વર્ષો પહેલાં અમરેલીના દુધાલા ગામથી માત્ર 12.5 રૂપિયાની ટિકિટ ખર્ચી સુરત આવ્યા હતા સવજી ધોળકિયા.
હીરા ઘસવાથી કરિયર શરૂ કરનાર સવજીકાકા અત્યારે 6500 કર્મચારીઓને રોજી આપે છે.
તો વતનમાં પાણીની સામે ઝૂરી રહેલ ગામોની સમસ્યા દૂર કરવા 700 કરોડ લીટર પાણીનો સંગ્રહ બનાવ્યો.
એટલું જ નહીં, તેમણે અહીં આખા વિસ્તારમાં 21 લાખ વૃક્ષો પણ વાવ્યાં છે.
એક સમયે ગામ છોડનાર લોકો આજે અહીં વર્ષના ત્રણ-ત્રણ પાક લેતા થયા છે.
આજે તેમના પ્રયત્નો રંગ લાવ્યા અને ભારત સરકાર દ્વારા તેમનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: