Floral Separator

સામાન્ય રીતે મંદિરમાં ચઢાવવામાં આવતી  ચૂંદડી કાંતો પાણીમાં પધરાવવામાં આવે છે અથવા અન્ય કોઈ રીતે નિકાલ થાય છે.

Floral Separator

જેના કારણે જળ પ્રદૂષણ તો થાય જ છે, સાથે-સાથે અસંખ્ય જળચર જીવોના જીવ જોખમમાં મૂકાય છે.

Floral Separator

જેને રોકવા માટે ગુજરાતના પરિવર્તન અભિયાન સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

Floral Separator

તેઓ મંદિરમાંથી ચૂંદડીઓ ભેગી કરી HIV પીડિત મહિલાઓ પાસે તેમાંથી પોટલી, કવર, તોરણ જેવી વસ્તુઓ બનાવડાવે છે.

Floral Separator

જેનાથી લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડ્યા વગર પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય છે.

Floral Separator

તો HIV પીડિત મહિલાઓને નિયમિત રોજી પણ આપી શકાય છે.