જીવનભરની મૂડી ખર્ચી શંખેશ્વરના દિનેશભાઈ અને તેમનાં પત્ની દેવિંદ્રા બહેને ખરીદી 3 એકર જમીન.
1984 માં પડેલ ભયંકર દુષ્કાળમાં પશુ-પંખીઓનાં મૃત્યુથી વ્યથિત થઈ દંપત્તિએ અહીં બનાવ્યું છે જંગલ.
14 વર્ષની મહેનતે તેમણે અહીં 7000 કરતાં પણ વધુ એવાં વૃક્ષો વાવ્યાં, જ્યાં પક્ષીઓ વસે અને તેમને ખોરાક મળે.
જૈફ વયે આ દંપત્તિ પણ ભૌતિક સુખ-સુવિધાનો ત્યાગ કરી અહીં કુદરતના ખોળે જ રહે છે.
તેમની મહેનતના પરિણામ સ્વરૂપે જ આજે અહીં હજારો પશુ-પંખીઓ વસવાટ કરે છે.