સામાન્ય રીતે મંદિરમાં ચઢાવવામાં આવતી ચૂંદડી કાંતો પાણીમાં પધરાવવામાં આવે છે અથવા અન્ય કોઈ રીતે નિકાલ થાય છે.
જેના કારણે જળ પ્રદૂષણ તો થાય જ છે, સાથે-સાથે અસંખ્ય જળચર જીવોના જીવ જોખમમાં મૂકાય છે.
જેને રોકવા માટે ગુજરાતના પરિવર્તન અભિયાન સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
તેઓ મંદિરમાંથી ચૂંદડીઓ ભેગી કરી HIV પીડિત મહિલાઓ પાસે તેમાંથી પોટલી, કવર, તોરણ જેવી વસ્તુઓ બનાવડાવે છે.
જેનાથી લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડ્યા વગર પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય છે.
તો HIV પીડિત મહિલાઓને નિયમિત રોજી પણ આપી શકાય છે.