાય, તમે તેમાં તમારી કેલરીને ટ્રેક કરી શકો છો. તો, તમે તમારા સ્વાદ અનુસાર નવી વાનગીઓ પણ ઉમેરી શકો છો.
Euphotic Labsના સહ-સંસ્થાપક અમિત કહે છે, “જોકે, ઓટોમેટિક ખાવાનું બનાવતુ મશીન વિશે વિચારવું જેટલું સરળ છે, એટલું જ મુશ્કેલ તેને બનાવવાનું છે.”
તેમણે ઉમેર્યું, “NOSH એકદમ નવી પ્રોડક્ટ છે, તેથી અમારી પાસેથી પ્રેરણા લેવા અથવા શીખવા માટે કોઈ પ્રોડક્ટ નહોતી. તેને બનાવવા માટે અમારે ઘણા ટ્રાયલો અને પ્રયોગો કરવા પડ્યા. દરેક વાનગી માટે, એક અલગ રીત છે જે ઉપકરણને શીખવવાની હોય છે.”
એક ઉદાહરણ આપતાં અમિત કહે છે, “રવાને શેકવા માટે તમારે તેને સતત હલાવવું પડે છે. તેથી, મશીન પણ એ જ રીતે સેટ કરવું પડશે, નહીં તો રવો બળી જશે. જો તમે કોઈપણ શાકભાજી માટે ડુંગળી સાંતળવા માંગતા હોય તો પણ તે મુજબ સેટ કરવું પડશે. સબ્જી તૈયાર કરતી વખતે, ડુંગળી સોનેરી બદામી રંગની થાય પછી જ સામગ્રી અને મસાલા ઉમેરવા જોઈએ.”
અમિત કહે છે કે આપણે માણસો રસોઈ બનાવતી વખતે, જેમ આપણા હાથોને આમ-તેમ કરીને રાંધીએ છીએ, એ જ રીતે, આ કામ કરવા માટે રોબોટ પાસે ચાર પ્રકારની મોશન ટેકનોલોજી છે. તે કહે છે, “અમે આ રોબોટને બટાકા તળવા જેવી સરળ વસ્તુઓની સાથે બનાવ્યો છે. બાદમાં અમે તેમાં કેટલીક મુશ્કેલ વાનગીઓ પણ ઉમેરી.”
તેમણે કહ્યું કે તેમના વિચાર માટે ભંડોળ મેળવવું પણ એક મોટો પડકાર હતો. તે જણાવે છે, “સદભાગ્યે, અમને આ પ્રોડક્ટ બનાવવા માટે સરકાર તરફથી કેટલુંક ફંડ મળ્યુ, કેટલાક બહારના રોકાણકારોએ પણ અમને ટેકો આપ્યો, આ સિવાય અમે મિત્રો અને પરિવાર પાસેથી પણ કેટલાક પૈસા લીધા. હવે અમારી ટીમ અમારું સીડ ફંડ વધારવાની પ્રક્રિયામાં છે.”
મશીનથી રાંધેલા ખોરાકનો સ્વાદ છે બિલકુલ હાથે રાંધેલા ખોરાક જેવો
અમિત કહે છે કે અમને આ ઉપકરણના 190 પ્રી-ઓર્ડર મળ્યા છે. તે જણાવે છે, “અત્યાર સુધી, COVID-19 ને કારણે ઇવેન્ટ્સ અને પ્રદર્શનોને સ્થગિત કરવામાં આવ્યા છે, તેથી અમે અમારા ઉત્પાદનો ગ્રાહકોને યોગ્ય રીતે પહોંચાડી શકતા નથી. તો, આ રોગચાળાએ ઉપકરણની જરૂરિયાત વધારી દીધી છે, મોટાભાગના લોકો ઘરે રાંધેલો ખોરાક ખાવા માંગે છે, પરંતુ ઘરેથી કામ કરતી વખતે તેમને સમય મળતો નથી.”
આ automatic cooking machine, NOSHની કિંમત 50,000 રૂપિયા છે, જ્યારે પ્રી-ઓર્ડર કરવા પર તે 40,000 રૂપિયામાં આવે છે.
સિદ્ધાર્થ ઘોષ આ મશીનના શરૂઆતના ગ્રાહકોમાંનો એક છે. તેણે આ ઉપકરણ વિશે તેના કેટલાક નજીકના મિત્રો પાસેથી સાંભળ્યું હતું. તે જણાવે છે, “સામાન્ય રીતે આપણે માઇક્રોવેવ ઓવન અને OTGનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક એવું મશીન જે ખાવાનું પણ બનાવી શકે છે, તેના વિશે સાંભળીને હું અને મારી પત્ની નિહારિકા ઘણા આશ્ચર્ય પામ્યા હતા. પરંતુ હવે, અમે નિયમિત રીતે તેમાં પૌવા, ઉપમા, બિરયાની, કડાઈ પનીર, ચિકન ખુરચન, ગાર્લિક પ્રોન અને પાસ્તા રાંધીએ છીએ. તેમાં રાંધેલા ભોજનનો સ્વાદ પણ ઘણો સારો હોય છે ”
નિહારિકા કહે છે કે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે ભોજનનો સ્વાદ બિલકુલ હાથથી બનાવેલા ભોજન જેવો હોય છે. તેણીએ કહ્યું, “શરૂઆતમાં, હું મશીનથી બનેલા ખોરાક વિશે થોડી શંકાસ્પદ હતી. પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી, મારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. આ સિવાય, શ્રેષ્ઠ બાબત એ છે કે આ automatic cooking machineને કોઈ પણ પ્રકારની દેખરેખની જરૂર પડતી નથી.”
યતિનનું કહેવું છે કે અત્યારે તેમનું આ સ્ટાર્ટઅપ, તેમના પ્રોડક્ટને યોગ્ય રીતે અને દરેક જગ્યાએ વેચી શકતા નથી. તે જણાવે છે, “અમારું લક્ષ્ય આ ઉત્પાદનને અમેરિકાના ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે. અમે ત્યાં લગભગ 40 લાખ ભારતીયોની ઓળખ કરી છે જેઓ તેમની સગવડતા મુજબ તાજુ રાંધેલું અને ઘરનું ભોજન ઇચ્છે છે. કેટલાક ગ્રાહકો એશિયા, યુકે, ઓસ્ટ્રેલિયા અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છે. અમે USAમાં અમારા ઉત્પાદનની ઓન-ફિલ્ડ ટ્રાયલ માટે તૈયારી કરી રહ્યા છીએ.
અંતમાં, યતીન કહે છે, “અમારો ઉદ્દેશ બધાના મનપસંદ ભોજનને યોગ્ય સ્વાદ અને આરોગ્ય લાભો સાથે, વધારે મહેનત કર્યા વગર તેમના સુધી પહોંચાડવાનો છે. જેથી લોકો તેમના કામ સાથે તાજો ઘરે બનાવેલો ખોરાક ખાઈ શકે.”
મશીનનું ટ્રાયલ જોવા માટે અહીં ક્લિક કરો.
ભારતમાં પ્રી-ઓર્ડર માટે અહીં ક્લિક કરો. ભારતની બહાર માટે, અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167