Floral Separator

સવારે મજૂરીએ જતી આદિવાસી મહિલાઓ માટે બપોરે આવી જમવાનું બનાવવા માટે લાકડાંની સમસ્યા પણ બહુ મોટી હતી.

Floral Separator

તેમની આ સમસ્યાનું સમાધાન કર્યું ગુજરાતના ગ્રાસરૂટ્સ ઈનોવેટર અલઝુબૈર સૈયદે, જેમણે બનાવ્યું માત્ર 100 રૂપિયામાં સોલર કૂકર.

Floral Separator

તેનાથી આ મહિલાઓને લાકડાં અને છાણાં પરની નિર્ભરતા તો ઘટી જ છે, સાથે-સાથે પર્યાવરણનું નુકસાન પણ અટકે છે.

Floral Separator

તેઓ ગામે-ગામ ફરીને મહિલાઓને ઘરમાં જ રહેલ વસ્તુઓમાંથી નજીવા ખર્ચે સોલર કૂકર બનાવતાં શીખવે છે અને તેનો ઉપયોગ અને ફાયદા અંગે જણાવે છે.

Floral Separator

હવે આ મહિલાઓ સવારે કામે જતાં પહેલાં આ સોલર કૂકરમાં દાળ, શાક, ભાત વગેરે બનાવવા મૂકીને જાય છે, જે બપોર સુધીમાં તૈયાર હોય છે.

Floral Separator

આ અભૂતપૂર્વ પ્રયત્નોના કારણે અલઝુબૈરને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ નિમિત્તે ‘યુએન વી-અવોર્ડ 2018’ એનાયત કરવામાં આવ્યો.