મોટાભાગનાં માતા-પિતાની એ ફરિયાદ હોય છે કે, તેમનાં બાળકો ટીવી અને ફોનમાં ડૂબેલાં રહે છે.
ત્યાં રાજકોટના માત્ર 13 વર્ષના નિસર્ગે લૉકડાઉન અને ઑનલાઈન ગ્લાસ દરમિયાન મળતા વધારાના સમયમાં આંગણે બગીચો બનાવી દીધો છે.
આસપાસ ક્યાંથી કલમ છોડ કે બીજ મળે તો નિસર્ગ લઈ આવે છે અને ઘરે આવાતી દૂધ કે નાસ્તાની થેલીમાં રોપા તૈયાર કરે છે.
ઈન્ટરનેટ પર પતંગિયાં આકર્ષતા છોડ અંગે રિસર્ચ કરી નિસર્ગ એ પ્રમાણેના છોડને પ્રાથમિકતા આપે છે.
નિસર્ગે અત્યારે તેના આંગણામાં 300 કરતાં વધારે છોડ વાવ્યા છે જેનાથી આકર્ષાઈને અહીં રોજ 15 કરતાં વધુ પ્રકારનાં પતંગિયાં આવે છે.
નિસર્ગની આ કામગીરીને બિરદાવતાં રાજ્ય સરકારે વન મહોત્સવ દરમિયાન તેનું ખાસ સન્માન પણ કર્યું છે.